Blog

This is given in English and Gujarati. The blog contains Saman Shri Shrutpragyaji’s special short messages as well as summaries of his lectures and reflections. Reading it brings inspiration, personal confidence, and spiritual upliftment.

માર્ગાનુસારીના ત્રણ ગુણો ( 3-4 and 5 )

માર્ગાનુસારીનો ત્રીજો ગુણ છે - ઉચિત વેશ:

વસ્ત્રો છેલ્લી ઢબના ન હોય, જાતીય વૃત્તિ ઉત્તેજિત ન થાય એવા મર્યાદા યુક્ત વસ્ત્રો હોય. નિમિત્તોનો આપણા અનાદિ કુસંસ્કારો ઉપર અસર થાય જ છે. નિમિત્તોથી બચવું પાપથી બચવા માટે અનિવાર્ય છે. આજે લોકો વસ્ત્રોની બધી જ મર્યાદા ઓળંગી ચૂક્યા છે, એના કારણે કેટલાય યુવાનો અને મોટા પણ જીવનની બરબાદી કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. સૌંદર્ય હલકટ વસ્ત્રો પહેરવામાં નથી, પરંતુ શાલીન અને મર્યાદાપૂર્વકના વસ્ત્રો પહેરવામાં છે.

માર્ગાનુસારીનો ચોથો ગુણ છે - ઉચિત ઘર:

ઘર કેવું હોવું જોઈએ અને ક્યાં હોવું જોઈએ? બારી બારણાં યોગ્ય પ્રમાણમાં હોય, ઘર સારા પાડોશવાળું હોવું જોઈએ, ધાર્મિક સ્થળ નજીક હોય એવું ઘર હોય, કલ્યાણ મિત્રોનો યોગ હોય અને સંતોનો લાભ મળે એવું ઘર હોય એ જરૂરી છે.

માર્ગાનુસારીનો પાંચમો ગુણ છે - ઉચિત વિવાહ:

ભિન્ન ગોત્ર હોય અને સમાન કુળ અને શીલ હોય. વ્યક્તિ સાથે બંધાતા સંબંધથી ઘરમાં માત્ર વ્યક્તિ જ નથી આવતી, વ્યક્તિના જીવનમાં રહેલા તમામ સંસ્કારો અને એની સાથે જોડાયેલ દરેક વ્યક્તિના સંસ્કારો અને આદતો સાથે આવે છે.

માર્ગાનુસારીનો બીજો ગુણ છે: ઉચિત વ્યય 

 

બીજો ગુણ છે - ઉચિત વ્યય: ખર્ચ આવક પ્રમાણે રાખવો. મોટાઈ બતાવવા કે દેખાદેખી કરવા ખર્ચ ન કરો.  પૈસાનો અનુચિત વ્યય કરવાથી અનેક અનર્થો સર્જાય છે. પૈસાનો યોગ્ય સદ્ વ્યય કરવાથી અનેક લાભ થાય છે, જેમ કે:

* જીવનમાં શાંતિ રહે છે,

* અન્યાય માર્ગે જવાનું મન થતું નથી,

* કુટુંબ માટે ભવિષ્યની સલામતી રહે છે.

* ધર્મ ક્રિયામાં મન ચોંટે છે.

આજે મોટા ભાગે આ ગુણ પાલનમાં દેવાળું નીકળી ગયું છે. રાતોરાત આમિર થવાના અભરખા, એશોઆરામની જિંદગી જીવવાની લાલસાના કારણે ગામના ઉધાર પૈસા લઇ ધંધો કરવાની વૃત્તિ ખતરનાક છે. નીતિકારોએ કહ્યું છે - મૂડીનો ચોથો ભાગ વેપારમાં રોકો,ચોથો ભાગ વાપરવામાં રોકો,ચોથો ભાગ સુરક્ષિત રાખો - ભવિષ્યમાં જરૂર પડે તો, અને ચોથો ભાગ ધર્મ કાર્યમાં ખર્ચો. એક કહેવત છે - 'જે જાતમાં પહોળો તે પરોપકારમાં સાંકડો એને જે જાતમાં સાંકડો તે પરોપકારમાં પહોળો !! '

માર્ગાનુસારી: પહેલો ગુણ: ન્યાય સંપન્ન વિભવ:

રશિયન વિચારક ગોર્કી અમેરિકા ગયા, ત્યાંના ગાઈડે અમેરિકાના વધુમાં વધુ મનોરંજનના સ્થળો બતાવ્યાં   .. સ્વદેશ જતાં ગાઈડે ગોર્કીને પૂછ્યું, આ બધા સ્થળો જોઈને આપનો અમેરિકા માટેનો અભિપ્રાય શું? પ્રશ્ન સાંભળતા ગોર્કીની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું - ' જે દેશને મનોરંજન માટે આટલાં બધાં સ્થળોની, સાધનોની જરૂર પડતી હશે તે દેશ હકીકતમાં કેટલો દુઃખી હશે !

