જિનવાણી એક છે. એ બધા તત્વોનું નિરૂપણ કરવા વાળી અનાદિ વાણી છે. છતાં એનો એટલો બધો વિસ્તાર થઇ ગયો કે એમાં ઘણી બધી વાતો ભળી ગઈ. ગંગોત્રીનું નિર્મળ જળ એ જ્યાંથી પ્રવાહિત થાય છે ત્યાં એ બહુ જ સાફ અને નિર્મળ હોય છે.પરંતુ વિસ્તાર થતાની સાથે એમાં ઘણી વાતો મળી જાય છે, ભળી જાય છે. આ એક બહુ સ્પષ્ટ સત્ય છે કે સીમામાં રહેનાર જેટલો નિર્મળ રહી શકે છે, વિસ્તાર થયા પછી એમાં એ નિર્મળતા રહેતી નથી. માણસ વિસ્તાર ઈચ્છે છે પણ એ સચ્ચાઈને ભૂલવી ન જોઈએ કે વિસ્તારની સાથે જ વિકૃતિ પણ સાથે ભળી જાય છે. દરેક ધર્મ ગ્રંથોમાં આવું થયું છે અને જૈન ધર્મમા પણ આવું જ બન્યું છે. હવે વિવેક કરવાની જરૂર પડશે. જેથી સત્યને સ્વીકારીને અસત્યને અલગ કરી શકીએ. જે મૂળ છે તેને સ્વીકારીએ અને જે પછીથી જોડાયેલું છે તેનો અસ્વીકાર કરીએ.
જૈન ધર્મનો એક ઐતિહાસિક ગ્રંથ છે – સમણ સૂત્તમ. ભગવાન મહાવીરની પચીસોમી નિર્વાણ શતાબ્દીના અવસરે સમગ્ર જૈન સમાજ દ્વારા માન્ય થયેલો આ ગ્રંથ છે. આજે આ જૈન ધર્મનો સર્વ સંમત ગ્રંથ છે. સમણ સૂત્ર જિન વાણીનો એક સંકલિત ગ્રંથ છે. જૈન ધર્મના બધા જ શાસ્ત્રોનો આ સાર છે. આ ગ્રંથને જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગ્રંથ કહી શકીએ છીએ. આ ગ્રંથમાં ભેળસેળ નથી, ભગવાન મહાવીરની મૂળ વાણીનું સંકલન છે. આ ગ્રંથનું પહેલું પ્રકરણ છે – નમસ્કાર મંત્ર અને બીજું પ્રકરણ છે – મંગળ સૂત્ર. જૈનધર્મમાં માંગલિકનું સર્વાધિક મહત્વ છે. કોઈ પણ કાર્યના પ્રારંભમાં માંગલિક સાંભળવાની આપણે ત્યાં પરંપરા છે. વ્યાપારી નવો ધંધો ચાલુ કરે તો માંગલિક સાંભળે છે. વિદ્યાર્થી પરીક્ષા કે ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે માંગલિક સાંભળે છે. કોઈ યુવાન જયારે લગ્ન કરે ત્યારે માંગલિક સાંભળે છે. કોઈ યાત્રી મુસાફરી કરે ત્યારે માંગલિક સાંભળીને યાત્રા શરુ કરે છે. આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એ મંગળની સાથે કરીએ. મોટા કાર્યક્રમ અને પ્રવચનનો આરંભ પણ મંગળગીતથી કે મંગળ પાઠથી કરીએ છીએ. આવું એટલા માટે કરીએ છીએ કે દરેક વ્યક્તિ સફળતા ઈચ્છે છે અને નિષ્ફળતાથી બધાય ગભરાય છે. કોઈ પણ કાર્યમાં સફળતા ત્યારે મળે છે કે એમાં બાધા ઉભી ન થાય. કોઈ પણ કામ શરૂ કરતા પહેલા મનુષ્ય એ જ વિચારે છે કે આ કાર્ય નિર્વિઘ્ન રીતે સફળ થાય. માંગલિક સાંભળવાનો આ એક હેતુ છે.
આજે અહીં આપણે માંગલિકના સ્વરૂપ અને મહિમાને સમજીએ. ઘણી બધી વસ્તુઓ મંગળ તરીકે પ્રસિદ્ધ છે. નારિયેળ, દીપક, જળ, દૂધ,ગોળ, દહીં, ઘી – આવી અનેક વસ્તુઓને મંગળ માનીએ છીએ. આ બધાને મંગળ કેમ માનીએ છીએ? એ જ પદાર્થને મંગળ માનીએ છીએ જે પદાર્થ આપણને પ્રભાવિત કરે છે. આપણી વિચારધારાને અને ભાવધારાને અસર કરે. આ બધાનું વૈજ્ઞાનિક કારણ શોધીએ તો કહી શકાય કે દરેક પદાર્થ રશ્મિમય હોય છે. દરેક પદાર્થમાંથી કિરણો નીકળે છે. કોઈ પદાર્થ એવો નથી જે કિરણો ન છોડતો હોય. સચેતનમાંથી પણ કિરણો નીકળે છે અને કોઈ પણ જડ પદાર્થોમાંથી પણ એ નીકળે છે. આ જ સિદ્ધાંતના આધારે ફોટોગ્રાફીની શોધ થઇ. કિરણો વસ્તુ કે વ્યક્તિના આકાર પ્રમાણે નીકળે છે અને ચારેય બાજુ ફેલાઈ જાય છે. એટલા માટે જ ટેલિવિઝનમાં હજારો માઈલ દૂરનું દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ. એક એ પણ શોધ થઇ છે કે માણસ તો ઉભો થઈને ચાલ્યો જાય પણ ત્યાર પછી પણ એક બે કલાક સુધી એની અસર ત્યાં દેખાય છે. આપણે સ્થૂળ વસ્તુઓના પ્રભાવને જાણીએ છીએ એટલે સ્થૂળ પદાર્થોને મંગળ માનીએ છીએ. પદાર્થ એટલે મંગળ છે કે એ કિરણો છોડે છે અને આપણને પ્રભાવિત કરે છે.
