વિશ્વ સંકટના આ દિવસોમાં ઘણું કહેવાઈ રહ્યું છે. સ્પષ્ટ ચિત્ર સામે આવવું મુશ્કેલ છે, તેથી આ વસ્તુ મૌન રહીને જ વધુ સારી રીતે પ્રતિબિંબિત કરી શકીશું. અવાજોની ચતુરાઈથી પ્રભાવિત થયા વગર શાંત ચિત્તે બેસીને વિચારીશું તો કેટલાક સત્યો સામે દેખાઈ શકે છે જે કોરોના સંકટ પર પ્રકાશ પ્રગટાવે છે. તમારામાંથી મોટાભાગના લોકો આ વિચારોથી પહેલેથી જ પરિચિત થઇ ચુક્યા હશે! આ સ્થિતિ આપણને શીખવે છે કે વર્તમાન પરિસ્થિતિમાંથી આપણે શું શીખી શકીએ છીએ. કોરોના પાસે એક અરીસો છે, જે આપણને શીખવે છે કે આપણો આપણી પોતાની સાથેનો સંબંધો કેવા છે ? આ પૃથ્વી સાથેનો આપણો વ્યવહાર કેવો છે? પરસ્પર એકબીજા સાથેનો આપણો નાતો કેવો છે? અને આપણે જીવીએ છીએ તે દેશોની વિશાળ સરહદો સાથેના આપણા સંબંધો કેવા છે?
ચાલો આપણે સત્યના જુદા જુદા પાસાઓને સમજવાની કોશિશ કરીએ. કોરોના વિષે આપ જે કંઈ આજુ બાજુ સાંભળો છો, જુઓ છો, ત્યાં એક બાબત કોમન છે, જેના પર આપણે સહમત થઈએ છીએ, અને તે વાત એ છે : આપણે બધા એક માનવીય કુટુંબ તરીકે, ઇતિહાસમાં પહેલીવાર એક અનન્ય ક્ષણનો સામનો કરી રહ્યા છીએ - આ ઘટના સંકટની તો છે પણ ઊંડાણથી વિચારીશું તો આ સંકટ એક મોટી ભેંટ બનીને આપણી સામે આવી છે. Crisis ( સંકટ ) શબ્દને ચાઈનામાં વેઈજી કહેવાય છે અને તેના બે અર્થ થાય છે. એક અર્થ થાય છે ભયાનક અને બીજો અર્થ થાય છે “વળાંક અથવા પરિવર્તનની ક્ષણ કે તક. કોઈ શંકા નથી કે કોવિડ 19 એ આપણા વિશ્વ માટે એક વેઇજી પળ છે. આમાંથી કંઈક શીખીશું તો આ એક ઉપહાર છે.