બહારના સાધનોની પ્રચુરતા એ અંદરની નિર્ધનતાની નિશાની છે. જીવન સંજ્ઞા પ્રધાન કે કષાય પ્રધાન ન હોવું જોઈએ, ગુણ પ્રધાન હોવું જોઈએ. સુંદર ગુણોથી સુંદર ભવ પરંપરા ઉભી થાય છે, ઇહલોક અને પરલોક બંને સુધારે છે, સમ્યક દર્શનને નજીક લાવે છે.

માર્ગાનુસારીના 21 ગુણોમાંનો પહેલો ગુણ છે - ન્યાય સંપન્ન વિભવ:

  • પૈસાથી - વિષય પોષણ અને એનાથી કષાયને ઉત્તેજન મળે છે.
  • પૈસા સાધન છે , સાધ્ય નથી. સાધ્ય બને એટલે ક્રૂરતા અને પાપો શરુ થાય છે.
  • કામવાસના કરતા પણ અર્થ વાસના વધુ ખતરનાક છે. કેમકે આ 24 કલાક માથા પર સવાર રહે છે.
  • લોકોમાં એક ભ્રમ છે - સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે - બધા ગુણો પૈસામાં રહ્યા છે.
  • પૈસા ન હોય ત્યારે અસુરક્ષાનો ભય અને આવ્યા પછી સલામતીનો ભય રહે છે.  
  • પૈસા કમાવામાં અને વાપરવામાં પ્રામાણિક અને નૈતિક રહેવું સુખની નીંદ સૂવા બરાબર છે. 
ज्ञानी के वचनो में दृढ आश्रय से सब साधन सुलभ हो जाते है

"ज्ञानी के वचनो में दृढ आश्रय से सब साधन सुलभ हो जाते है।"

इस विषय पर आज २६ एप्रिल को तीसरा प्रवचन पूज्य जशराजजी महाराज ने दिया - इसका सार इस प्रकार है -

अपनी साधना के अनुरूप साधनो की खोज है या अपनी इच्छा के अनुरूप साधन चाहिए? साधनो की बहुत विविधता है। हम कौन से साधन चुनते है ? साधन हमें मुक्ति की और ले जाते है या बंधन की और ? हम साधनो का उपयोग किस दिशा में करते है ? हम जो साधन चुनते है, उस पर ज्ञानी की महौर होनी चाहिए। साधन जो हमारे पास है वो ही साधन दुसरे - तीसरे और चौथे आरे में भी थे। पहले तो पूछो कि ज्ञानी के वचनो में दृढ श्रद्धा है? वीतरागी पर श्रद्धा है? श्रद्धा होगी तो वो साधन हमें बचा लेंगे। श्रद्धा नहीं होगी तो हम विपरीत चलेंगे - गिरेंगे।

हमें मानव भव मिला है, दस प्राण मिले है। वे साधन है। भगवान ने कहा चार साधन है - मनुष्यत्वं, श्रवण, श्रद्धा, साधना में समय और शक्ति का नियोजन। मनुष्य भव का उपयोग ज्ञानी के वचनो के अनुसार करते है? मानव देह पाप के लिए है या शुद्धि के लिए? ज्ञानी की दृष्टि के अनुसार साधना करो - स्वयं की इच्छा से नहीं, स्वयं की इच्छा से करना अहम ही बढ़ाएगा। कितने साल साधना करो - आज्ञानुसार नहीं है तो गति नहीं होगी। क्रिया करो, जप करो, तप करो, ध्यान करो, सेवा करो, दान करो - अपनी मति से करोगे तो भटकोगे। दवा डॉकटर के कहे अनुसार लोगे तो काम होगा, अन्यथा नुकसान भी हो सकता है। बेंगलोर जाना है और रास्ता मालूम नहीं है तो किसी जानने वाले को पूछना पड़ेगा। अन्यथा भटकते रहोगे।

आज कल लोग साधना बहुत कर रहे है लेकिन जिसने वो मार्ग देखा है, उनसे कन्फर्म करो कि यह मार्ग पहुचायेगा न!! मान्यता से मत जीओ - रूटीन से मत जीओ। मान्यता व्यक्ति को जड़ बनाती है - मान्यता कैसी भी हो - जड़ बनाती है। मान्यता का बंधन साधक को साधना से दूर ले जाता है। कमल कीचड़ में उगता है - गंदे से गन्दा पानी है - दुर्गन्ध आती है। मनुष्य कमल होने के लिए जन्मा है। संसार और राग द्वेष कीचड़ है - ऊपर उठने की साधना करो - कमल बन जाओगे। प्रकृति संज्ञा प्रधान है - प्रकृति का सब काम संज्ञा से हो रहा है। हम मनुष्य है हमारा काम सज्ञा से नहीं, आज्ञा से होना चाहिए। ज्ञानी पुरुष कीचड़ थे - कमल हो गए। हम उनकी बात माने।

प्रतिमा को फूल चढ़ाते है - क्यों? यदि हम पूछे कहा गए थे सुबह सुबह, सेवा और पूजा करने गए थे। सेवा और पूजा हुई ? व्यक्ति व्यक्ति रहता है और वीतराग वीतराग। क्या हम वीतरागता की और आगे बढे? फिर  पूजा क्या की? सेवा क्या की? भगवान भगवान कैसे बने पूरी प्रक्रिया जानो और उस अनुसार करो - यह भगवान् की भाव पूजा है। मनुष्यत्व का सदुपयोग करो। श्रवण का साद उपयोग करो - ज्ञानी को सुनो - उस अनुसार चलो। हम सबको सुनेंगे लेकिन ज्ञानी को नहीं सुनेंगे।