પદાર્થનું બીજું લક્ષણ છે – ચયાપચય. દરેક ક્ષણે ચય અને અપચય થાય છે. કંઈક નીકળે છે અને કંઈક જોડાય છે. સૂક્ષ્મ દુનિયામાં આ ક્રમ તેજ ગતિએ ચાલે છે. આપણા આ શરીરમાંથી દરેક ક્ષણે અનેક પરમાણુઓ નીકળી રહ્યા છે અને અનેક પરમાણુઓ આવી રહ્યા છે. ચામડી બહારની સ્થૂળ વસ્તુઓને ભીતર પ્રવેશવા ન દે પણ સૂક્ષ્મ પરમાણુ તો ચામડીને ભેદીને આવ-જાવ કરી શકે છે. ભીંત અને દિવાલ સ્થૂળ પદાર્થોને રોકી શકે પણ સૂક્ષ્મ અસંખ્ય પરમાણુઓ નિરંતર એમાંથી આવ-જાવ કરી રહ્યા છે. આ બે ગુણોના કારણે પદાર્થોને મંગળ માનીએ છીએ. દરેક પદાર્થ મંગળ નથી બની શકતા, કેમકે અનેક પદાર્થોમાંથી ખરાબ પરમાણુઓ પણ નીકળે છે. જેમાં શુભ પરમાણુઓ નીકળે છે એ પદાર્થ મંગળ છે. એ પણ વાસ્તવિક મંગળ નથી, માત્ર દ્રવ્ય મંગળ છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ મંગળની પરિભાષા અલગ છે. એ પરિભાષા એ છે કે જે વાસ્તવમાં અનિષ્ટને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે અને દરેક કાળમાં, દરેક દેશમાં અને દરેક જીવ માટે અનિષ્ઠ દૂર કરી શકે, એ જ સાચા અર્થમાં મંગળ છે.
મહાવીરને થયાને અઢી હજાર વર્ષ પહેલા એટલે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા ચીનમાં લાઓત્સુ દ્વારા એક કહેવત પ્રસિદ્ધ હતી કે ‘ જે શ્રેષ્ઠ ચિકિત્સક છે એ બીમારી પ્રગટ થાય એ પહેલા જ એને ઠીક કરી દે છે અને જે સામાન્ય ચિકિત્સક હોય છે એ છે જે રોગના મૂળને દૂર કર્યા વગર, બીમારી આવ્યા પછી એના પર કંટ્રોલ કરવાની કોશિશ કરે છે.’ એ સમયે ચિકિત્સકને બીમારી ઠીક કરવા માટે કોઈ ફી આપવામાં નહોતી આવતી. રિવાજ ઠીક ઉલટો હતો, ચિકિત્સકને એ માટે પૈસા આપવામાં આવતા કે એ કોઈને બીમાર ન પડવા દે અને કદાચ કોઈ બીમાર પડી જતું તો ચિકિત્સકે પોતે રોગીને પૈસા આપવા પડતા હતા અને રોગીનો ઈલાજ પણ કરવો પડતો. આવી પદ્ધતિનું નામ હતું એક્યુપંક્ચર. આ પ્રકારની ચિકિત્સા પદ્ધતિને વૈજ્ઞાનિક સમર્થન મળવાનું શરુ થઇ ચૂક્યું છે.
આ પદ્ધતિ માને છે કે શરીરમાં માત્ર ખૂન અને વિદ્યુત જ નથી વહેતી, પ્રાણ પ્રવાહ પણ વહે છે. એ પ્રાણ પ્રવાહમાં છ મહિના પહેલા જાણી શકાય છે કે શરીરમાં કંઈક ગડબડ થવાની છે. આ પ્રાણ શરીરમાં પહેલા બીજ રૂપે વસ્તુ જન્મ લે છે પછી એ વિરાટ વૃક્ષ બની ભૌતિક શરીરમાં ફેલાઈ જાય છે. ચાહે શુભને જન્મ આપવો હોય કે અશુભને પહેલા પ્રાણ શરીરમાં બીજને રોપવું પડે છે. આ મંગલ પાઠ છે કે અરિહંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે અને ધર્મ મંગળ છે એ ભાવ પ્રાણ શરીરમાં બીજ રોપવાની વિધિ છે. કેમકે જે મંગળ છે તેની કામના કરવી સ્વાભાવિક છે. આપણે એ જ ઇચ્છીએ છીએ જે મંગળ છે, અમંગળ કોઈ શું કામ ઈચ્છે ? આમાં તો ઈચ્છાની પણ વાત નથી, માત્ર એક ભાવ છે કે અરિહંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે અને કેવલિ કે જેમને સ્વયંને જાણ્યા અને પામ્યા એમના દ્વારા પ્રસ્થાપિત ધર્મ મંગળ છે.