आज तो शायद कोी वीतराग नहीं है , लेकिन वीतराग के शास्त्र तो है न, उनको समझो और उस अनुसार जीने की कोशिश करो। श्रद्धा भी ज्ञानी पर रखो, हमारी श्रद्धा तो रागी पर है तो वो भटकायेगा। भगवान ने जो कहा है, उस मार्ग पर जो ईमानदारी से चल रहे है - उनकी तो सुनो। अपने अहंकार को चोट लगती है। अरे यार किसी की न सुनो तो अपने भीतर आत्मा की आवाज तो सुनो। भीतर भी एक ज्ञानी बैठा है - आत्मा ज्ञान है, आत्मा गुरु है। आत्मा की सुनो और उस पर श्रद्धा करो तो भी पहोच जाएंगे। पुरुषार्थ साधना में करना - शक्ति एवं समय का नियोजन सम्यक साधना में करना। साधना वो है जो आपको भीतर से बदले और आत्मानीभूति तक ले जाए वो साधना सम्यक है।

26 April 2019

ज्ञानी के वचनो में दृढ आश्रय

ज्ञानी के वचनो में दृढ आश्रय

आज साधना का दूसरा दिन है। मुनिश्री ने साधको को प्रवचन दिया उसका सार इस प्रकार है -  

ज्ञानी के वचनो में दृढ आश्रय जिसे हो उन्हें सर्व साधन सुलभ होता है। ज्ञानी वो है जिसे सम्यक दर्शन प्राप्त है। जिसे सम्यक दर्शन हो गया उनकी बातो में आश्रय करके उसके बताये मार्ग पर चले तो कल्याण निश्चित्त है। अज्ञानी को श्रद्धा मिथ्यात्वी की बातो में होती है। शब्दों में व्यक्ति को कितना अनुराग होता है। नजदीक की व्यक्ति के शब्दों से सुख भी ज्यादा होता है और दुःख भी ज्यादा होता है। दूर का व्यक्ति बोले तो उपेक्षा कर सकते है। उपेक्षा में द्वेष है , अपेक्षा में राग है। जब अपेक्षा तूटेगी तो उपेक्षा होगी। योग की दो ही क्रिया होती है - शुभ और अशुभ। वह शुद्ध कभी हो ही नहीं सकती है। हमें उनसे बहार आना है। विकल्प शून्य होने से योग समाप्त - शुभ और अशुभ दोनों योग समाप्त होते है। व्रत नियम जीव को अशुभ से शुभ में ले जाता है। ध्यान जीव को शुद्ध में ले जाता है। अज्ञानी के वचनो में दृढ़ता होती है, क्योकि हमारे भीतर उन जैसे राग द्वेष है। ज्ञानी के वचन वीतरागता की और इशारा करता है - उसमे क्षयोपशम भाव है। जिसमे वीतरागता का भाव है उन्हें ज्ञानी के वचनो में दृढ़ता होगी। उन्हें मालूम है कि यह वचन मेरे लिए है, मेरे दुःख इसी से मिटने वाले है। फिर उन्हें कर्मो का उदय संयोग कुछ नहीं कर सकता है।उदय संयोग सब भूत भावी है। वर्तमान क्षण में आये तो दुःख समाप्त हो जाता है।

पंचम आरे में शुक्ल ध्यान नहीं हो सकता - ऐसी मान्यता है। पंचम आरे में अशुद्ध ध्यान हो सकता तो शुद्ध ध्यान क्यों नहीं हो सकता ? पंचम आरे में शुक्ल ध्यान की प्रारम्भिक दशा को छूआ जा सकता है। सम्यक दर्शन पंचम आरे में संभव है तो कैसे संभव है ? ध्यान में निर्विकल्प दशा नहीं आएगी तो सम्यक दर्शन कैसे होगा? मनुष्य जन्म सुलभ, श्रवण उससे भी दुर्लभ है। श्रद्धा उससे भी दुर्लभ एवं समय तथा शक्ति को साधना में लगाना इससे भी दुर्लभ है। श्रवण सम्यक नहीं होता, क्योकि हमारी मान्यता के विरुद्ध कुछ बोले तो हम सुन नहीं पाते। मान्यता एवं प्रमाद - साधक के दो बड़े दुश्मन है। मान्यता हमारे दिमाग में किसी ने डाली है। उस मान्यता के लिए हम कुछ भी पाप कर सकते है। बिना मान्यता के ज्ञानी को सुनना कल्याण का मार्ग है।

आनंद श्रावक की समृद्धि कितनी? आज ऐसी समृद्धि किसी के पास नहीं। एक बार भगवान की बात सुनी - यह श्रवण है। हाथ जोड़ कर बैठ गया - शब्द की चोट हुई की दृष्टि खुल गई। हमें चोट लगती है लेकिन ज्ञानी की नहीं, अज्ञानी की। दृष्टि कभी नहीं खुलती। आनंद कहता है - प्रभु आपके निर्ग्रन्थ प्रवचन ही सत्य है। जिसकी सब ग्रंथिया खुल गई वो निर्ग्रन्थ है। प्रभु मैं देश विरति श्रावक बनाना चाहता हूँ - वही का वही श्रावक बन गया। ज्ञानी पुरुषों के वचनो में दृढ श्रद्धा क्यों नहीं है ? क्योंकि हमें लगता है - सुख दुःख वस्तु एवं व्यक्ति में है। कौन तुम्हे सुखी करता है - पांच इन्द्रियों के विषय सुख देता है - भ्रान्ति है। अमुक व्यक्ति सुख देता है - महाभ्रांति है। आदमी बड़ी भ्रान्तिओ में जीता है। सुख दुःख भीतर है। ज्ञानी के ऐसे वचन पर दृढ श्रद्धा रखोगे तो तुम्हे हर साधन साध्य तक ले जायेगा। दृष्टि गलत है तो साधन सही दिशा में नहीं ले जायेगा।

साक्षी की साधना

साधना का प्रथम दिन: अरिहंत सार्वजनिक साधना केंद्र - महाबलिपूरम - चेन्नई से ६० KM दूर है। यहाँ ध्यान योगी मुनि श्री जशराजजी महाराज साधनारत है। गहन साधना में वे लगे हुए है। तीन एकड में रमणीय जगह है। ध्यान करने की सुन्दर व्यवस्था है। भोजन आदि की भी व्यवस्था अच्छी है। सब कुछ निःशुल्क है। बस, साधना की रूचि चाहिए। यहाँ आज २३ एप्रिल को एक सप्ताह के लिए आया हूँ। आज दूसरा दिन है। मुनिश्री का प्रवचन हुआ - सक्षिप्त सार यहाँ है -

साक्षी की साधना:

साधना मार्ग कठिन है, जब तक रूचि प्रबल न हो । मन का भागना हर एक व्यक्ति का अनुभव है। ध्यान साधना मन को स्थिर करने की साधना नहीं है। मन की जहा रूचि हो वहा मन एकरूप हो जाता है। पांच इन्द्रियों के विषयो में रूचि है हे तो वहाँ घंटो तक एकाग्र रहता है। आप देखे कि आर्त्त और रौद्र ध्यान में मन की अवस्था क्या है? वह भी ध्यान है न! लेकिन उनकी कोई शिविर नहीं, कोई ट्रेनिंग नहीं है। मन वाले सरे जीवो का आर्त्त एवं रौद्र ध्यान चलता है। यह जन्म जन्म के संस्कार है एवं जन्मोजन्म की बेहोशी है। सब आदतें बेहोशी में चलती है। खाने पीने की आदत तो स्थूल है। क्रोध - मान, माया, लोभ - जन्मोजन्म की आदत है। लोग कहते है कि क्रोध तो हो जाता है। कैसे होता है? क्योकि बेहोशी है। दूसरी मान्यता है कि निमित्त से क्रोध होता है। निमित्त से क्रोध नहीं होता है, जाग्रति नहीं है इसलिए निमित्त हमारे पर हावी हो जाता है। जागृति है तो साक्षीभाव आ जाता है। कषाय से आपका रक्षण कौन करेगा? बॉडीगार्ड नहीं करेगा, स्वजन, परिजन भी नहीं करेगा। अपने भाव प्राण - ज्ञान, दर्शन, आनंद और वीर्य का रक्षण करेगा - साक्षीभाव।

घर के सभी मेम्बर भी मरण धर्मा है। शरीर को कोई नहीं बचा सकता। मेरा शरीर भी और ज्ञानी का भी शरीर मरण धर्मा है। पांचो पांच शरीर मरण धर्मा है। साक्षीभाव का अनुभव हो जाय तो उसे किसी का भय लगता नहीं है। शरीर को साक्षीभाव से देखो तो शरीर मरण धर्मा है वो देख पाओगे। हर शरीर प्रतिक्षण मर रहा है। हर समय असंख्याता पुदगल अपने शरीर की आकृति के अनुरूप बहार निकलता है। हमें मालूम भी नहीं पड़ता है। सब सारे पुदगल निकल जाते है तो कार्टून को फेंक देता है। माल नहीं है, मॉल निकाल लिया तो कार्टून को निकाल दो। कार्टून फेंक दे उसके पहले माल को निकालना सीख लो। ध्यान अपने शरीर के भीतर जो माल है ज्ञान - दर्शन- आनंद एवं वीर्य का उसे पा लेने माँ मार्ग है। फिर खोखा त्यागना पड़ेगा तो उसका डर नहीं लगेगा। आध्यात्मिक क्षेत्र में बेहोशी बहोत है। अपने आपको देखने का अभ्यास नहीं है, तब तक संसार सत्य लगता है। साक्षी भाव आया संसार स्वप्न लगने लगेगा। एक बंध आँखों का स्वप्न है, दूसरा खुली आँखों का स्वप्न है। साक्षी भाव आते ही सब क्रिया सम्यक होने लगेगी, पूरी दिनचर्या साधना हो जायेगी।