મનનો નિયમ છે કે જે પણ મંગળ છે એનો ભાવ ગહન થઇ જાય તો તેની આકાંક્ષા શરુ થઇ જાય છે. આકાંક્ષાને ઉભી નથી કરવી પડતી, માત્ર મંગળની ધારણા પેદા કરવી પડે છે. ધારણા જેવી ગહન થાય છે ત્યારે ચેતનાનું રૂપાંતરણ થાય છે. માત્ર પોતાની જ ચેતનાનું નહિ, આજુ બાજુની ચેતનાનું પણ પરિવર્તન થવા લાગે છે. આપણે પોતાની જ નહિ, આજુ બાજુની ધારણાઓથી પણ પ્રભાવિત થઈએ છીએ. એટલે મહાવીરે કહ્યું છે – અજ્ઞાનીથી દૂર રહેવું મંગળ છે અને જ્ઞાનીની નજીક રહેવું મંગળ છે. સત્સંગનો આ જ અર્થ છે જ્યાં શુભ છે તેની નજીક રહેવું. શુભની કામના કરવી શુભ થવા માટે જરૂરી છે. આજે જગતમાં ખરાબ વધુ થઇ રહ્યું છે કારણકે આપણે શુભની કામના જ નથી કરતા. મહાવીર પોતાના સાધુઓને કહેતા રહેતા કે શુભની કામનામાં ડૂબ્યા રહો અને તેની શરૂઆત એનાથી કરો કે જે શુભની ઊંચાઈ છે. અરિહંત,સિદ્ધ,સાધુ અને ધર્મ આ ચાર એ શુભનું ઊંચામાં ઊંચું શિખર છે. કેવલી પન્નતો ધમ્મો મંગલમ – જેમને શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે એમને જે કહ્યું તે મંગલ છે. એમ નથી કહ્યું કે મહાવીર મંગલમ, જૈન મંગલમ, હિન્દૂ મંગલમ – આ બધામાં સીમા છે. અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ આ અસીમ અને અનંત છે. આ મંગળની ધારણા પ્રાણોમાં ફીટ થઇ જાય તો અમંગળ થવાનું બંધ થઇ જાય છે. જે માંગીએ છીએ એ મળી જાય છે.
મંગળની કામના અને ભાવના તો દરેક જીવ માત્ર પ્રત્યે કરવી જોઈએ પણ આપણે એટલા કમજોર અને વિકૃત છીએ કે સામાન્ય માણસ પ્રત્યે તો મંગલ અને શુભની ભાવના કરવી અઘરી લાગે છે. એટલિસ્ટ જે ચૈતન્યના પરમ શિખર પર છે એવા શુદ્ધ પરમાત્મા પ્રત્યે તો મંગળની ભાવના ભાવી શકાય ને ! દુશ્મન મંગળ છે, શત્રુ મંગળ છે એ કહેવું તો આપણા માટે અઘરું છે. એટલે જે શ્રેષ્ઠ છે એના પ્રત્યે પહેલા મંગળની કામના કરો. પ્રશ્ન થાય કે આવું મંગળ શું હોય શકે? આત્મા અને ધર્મ આવાં મંગળ છે. માંગલિકમાં આ બંનેનો સમાવેશ થાય છે. અરિહંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે અને ત્રિકાળ જ્ઞાનીઓએ બતાવેલો ધર્મ મંગળ છે. કેમ કે અરિહંત એ આત્મા છે, સિદ્ધ એ પણ આત્મા છે અને સાધુ એ પણ આત્મા છે અને ધર્મ જે આત્મા સુધી પહોંચાડે છે એ ધર્મ પણ મંગળ છે. આત્માના ત્રણ ગુણ છે – અનંત ચૈતન્ય ( જ્ઞાન અને દર્શન), અનંત આનંદ ( ચારિત્ર ) અને અનંત શક્તિ ( વીર્ય ). આનો વિસ્તાર કરીએ તો સિદ્ધ અને સાધુ બેય મંગળ છે. સિદ્ધ એ આત્મા છે જે સાધના કરતા કરતા સિદ્ધ થઇ ગયા અને સાધુ એ આત્મા છે જે સિદ્ધ થવા સાધના માર્ગમાં લીન છે. સાધુ પ્રારંભ છે, સિદ્ધ તેનું પરિણામ છે. આમાં અરિહંત એ સિદ્ધમાં આવી જાય છે અને આચાર્ય અને ઉપાધ્યાય એ સાધુમાં આવી જાય છે. ટૂંકમાં પાંચેય પરમેષ્ઠિ મઁગળ છે અને એ પાંચ પવિત્ર આત્મા સુધી પહોંચાડનાર ધર્મ છે એટલે ધર્મ પણ મંગળ છે.
દરેક ધર્મ દર્શનોમાં પુણ્ય અને પાપની સમજણ આપવામાં આવી છે. જૈન દર્શનમાં આપણે અઢાર પાપની ચર્ચા ગયા. એ અઢાર પાપોના ફરી નામ જોઈ જઈએ – પ્રાણાતિપાત – એટલે જીવોની હિંસા કરવી, મૃષાવાદ એટલે જૂઠ બોલવું,અદત્તાદાન એટલે ચોરી કરવી,મૈથુન એટલે પર સ્ત્રી સાથે શારીરિક સંબંધ રાખવો,પરિગ્રહ એટલે વણ જોઈતું સંગ્રહવું,ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ,અભ્યાખ્યાન એટલે કોઈના પર ખોટો આરોપ લગાવવો,પૈશુન્ય એટલે ચુગલી ખાવી,પર -પરિવાદ એટલે કોઈના દોષો જોવા અને એની ચર્ચા કરવી,રતિ – અરતિ એટલે કે સંસારમાં પ્રીતિ અને ધર્મમાં અરુચિ,માયા મૃષા એટલે કે કપટ પૂર્વક ખોટું બોલવું, મિથ્યા દર્શન શલ્ય એટલે સાચાને ખોટું અને ખોટાને સાચું સિદ્ધ કરવું.