ध्यान में रूचि चाहिए, मात्र ध्यान में बैठने से कुछ नहीं होता है। मन बैठने ही नहीं देगा। मन ध्यान विरोधी है। ध्यान में मन की मत सुनना। मन को हटाते जाओ - साक्षी को लाते जाओ - तब काम होगा। कषाय मंद होगा, पुण्य अपने आप होने लगेगा। पुण्य दो प्रकार का है - आरंभी पुण्य एवं अनारंभी पुण्य। जिसमे खाना - पीना कराओ - हिंसा होती है। साक्षीभाव में किसी की भी हिंसा नहीं है, भीतर में भाव प्राण की सुरक्षा होने लगेगी। कोई भी पुण्य व्यवस्था मात्रा है, उसमे धर्म नहीं है। ध्यान में बैठने से इतनी आत्म शुद्धि होती है कि अपने आप अनारम्भी पुण्य हो जाता है। जब तक आर्त्त रौद्र ध्यान रहेगा, किसी को आराम नहीं मिल सकता है, शाता नहीं मिल सकती है। अनारम्भी पुण्य जीव को परमात्मा तक पहोंचा देता है। श्वास के प्रति पहले साक्षी बनो - कुछ महीनो तक इसका अभ्यास करो। फिर शरीर की संवेदना को देखो और उसके बाद विचारो को साक्षीभाव से देखो।

- समण श्रुतप्रज्ञजी 

આયંબિલનું મહત્વ

આયંબિલ ઓળી: પૂર્વ સંધ્યાએ સમણ શ્રુતપ્રજ્ઞજીનું પ્રવચન 

આયંબિલનું મહત્વ :

વર્ષ દરમિયાન 6 ઓળી આવે છે:  2 ઓળી ચૈત્ર અને આસોની  

                              ચોમાસાની  3 ઓળી - કારતક, ફાગણ અને અષાઢ 

                              પર્યુષણની   1 ઓળી - ભાદરવા મહિનામાં 

આયંબિલ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. મૂળ સંસ્કૃત શબ્દ છે - આચામલિકા અથવા આચામલ. એનો અર્થ થાય છે - ફિક્કુ - મોરૂ અને બેસ્વાદવાળું ભોજન. એ આચામલ સંસ્કૃત શબ્દ પરથી 'આયંબિલ' પ્રાકૃત ભાષાનો શબ્દ આવ્યો. 

ઓળી એટલે પંક્તિ - શ્રેણી - શ્રુંખલા. આજે પણ અમદાવાદના માણેકચોકમાં કંદોઈ ઓળ, ચાલ્લાં ઓળ પ્રસિદ્ધ છે. એ ઓળ એટલે જ ઓળી.

આ છ ઓળીમાં પર્યુષણ માત્ર ભરત ક્ષેત્રમાં ઉજવાય છે જયારે આયંબિલ મહાવિદેહ ક્ષેત્રમાં પણ ઉજવાય છે. 45 લાખ યોજનના મનુષ્ય ક્ષેત્રમાં એક સાથે કોઈ અનુષ્ઠાન આરાધના થતી હોય તો તે નવપદજીની આરાધના છે. આ આરાધના શાશ્વતી છે - અનાદિ અનંત છે.

આ સમયે જ ઓળી કેમ ? કેમકે આ અયનસંધિના દિવસો છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન વચ્ચેનો આ સંધિ કાળ છે. એ સંધિ કાળનો વિશેષ પ્રભાવ છે.

આજે આપણી પાસે ચોથા આરા જેવી ભક્તિ નથી, ભાવ નથી, સંયમ ણથી, ચારિત્ર નથી, આરાધના નથી પણ છતાં ચોથા આરામાં હતું એવી ત્રણ વસ્તુઓ આજે છે - 

1. મંત્ર - નવકાર મંત્ર છે.

2. તીર્થ - શત્રુંજય જેવા શાશ્વત તીર્થ છે.

3. શાશ્વત પર્વ - આયંબિલ જેવું શાશ્વત પર્વ છે.

તીર્થ અને પર્વમાં ફર્ક છે. તીર્થ સ્થાનને બંધાયેલું છે અને પર્વ સમયને બંધાયેલું છે. તીર્થમાં આપણે સામેથી ચાલીને જઈએ છીએ જયારે પર્વ આપણી પાસે સામે ચાલીને આવે છે. અને એટલે તીર્થ સહજ રીતે આપણને ધર્મમય અનેપાપમુક્ત કરે છે. જયારે પર્વમાં ધર્મમય અને પાપમુક્ત બનવા માટે સત્ત્વ ફોરવવું પડે છે. ખૂબ અલ્પ પુરુષાર્થ લખલૂટ કર્મનિર્જરા તીર્થ યાત્રાથી થાય તો ખૂબ અલ્પ સમયે લખલૂટ કર્મનિર્જરા પર્વ આરાધનાથી થાય છે.    

આયંબીલથી થતાં લાભો:

1. આત્મશુદ્ધિ:  - નવપદની ભાવથી આરાધના કરીએ એટલે આત્મ શુદ્ધિ થાય અને કર્મ નિર્જરા થાય છે. આ તપ સીધું જ રાગ ઉપર ઍટેક કરે છે.

2. અંતરાય ક્ષય: જીવન નિર્વિઘ્ન બને છે. આ માંગલિક તપ કહેવાય છે. જીવનમાં આવતાં કોઈ પણ વિઘ્નો - બાધાઓ આયંબિલના પ્રભાવે ક્ષય થાય છે. ગામમાં પંચ મહાજન દ્વારા પ્રાચીન સમયમાં વ્યવસ્થા હતી - ગામમાં કોઈ એક ઘરે નિરંતર તપ ચાલુ રહેવું જોઈએ. લાલ વસ્ત્રમાં શ્રીફળ લઈને ગુરુ ભગવન્ત મંત્રોચ્ચારથી તેને ભાવિત કરી ક્રમવાર અલગ અલગ ઘરે લઇ જવાતું અને આયંબિલ તપ ચાલુ રહેતું. 

3. સ્વસ્થ શરીર: આરોગ્ય સારું રહે છે: શરીરને ડિટોક્સિફાય કરે છે. ત્રિદોષને નિવારે છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, કેન્સર જેવા અસાધ્ય રોગોમાં રાહત આપે છે.

ઉદાહરણો: 

1. ભગવાન કૃષ્ણ અને દ્વારિકા નગરીનો દ્વેપાલન ઋષિ દ્રારા નાશ - નેમનાથ ભગવાન આયંબિલની પ્રેરણા આપે છે. 

2. માનદેવસૂરિ : જૈન સમાજના કંઠે સદાય ગૂંજતા લઘુશાંતિના રચનાકાર - રાજસ્થાનના નાડોલ ગામનો પ્રસંગ, ગુરુભગવન્ત આચાર્ય પદ આપવાનું નક્કી કરે છે. કાર્યક્રમ ફાઇનલ છે. મંડપ રચાણો છે. સૂરિજી વંદન કરવા નમે છે ત્યાં ગુરુ ભગવન્ત માનદેવસૂરિના ખભા પર સાક્ષાત સરસ્વતી અને લક્ષ્મીજી બિરાજમાન હતા. ગુરુ ચાદર ઓઢાવતા અટકી ગયા, આખોય પ્રસંગ રોચક છે.

3. શ્રીચંદ્ર કેવલી - 800 ચોવીસી સુધી જેમનું નામ ગુંજતું રહેશે. 

આધુનિક ઉદાહરણો: ઓળી માટે:

ઓળી એટલે : એક આયંબિલ અને ઉપવાસ, બે આયંબિલ અને ઉપવાસ, ત્રણ આયંબિલ અને ઉપવાસ - આમ 100 આયંબિલ અને ઉપવાસ કરે ત્યારે 100 ઓળી થઇ કહેવાય. 

1. હેમવલ્લભસૂરીજી - 48 વર્ષની વય છે. સાડા આઠ હજાર સળંગ આયંબિલ - આયંબિલમાં ગિરનારજીની યાત્રા 

2. રવિશેખરસૂરિજી મહારાજ  - 62 વર્ષની વય છે. 18 વર્ષથી આયંબિલ 

   10 વાગે સૂવાનું - 2.30 વાગે ઉઠવાનું 

   1008 ખમાસમણા આપવાના 

  301 લોગસ્સનુ ધ્યાન કરવાનું 

   આયંબિલ ઠામ ચૌવિહાર પૂર્વક 

3. સાઘ્વીજી હંસકીર્તિજી મહારાજ  - 9 વર્ષે દીક્ષા, 13 વર્ષે ઓળી ચાલુ - હાલે ઉમર - 73 વર્ષ છે. 340 ઓળી પૂરી કરી છે. 50 વર્ષથી ઓળી કરે છે. 

4. શ્રાવક : જામનગરમાં રતિકાકા - 209 ઓળી છે.

તા.10/4/2019

કુઆલા લમ્પુર, મલેશિયા 

આયંબિલની ઓળી: નવપદજીની આરાધના

નવપદજીની આરાધના:

અનંત કરુણાના સ્વામી શ્રી ર્તીથંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરી. એ ધર્મર્તીથની આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા છે. જે જીવની જે-જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગ, શક્તિ એ-એ પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌકોઈને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે નવપદની આરાધના.

જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એ માટે ચૈત્ર અને આસો મહિનામાં નવ-નવ દિવસની આયંબિલની ઓળીનો ઉત્સવ નિયત કરવામાં આવ્યો છે. જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે. ઓળીના આ નવે દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે અને નવ દિવસ રોજ એક-એક પદની આરાધના નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે.

જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપશ્ચર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી એટલે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે.

જૈનો હર્ષોલ્લાસ સાથે આયંબીલ ઓળીમાં નવ – નવ દિવસ સુધી આયંબીલ તપ કરે છે. જેમાં માત્ર એક જ વખત લુખ્‍ખુ – સુક્કુ તેલ અને સબરસ વગરનું ભોજન કરવાનુ હોય છે. આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ પણ આયંબીલ તપને આરોગ્‍ય માટે શ્રેષ્‍ઠ માનવમાં આવે છે. આયંબીલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર અને આસોમાસમાં આવે છે.