એક શબ્દમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જેટલા પણ નેગેટિવ ભાવ છે એ પાપ છે અને જેટલા પણ પોઝેટીવ ભાવ છે એ પુણ્ય છે. જૈન દર્શનમાં પુણ્યના પણ નવ પ્રકાર આવે છે – અન્ન પુણ્ય, પાણી પુણ્ય, લયન પુણ્ય, શયન પુણ્ય,વસ્ત્ર પુણ્ય, મન પુણ્ય, વચન પુણ્ય,કાય પુણ્ય,અને નમસ્કાર પુણ્ય. આમ તો આ નવેય પુણ્ય સંયમી અને પાંચ મહાવ્રતધારી સાધુ માટે કરવાના હોય છે. પરંતુ લૌકિક અર્થમાં પણ એનો મહિમા છે. કોઈ પણ જીવને ખવડાવું,પાણી પીવડાવું,રહેવા માટે સ્થાન આપવું,સુવા માટેની વ્યવસ્થા કરી આપવી,વસ્ત્રો આપવા,મનમાં સારા ભાવ રાખવા, સારી વાણી ઉચ્ચારવી,શરીરથી કોઈને સહારો આપવો – આ બધા જ પોઝેટીવ ભાવો અને કાર્યો તે પુણ્ય છે.
દરેક ધર્મમાં આ પુણ્ય પાપની ચર્ચા છે. કુરાનમાં કહ્યું છે કે ‘ કયામતના દિવસે દરેકે વ્યક્તિગત પુણ્ય પાપનો હિસાબ આપવાનો હોય છે. હિન્દૂ પરંપરામાં દસ પુણ્ય અને દસ પાપની ચર્ચા કરવામાં આવી છે. દસ પુણ્ય ક્રમે કરીને આ પ્રમાણે છે – 1. ધૃતિ – દરેક પરિસ્થિતમાં ધૈર્ય ધારણ કરવું, કોઈ કાર્યમાં ઉતાવળ ન કરાવી અને પ્રતિકૂળતામાં ઉશ્કેરાટ ન કરવો,વિચલિત ન થવું. 2. ક્ષમા – માફ કરવામાં સામર્થ્યવાન હોવું, બદલો લેવાની વૃત્તિ ન રાખવી.
3. દમ – ઉદંડતા ન રાખવી, 4. અસ્તેય – બીજાની વસ્તુ લેવાનો વિચાર ન કરવો, 5. શૌચ – આહાર,શરીર અને મનની શુદ્ધિ રાખવી, પવિત્રતા જાળવવી, 6.ઇન્દ્રિય નિગ્રહ – ઇન્દ્રિઓને વિષયોમાં લુપ્ત ન થવા દેવું,7. ઘી – બુદ્ધિનો સદુપયોગ કરવો, 8. સમ્યક જ્ઞાન – ચાર પુરુષાર્થ – ધર્મ, અર્થ,કામ અને મોક્ષનું સમ્યક જ્ઞાન હોવું, 9.સત્ય – સત્ય કહેવાનું સામર્થ્ય જેમાં વ્યક્તિગત રીતે કોઈનું દિલ ન દુભાય,10. અક્રોધ – ક્ષમા કર્યા પછી પણ કોઈ અપમાન કરે તો ક્રોધ ન કરવો.
જેમ આ દસ પુણ્ય છે તેમ દસ પાપ પણ બતાવ્યા છે –
1. બીજાનું ધન હડપવાની ઇચ્છા – કોઈ પણ ભોગે જે ધન પોતાના હક્કનું નથી એના ઉપર મયાચારી આચરી પોતાનું કરવાની કોશિશ કરવી. આ પાપ આજે સીમા વટાવી ચૂક્યું છે.બીજાનું પડાવી પાડવામાં માણસ પોતાની જાતને હોશિયાર મને છે. પૈસા ઉધાર લઈને આપવાની દાનત ન હોવી, બ્લેક મેઈલ કરી પાસેથી અણહક્કનું પડાવી લેવું, હમણા જ નોટ બંધી વખતે બેંકના અધિકારીઓએ કેટલા ગોટાળા કર્યા એ ઘણાએ પોતાની આંખોથી જોયું છે. આવા વખતે કેટલાય લોકોએ કમિશનનો ધંધો ચાલુ કરી દીધો હતો. આ ભયંકર પાપ છે. આ પાપનું પરિણામ વ્યાજ સાથે ભોગવવું જ પડે છે. કુદરત બાઈમાનીનું ફળ આપે જ છે. સમજદાર માણસ હંમેશા પ્રામાણિકતાથી જીવવાની કોશિશ કરે. એક ડોક્ટર દર્દી સાથે લાલચમાં આવીને ખોટી દાવાપ લખી આપે કે રોગ ન હોય છતાં પૈસાના મોહમાં એના શરીર સાથે ખોટા ચાડા કરવા એ ધનની અપ્રમાણિક લાલસા જ છે. એક વ્યાપારી માલમાં ભેળસેળ કરે એ પણ ધનની લાલસા જ છે. એક સ્કૂલ અનાપ સનાપ ફી ઉઘરાવી વિદ્યાર્થી અને વાલી સાથે બેઈમાની કરે એ પણ પાપ છે. આજે બધા જ ક્ષેત્રમાં ધન પામવા માટે માણસ ગમે તેટલી નીચલી કક્ષાએ જવા તૈયાર થઇ જાય છે.
2. નિષિદ્ધ કર્મ કરવાં – જેમ કે વ્યભિચાર આચરવો, માંસાહાર કરવો,લૂંટફાટ કરવી, સમાજમાં અરાજકતા ફેલાવવી આ બધા નિષિદ્ધ કર્મો છે અને એ પાપ છે.જે કર્મો સમાજ અને વ્યક્તિની આત્મા માટે ઘાતક છે એ બધા જ કર્મો નિષિદ્ધ કર્મો છે.
3. શરીરને જ સર્વસ્વ માનવું – શરીરનો અતિ મોહ અનેક પાપો કરાવે છે. શરીરના મોહમાં સમાજ અને આત્માનું જે પરમ કર્તવ્ય છે તેને ભૂલી જવું. માત્ર ખાવા- પીવા અને મોજ મજા કરવી એ જ જીવનનું લક્ષ્ય મણિ લેવું એ અજ્ઞાન છે અને પાપ છે.