શા માટે ચૈત્ર અને આસો મહિનામાં જ?:

આયંબિલની ઓળી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં... જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે... ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ. બીજી આસો મહિનામાં... જે ચોમાસાનો અંત અને શિયાળાની શરૂઆતનો મહિનો છે... આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ. કેમકે તીથંર્કર પરમાત્માએ એમની પ્રજ્ઞામાં જોયું કે, આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત્।, પિત્ત્। અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે, માટે પરમાત્માએ આયંબિલની પ્રેરણા કરી. આ દિવસોમાં જે આયંબિલની આરાધના કરે છે તે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહે છે.

આયંબિલમાં શું ખવાય? અને શું ખવાય?:

દ્યઉં, ચોખા, બાજરી આદિ અનાજ તથા દરેક જાતના કઠોળ ખવાય.

બાફેલાં કઠોળ, સૂકી રોટલી, રોટલા અને ચણા મમરા ખવાય.

મસાલામાં હીંગ, મરી અને નિમક ખાઈ શકાય છે.

દ્યી, તેલ, મીઠાઈ, મસાલા, ફ્રૂટ, શાકભાજી, દહીં, છાશ, દૂધ, ડ્રાયફ્રૂટસ્ જેવા પદાર્થ, જેમાં જીભને સ્વાદ આવે તે ન ખવાય.

પૂર્વે કોણે કરી આ મહાન આરાધના:

* વર્ધમાન તપની અખંડ રીતે ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર શ્રી ચંદ્રકેવળી બન્યા. જેઓ ગઈ ચોવીસીમાં બીજા નિર્વાણી પ્રભુના શાસનમાં મોક્ષે પધાર્યા.તેમનું નામ ૮૦૦ ચોવીસી સુધી અમર રહેશે.
* ભગવાન રઋશભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ.
* સનત્કુમાર ચક્રવર્તીએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળીપૂર્ણ કરીને લોકોત્તર પુણ્ય પ્રાપ્ત કરી ચક્રવર્તી થઇ ત્રીજા દેવલોકે ગયા.
* ભગવાન નેમીનાથના સદુપદેશથી દ્વારિકાનો ઉપદ્રવ ટાળવા ૧૨ વર્ષ સુધી અખંડ આયંબિલ ચાલેલ.
* પાંચ પાંડવોએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળી કરેલ.
* મહાસતી દ્રોપદીએ પદ્મોતર રાજાની આપત્તિમાંથી દૂર થવા માટે છ મહિના પર્યંત છઠણા પારણે આયંબિલ કર્યા હતા.(જ્ઞાતા સૂત્ર)
* મહાસતી દમયંતીએ પૂર્વ ભવમાં ૫૦૪ અખંડ આયંબિલથી તીર્થંકર તપ કરીને ૨૪ ભગવાનના લલાટમાં હીરાના તિલક સ્થાપેલ.
* ચરમ કેવળી જંબુસ્વામીએ પૂર્વ ભવમાં ૧૨ વર્ષ સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* ધન્ના અણગારે જાવજજીવ સુધી સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* સિંહસેન દિવાકર સૂરીએ ૯ વર્ષ સુધી અખંડ આયંબીલ કરેલા.
* વીર પ્રભુની ૪૪ મી પાટે થયેલ જગત્ચંદ્રસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.
* સંતિકર સ્તોત્રના કરતા મુનિસુંદરસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.

નવપદજીની શાસ્વતી ઓળી એટલે:


*કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમા આયંબીલ કરવું મહા-મંગલકારી છે.
*આયંબિલ એટલે કઠીન કર્મો ક્ષય કરવાનો રામ-બાન ઈલાજ.
*ઓળીમાં ઓછામા ઓછા ત્રણ આયંબિલ કરવા જેથી વિધ્નો દૂર થાય અને શાંતિ મળે.

આ તપ કરવાથી -

1. શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધે છે. શરીરને ડિટોકિસફાય કરે છે. 

2. તમામ દર્દનું ઔષધ તપ માનવામાં આવે છે.

3. તપ એ કર્મ નિર્જરા કરવાનુ ઉત્તમોત્તમ સાધન છે એટલે જ ઉત્તરાધ્‍યયન સૂત્રમાં પ્રભુએ ફરમાવેલ છે કે ક્રોડો ભવના બાંધેલા કર્મો તપથી નિર્જરી અને ખરી જાય છે. 

4. આયંબીલ તપ કરવાથી રસેન્‍દ્રીય ઉપર વિજય મેળવી શકાય છે. કારણ કે પાંચ ઈન્‍દ્રિયમાં રસેન્‍દ્રિયને જીતવી ખૂબ જ કઠીન છે. જીભ બે કામ કરે, ખાવુ અને બોલવુ પરંતુ મોટાભાગે આ જીભ ખાઈને બગાડે છે અને બોલીને પણ બગાડે છે. ફકત પેટને ભાડુ દેવા ખાતર જ ખોરાક ગ્રહણ કરવાનુ લક્ષ રાખવાનુ હોય છે.

5. ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્ઘકાલીન સમય સુધી તપની આરાધના કરેલી હતી. આ આયંબીલ તપની તાકાત એટલી જબરદસ્‍ત છે.