4. કઠોર વચન બોલવું – જેમ ફાવે તેમ બોલવું અને બોલીને લોકોને હર્ટ કરવા એ પણ પાપ છે. માણસે બોલવામાં વિવેક રાખવો જોઈએ. જે બોલીને બગાડે છે એનો કોઈ સાથ આપતું નથી. મિત અને મૃદુ ભાષી બનવું જરૂરી છે.
5.ખોટું બોલવું – પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા નાની નાની વાતમાં ખોટું બોલવું.ઘણી વાર કારણ વગર માત્ર આદતવશ ખોટું બોલવું એ પણ પાપ છે.
6. નિંદા કરવી – કોઈની ખોટી તો નહિ સાચી વાત પણ ઉઘાડી ન પાડવી જોઈએ. ઘણા લોકોની આ એક મોટી બીમારી હોય છે. બીજાની વાતો આડી અવળી કહ્યા વિના રહી શકતા નથી.
7. અકારણ બોલવું – કારણ વગર બોલવાની શી જરૂર હોઈ શકે? ઘણા અકારણ ઘણું બોલતા હોય છે. આવા લોકના શબ્દોની કોઈ કિંમત કરતુ નથી. એક શબ્દની કિંમત હજાર રૂપિયા છે એમ સમજીને જો બોલીશું તો ઘણા વ્યર્થના શબ્દો નીકળતા બંધ થઇ જશે.
8. ચોરી કરવી – ચોરી ન કરવી એ પુણ્ય છે, એટલે ચોરી કરવી એ પાપ જ કહેવાય !
9.તન – મન અને કર્મથી કોઈને પરેશાન કરવા – ઘણા લોકોને બીજાને તકલીફ આપવામાં એક સસ્તો આનંદ મળતો હોય છે. જે લોકોને પોતાના આનંદનો માર્ગ નથી મળ્યો એ પછી બીજાનો આનંદ લૂંટવામાં પોતે પોતાને સુખી માનતા હોય છે.
10. પર સ્ત્રી સાથે કે પર પુરુષ સાથે સંબંધો રાખવા – આ તો આજે સાવ કોમન થઇ ગયું છે. આ પાપ કોણ નહિ કરતુ હોય એ શોધનો વિષય છે.આડા સંબંધોનું તો પૂર આવ્યું છે.વાતાવરણ અને મીડિયાએ આપણા મનને રાક્ષસી બનાવામાં મોટો ભાગ ભજવ્યો છે.પોતાના સંબંધો પ્રત્યે વફાદાર ન રહેવું એ બહુ મોટું પાપ છે.
આ આખી ચર્ચાનો ઉપસંહાર કરીએ તો વેદવ્યાસે પુરાણોમાં સરસ વાત કરી છે. કહ્યું છે – અષ્ટા દસ પુરાણેષુ, વ્યાસસ્ય વચનં દ્વાયમ, પરોપકારાય પુન્યાય, પાપાય પરપીડનમ – પરોપકાર કરવો એ પુણ્ય છે અને બીજાને પીડા પહોંચાડવી એ પાપ છે. મહાવીર સ્વામી કહે છે જાગૃતિ પૂર્વક જે કરો તે પુણ્ય છે અને બેહોશીમાં જે કરો તે પાપ છે. તત્વાર્થ સૂત્રમાં લખ્યું છે – શુભસ્ય પુણ્યમ અને અશુભસ્ય પાપઃ – જે શુભ છે તે બધું પુણ્ય છે અને અશુભ છે તે બધું પાપ છે. ગીતા કહે છે – આસૂરી શક્તિઓ પાપ છે અને દૈવી સંપત્તિ એ પુણ્ય છે. પૂર્વ શુભ સંસ્કારો ઉપરાંત સત્સંગ દ્વારા, સારા મિત્રોની સોબત દ્વારા,પવિત્ર પુરુષોના સાનિધ્યમાં રહીને માણસ પુણ્યની પ્રેરણા મેળવી શકે છે અને પાપથી બચી શકે છે.
માંગલિક સાંભળવું જૈન પરંપરામાં સૌથી વધુ પ્રસિદ્દ છે. દરેક શુભ કાર્યમાં માંગલિક સાંભળવું એ દરેક શ્રાવકોની શ્રદ્ધાનો વિષય છે. ચાર મંગળ છે – અર્હત, સિદ્ધ, સાધુ અને ધર્મ. નમસ્કાર મંત્રમાં જ્યાં પાંચ પરમેષ્ઠિ મંગળ છે – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, તેમ માંગલિકના પાઠમાં ચાર મંગળ છે. આ માંગલિકમાં ત્રણ મંગળ એ જ છે જે નમસ્કાર મંત્રમાં છે – અરિહંત, સિદ્ધ અને સાધુ. માંગલિકમાં એક ધર્મને વધારે મંગળ તરીકે મૂક્યું છે. વાસ્તવિક દ્રષ્ટિએ જૂઓ તો એક ધર્મ જ મંગળ છે. કેમકે અરિહંત એ પણ ધર્મ જ છે, સિદ્ધ અને સાધુ એ પણ ધર્મ જ છે. એટલે ધર્મ એ જ મંગળ છે. જૈન આગમ ગ્રંથમાંનો એક આગમ ગ્રંથ છે – દશવૈકાલિક સૂત્ર. એની પહેલી જ ગાથામાં કહ્યું છે –
ધમ્મો મંગલમુક્કીઠમ, અહિંસા સંજમો તઓ,
દેવાવિતમ નમન સંતિ, જસ્સ ધમ્મે સયામણો.
એટલે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિંસા, સંયમ અને તપ તેના લક્ષણો છે. આવા ધર્મમાં જેનું મન સદા ઓતઃ પ્રોત હોય છે, એવા મનુષ્યને દેવતા પણ નમસ્કાર કરે છે. અહીં ધર્મને મંગળ ઘોષિત કર્યું છે અને આવા ધર્મને જે પામી ચૂક્યા છે એવા દિવ્ય આત્માઓ પણ મંગળ છે. એટલે પહેલા દિવ્ય આત્માઓ પ્રત્યે મંગળનો ભાવ કરો. આપણે એટલા કમજોર અને વિકૃત છીએ કે સામાન્ય માણસ પ્રત્યે મંગલ અને શુભની ભાવના કરી શકતા નથી. આપણો અહંકાર આડે આવે છે. એટલે એટલિસ્ટ જે ચૈતન્યના પરમ શિખર પર છે એવા શુદ્ધ પરમાત્મા પ્રત્યે તો મંગળની ભાવના ભાવી શકાય ને ! દુશ્મન મંગળ છે, શત્રુ મંગળ છે એ કહેવું તો અઘરું છે. એટલે જે શ્રેષ્ઠ છે એના પ્રત્યે તો મંગળની કામના કરો. આ ચારેય મંગળ છે એ માંગલિકના પહેલા ચરણમાં સમજાવ્યું અને હવે બીજા ચરણમાં કહે છે કે આ ચારેય મંગળ છે એટલું જ નહિ, આ ચારેય લોકમાં ઉત્તમ પણ છે. માંગલિકના બીજા ચરણમાં કહ્યું છે –
અરિહંતા લોગુત્તમા,
સિદ્ધા લોગુત્તમા
સાહૂ લોગુત્તમા
કેવલિ પન્નત્તો ધમ્મો લોગુત્તમા
અરિહંત લોકમાં ઉત્તમ છે, સિદ્ધ લોકમાં ઉત્તમ છે, સાધુ લોકમાં ઉત્તમ છે અને કેવલી પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે. અહીં લોકનો અર્થ છે – આ સમસ્ત સૃષ્ટિ કે સંસાર. અહીં એક પ્રશ્ન થઇ શકે કે મંગળ કહ્યા પછી ઉત્તમ કહેવાનું શું કારણ હશે? આ કહેવા પાછળ મોટું મનોવિજ્ઞાન છે. આમાં આપણા મનની દશાનું દર્શન છે. એક જ્ઞાની અજ્ઞાનીનાં મનને જાણે છે અને ઓળખે છે. કેમકે ઘણી વાર મંગળ કહ્યા પછી પણ આપણે જે ઉત્તમ નથી એને પણ મંગળ માની લઈએ છીએ. એટલે માત્ર મંગળ હોવું એટલું જ પર્યાપ્ત નથી. એ ઉત્તમ પણ હોવું જોઈએ. એટલે અરિહંત મંગળ છે એટલું જ સત્ય નથી, અરિહંત ઉત્તમ પણ છે, સિદ્ધ ઉત્તમ પણ છે, સાધુ ઉત્તમ પણ છે, અને કેવલિ પ્રરૂપિત ધર્મ ઉત્તમ પણ છે. મંગલ કહ્યા પછી ઉત્તમ કહેવાની શું જરૂર હતી? એનું પણ કારણ છે અને એ કારણ આપણી અંદર છે. આ બધા સૂત્રો આપણા મન પર આધારિત છે. જે ઉત્તમ નથી એને પણ મંગળ માની શકીએ છીએ. આ મંગલ એ ઉત્તમ છે કેમકે આ મંગલ એ શિખર છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, થવા યોગ્ય છે. ભૌતિકવાદ કહે છે આત્મા, બાત્મા કંઈ છે જ નહિ. શરીર જ સર્વસ્વ છે, પદાર્થ જ બધું છે. પદાર્થ જ બધું હોય તો આત્માની યાત્રા કેવી રીતે કરશો?
કેવલિ પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે. શાસ્ત્ર પ્રરૂપિત ધર્મ ઉત્તમ છે એવું મહાવીરે નથી કહ્યું. દરેક ધર્મો કહે છે – વેદમાં પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે, બાઇબલને માનવા વાળા કહે છે – બાઇબલમાં લખ્યું છે એ જ ધર્મ મંગળ છે, કુરાનને માનનારા કહે છે – કુરાનમાં જે લખ્યું છે એ જ ઉત્તમ છે.ગીતાને માનનારા કહે છે કે ગીતામાં લખ્યું છે એ જ ધર્મ ઉત્તમ છે. મહાવીર આવું નથી કહેતા. એ કહે છે – આત્મ જ્ઞાનની ક્ષણોમાં જે જ્ઞાન પ્રગટ થાય છે એવો ધર્મ મંગળ છે. આ ધર્મ જીવંત છે. કેવલીએ જે કહ્યું છે એ શાસ્ત્રોમાં લખ્યું એ ધર્મ મંગળ નથી. મહાવીરે કંઈ લખ્યું નથી, લખાવ્યું નથી. એમના પછી ઘણા વર્ષે આ બધું લખાયું. એ લખાયેલું જે છે એ મંગળ નથી. કેમકે લખાયેલું બધું પ્રામાણિક નથી. એક ઐતિહાસિક ગ્રંથ છે – સમણ સૂત્તમ. ભગવાન મહાવીરની પચીસૌમી નિર્વાણ શતાબ્દીના અવસરે સમગ્ર જૈન સમાજ દ્વારા માન્ય થયેલો આ ગ્રંથ છે. આજે આ જૈન ધર્મનો સર્વ સંમત ગ્રંથ છે. જિનવાણી એક છે. એ બધા તત્વોનું નિરૂપણ કરવા વાળી અનાદિ વાણી છે. છતાં એનો એટલો બધો વિસ્તાર થઇ ગયો કે એમાં ઘણી બધી વાતો ભળી ગઈ. ગંગોત્રીનું નિર્મળ જળ એ જ્યાંથી પ્રવાહિત થાય છે ત્યાં એ બહુજ સાફ અને નિર્મળ હોય છે.પરંતુ વિસ્તાર થતાની સાથે એમાં ઘણી વાતો મળી જાય છે. આ એક બહુ સ્પષ્ટ સત્ય છે કે સીમામાં રહેનાર જેટલો નિર્મળ રહી શકે છે, વિસ્તાર થયા પછી એમાં એ નિર્મળતા રહેતી નથી. માણસ વિસ્તાર ઈચ્છે છે પણ એ સચ્ચાઈને ન ભૂલવી જોઈએ કે વિસ્તારની સાથે જ વિકૃતિ પણ સાથે ભળી જાય છે. દરેક ધર્મ ગ્રંથોમાં આવું થયું છે અને જૈન ધર્મમા પણ આવું જ બન્યું છે. હવે વિવેક કરવાની જરૂર પડશે. જેથી સત્યને સ્વીકારીને અસત્યને અલગ કરી શકીએ. જે મૂળ છે તેને સ્વીકારીએ અને જે પછીથી જોડાયેલું છે તેનો અસ્વીકાર કરીએ.