6. આયંબિલ વિધ્નોને હરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. 

આયંબીલની ઓળીમાં નવ દિવસ સુધી નવપદ જેમાં નમો અરિહંતશરણ પદથી લઈને નમો લોએ સવ્‍વસાહૂર્ણ અને જ્ઞાન – દર્શન ચારિત્ર અને તપની આરાધના કરવાની હોય છે. ગ્રંથોમાં આયંબીલ તપનું મહત્‍વ બતાવતા અનેક પ્રેરક દૃષ્‍ટાંતો આવે છે જેમાં શ્રી પાલ અને મયણાનું દૃષ્‍ટાંત સુપ્રચલિત છે કે આયંબીલ તપ કરવાથી શ્રીપાલની કાચા કંચનવર્ણી બની જાય છે. તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલુ છે.

પ્રભુ પરમાત્‍માને જયારે પ્રશ્ન પૂછવામાં આવે કે હે પ્રભો ! આપના ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્‍વીઓમાંથી શ્રેષ્‍ઠ તપસ્‍વી કોણ? ત્‍યારે કરૂણાસાગર જવાબ આપે કે કાંકદીના ધન્‍ના અણગાર કે જે  જાવજજીવ છઠના પારણે છઠ અને પારણમાં પણ આયંબીલ ઉચ્‍છિત આહાર કરતા, એટલે જ સાધુ વંદનામાં સ્‍તુતિ કરતા બોલીએ છીએ કે વીરે વખાણયો…ધન્‍નો… ધન્‍નો અણગાર.

 તપસ્‍વીઓને ખૂબ ખૂબ સુખશાતા – સમાધિ રહે તેનુ શ્રી સંઘે કાળજી રાખવાથી તપસ્‍વીઓ તપમાં આગળ વધતા રહી કર્મોની નિર્જરા કરે છે સાથોસાથ શાસનની આન – બાનને શાનમાં પણ વધારો કરે છે. સળંગ નવ દિવસ સુધી તપ થઈ શકતુ હોય તો તે ઉત્તમ છે પરંતુ જેનાથી કોઈ કારણસર ન થઈ શકતુ હોય તો છૂટક – છૂટક પણ આયંબીલ કરી શકાય છે. જેથી જીવાત્‍મામાં તપના સંસ્‍કાર આવે છે.

ઓળી કરનાર ભાઇ – બહેનોને આવશ્યક સૂચનો:

1. આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહી.
2. આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવવો તથા બની શકે તેટલી `અ-મારી’ પળાવવી.
3. પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન, અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહિ.
4. આયંબિલ કરતી વખતે આહાર ભાવતો હોય કે ના હોય તેના ઉપર રાગદ્વેષ કરવો નહિ. વાપરતા `સુર સુર’ `ચળ ચળ’ શબ્દ નહિં કરતા એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું.
5. ચૌદ નિયમો હંમેશ ધારવા ઉપયોગ રાખવો.
6. પાણી પીધા પછી પ્યાલો તુરત જ લૂછી નાંખવો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉપ્તતિ થાય છે.

Saman Shrutpragyaji

Date: April 4, 2019

Mumbai 

 

 

 

વૅકેશનમાં શું કરશો?

હવે વૅકેશનનો સમય શરુ થઇ ગયો છે, અને કેટલાક માટે વૅકેશન પડવાની તૈયારીમાં છે. આજના બાળકો વૅકેશનની રાહ જોતાં હોય છે. પણ મોસ્ટલી બાળકોને એ ખ્યાલ નથી હોતો કે વેકેશનમાં શું કરવું અને વેકેશન કેવી રીતે ગાળવું? મોટા ભાગે બાળકો મિત્રો સાથે ફરવા જાય છે. મૂવી જોવા જાય છે, ટી.વી. જોવાનું પસંદ કરે છે. આ બધું કરીને પાછાં એ જલ્દી કંટાળી જાય છે. આ બધી વસ્તુ જ એવી છે કે અમુક સમય પછી કંટાળો ઉપજાવે. 

વેકેશનનો મૂળ હેતુ છે - રિલેક્સ થવું - મનને આરામ આપવો. એના માટે સાચી રીત છે કે એ સારા પુસ્તકો વાંચે, સારા લોકોને મળે, ક્યાંક જઈને સેવા કરે, પ્રકૃતિની ગોદમાં થોડીવાર તેને માણે, ઘરમાં બેસીને થોડી વાર ધ્યાન કરે, પરિવારના સ્વજનો સાથે સમય પસાર કરી, એમની પાસેથી પણ કંઈક નવું શીખે, જેનો શોખ હોય એ માટે સમય કાઢે અથવા એના ક્લાસ જોઈન કરે અથવા મનગમતી કે જ્ઞાનવર્ધક કોઈ શિબિર યોજાય તો એમાં ભાગ લે. આમ કરવાથી સમયનો સદુપયોગ થશે, કંટાળો નહિ આવે, નવું શીખવાનું મળશે અને સારી રીતે વેકેશન માણ્યાનો આનંદ અનુભવાશે.

સમણ શ્રુતપ્રજ્ઞજી 

રાજકોટ 

2/4/2019