ઉત્તમ છે એને પ્રાપ્ત કરવા માટે મૂલ્ય ચૂકવવું પડશે. આ ઉત્તમ છે એને પામવા માટે પોતાની જાતને અને જાતના અહંકારને છોડાવો પડશે.
આપણા માટે કોણ ઉત્તમકોણ છે? ચોકમાં જેના પૂતળા બને એ ઉત્તમ છે. એ તો કબૂતરો માટે બને છે. માણસો જૂએ એના કરતા એનાથી કબૂતરોને વધુ લાભ થાય છે. છાપામાં પહેલા પાને જેના ફોટા આવે એ ઉત્તમ છે? એના પર તો કેરીના છૂંદા અને અથાણાં ખવાતા હોય છે. જે ફોટો પહેલા પાને આવ્યો હોય અને માણસને હરખ થયો હોય કે ઓહો મારો ફોટો, દુનિયાએ મારી નોંધ લીધી એવો અહંકાર અંદર આંટા મારતો હોય એ અહંકાર અને એ ફોટો ત્રણ દિવસ પછી કોઈ પણ ખમણની દુકાને પડીકામાં પેક થયેલો જોવા મળશે, એ ચોવીસ કલાકમાં તો પસ્તી થઇ જાય છે.આ ઉત્તમ છે? ફિલ્મના હિરાઓ ઉત્તમ છે? ઉત્તમ કોણ એને સમજાવા માટે એક બનેલી ઘટના પાર વિચારીએ.
નીરજા નામની ફિલ્મ આવેલી. એક જુવાન સ્ત્રી જેને હજુ જિંદગીના કોયડા ઉકેલવાના બાકી છે. જીવન સંઘર્ષમય છે, લગ્ન જીવનમાં ભંગાણ થયેલ છે. છૂટાછેડા લીધેલ છે. પોતાની જિંદગી સેટ કરવાની કોશિશ કરે છે. પ્લેનમાં એરહોસ્ટ તરીકે નોકરી કરે છે. પાન એરલાઇનમ એરહોસ્ટ તરીકે જાય છે. લીબિયાના ત્રાસવાદીઓ એના પર હુમલો કરે છે. પહેલી વખત નીરજાને તક છે ઉતરી જવાની અને બચી જવાની, કારણકે એરહોસ્ટ તરીકે દરવાજાની બાજુમાં જ ઉભી છે. પણ એ પહેલાં પાયલોટને સૂચના આપીને ભગાડે છે, જેથી પ્લેન ઉડે નહિ અને યાત્રીઓ બચી જાય. પ્લેન ઉડે તો એ ક્યાં લઇ જાય અને શું થાય એ ખબર નથી. આઠ કલાકમાં એકતાલીસ પાસપોર્ટ ભેગા કરે છે વિદેશીઓના જેને આ લોકો વીણી વીણીને મારવાના છે. એ પાસપોર્ટ ભેગા કરે છે પોતાની જાનના જોખમે કે જેથી ખબર ન પડે કે કોણ ક્યાં દેશનો છે? આ નીરજા કોઈ ટ્રેઈન્ડ સોલ્જર નથી, કે નથી કોઈ પોલીસ ખાતાની અધિકારી, તમારી અને મારી જેમ એરહોસ્ટેસ એટલે એક નોર્મલ કેરિયર છે. આ બાવીસ વર્ષની એક છોકરી પોતાના પ્રેઝન્સ ઓફ માઈન્ડથી પરિસ્થિતિથી હારી જવાના બદલે, પરિસ્થિતિને ટેકલ કરવાની ટ્રાય કરે છે. આઠ કલાકની મહેનતના અંતે, ઇમર્જન્સી થાય છે અને એ દરવાજો ખોલે છે. સ્ત્રી તરીકે બચવાનો અને પ્લેનમાંથી ઉતરવાનો પહેલો ચાન્સ એનો છે અને એ દરવાજા પાસે જ ઉભી હોય છે. છતાંય તમામ પ્રવાસીઓને બહાર કાઢવાની કોશિશ કરે છે અને છેલ્લે નીકળવા જાય છે અને ગોળી વાગે છે ને મારી જાય છે. આપણા માટે આવી ઉમદા વ્યક્તિ ઉત્તમ છે અને હિરો છે. તમારાથી થઇ શકે એટલું, તમારી જાતના ભોગે, તમારી આસપાસની દુનિયામાં વધુ સારું કરવાની કોશિશ કરે એનું નામ હિરો અને એ ઉત્તમ અને આદર્શ છે.એક જ વ્યક્તિ એવી છે આખી પૃથ્વી ઉપર કે જેને ભારતનો, પાકિસ્તાનનો અને અમેરિકાનો – ત્રણેય દેશનો બ્રેવરી એવોર્ડ મડ્યો છે. આ આપણે કરવાનું છે. એના માટે કોઈ ટ્રેનિંગની જરૂર નથી, એ માટે માત્ર આત્મ વિશ્વાસની જરૂર છે.
કૃષ્ણે ગીતમાં કહ્યું છે – અર્જુન તું બધા ધર્મોને છોડીને એક મારી શરણમાં આવી જા. આ ઉપરથી જોતા લાગશે કે અહંકારપૂર્ણ ઘોષણા છે. પરંતુ એવું નથી. હંમેશા શા માટે અને કંઈ પરિસ્થિતિમાં બોલાઈ રહ્યું છે એનો સંદર્ભ જોવો જોઈએ. કૃષ્ણ જે યુગમાં બોલી રહ્યા હતા એ પૂર્ણ નિર્દોષ શ્રદ્ધાનો યુગ હતો. એ સમયે કોઈને એવું નહીં લાગ્યું કે કૃષ્ણ કેવી અહંકારની વાત કરે છે. અર્જુને પ્રશ્ન પણ ન ઉઠાવ્યો. મહાવીર અને બુદ્ધના સમયમાં લોકોની ચિત્ત દશા વક્ર અને જડ થઇ ચૂકી હતી. મામેકં શરણમ વ્રજ કહ્યું પણ બુદ્ધ અને મહાવીરે આવું નહિ કહ્યું. સાધકની તરફથી આ સૂત્ર છે – અરિહંતની શરણ સ્વીકાર કરું છું. આ બે જ છોર છે શરણાગતિના. સિદ્ધ કહે છે – આવી જાઓ મારી શરણમાં અને સાધક કહે છે – હું આપની શરણમાં આવું છું.બુદ્ધમ, સંઘમ, ધમ્મ્મમ શરણમ ગચ્છામિ – હું શરણ જાઉં છું – પહેલું ચરણ છે. શરણ સ્વીકાર કરું છું એ યાત્રાનો અંત છે. અંતિમ કદમ છે. મહાવીરનું સૂત્ર છે – અરિહંતનું શરણ સ્વીકાર કરું છું. એટલે કે હું નક્કી કરી ચૂક્યો છું કે હું આપની શરણ સ્વીકાર કરું છું. હિન્દુ અને જૈન વિચારમાં મૌલિક ભેદ આ જ છે. એકમાં સિદ્ધ કહે છે બીજામાં સાધક કહે છે. મહાવીર કહે કે મારી શરણમાં આવી જાઓ તો લોકોને અહંકાર દેખાશે.બુદ્ધિ અને તર્ક શરણ જવાના વિરોધમાં છે. શરણની સ્વીકૃતિ અહંકારની હત્યા છે. ધર્મના ક્ષેત્રમાં ચેતનાનો વિકાસ અહંકાર મુક્તિ થકી જ સંભવ છે. મહાવીર શરણની વાત જ નથી કરતા. આ શરણ એકતરફની છે. સાધક તરફથી આ ઘોષણા છે. આજ તો સ્થિતિ વધુ વિકટ છે. આજે કોઈ ચૂપ રહેશે તો પણ લાગશે કે મૌન પણ એક સ્વીકૃતિ છે.તર્ક વધુ રોગગ્રસ્ત થયો છે.મૌન સંમતિનું લક્ષણ છે. આ આદમી અહંકારી છે તો અરિહંત કેવી રીતે હોઈ શકે.મહાવીર જોર દઈને કહે સાધકને કે નહિ, શરણ આવવાની જરૂર જ નથી, તો જ લોકોને લાગશે કે આ વ્યક્તિ બરાબર છે. પરંતુ આ અસ્વીકારમાં સાધકના વિકાસના દરવાજા બંધ થઇ જાય છે. કૃષ્ણમૂર્તિ એટલે કહે છે કે કોઈની શરણમાં જવાની જરૂર નથી. આના કારણે અહંકારી સાધક પ્રસન્ન થાય છે કે વાહ આમને કોઈ વાત સાચી કરી. પરંતુ આના કારણે લોકોના અહંકારની ચિકિત્સા થવી અઘરી છે. હવે તો એવો સમય આવ્યો છે કે સાધુને કહેવું પડશે કે હું આપની શરણમાં આવ્યો છું મને સ્વીકાર કરો. કૃષ્ણના યુગમાં સત્યની પ્રાપ્તિ સરળ, મહાવીર વખતે કઠિન અને હવે તો લગભગ અસંભવ. યુગ આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈને સહયોગ પહોંચાડવો હોય તો અત્યંત કઠિન છે. કૃષ્ણની માફક બોલાવીને સહયોગ દેવો તો કઠિન છે જ, મહાવીરની જેમ, પોતાની મેળે કોઈ જાય તો સહયોગ કરવો કઠિન છે હવે તો સિદ્ધને કહેવું પડશે સાધકને કે હું આપણી શરણમાં આવું છું. આ આધ્યાત્મિક વિકૃતિ છે.
શરણનું કેમ આટલું મહત્વ છે – શરીરની દ્રષ્ટિએ સમજવાની કોશિશ કરીએ શરીરની મુદ્દાઓની ભારે અસર થાય છે. ભારતીય યોગમાં એક પ્રયોગ છે – શવાશન. અર્થ છે – પૂર્ણ સમર્પિત શરીરની દશા. અત્યંત શિથિલ દશા છે. એનાથી ઉલ્ટી સ્થિતિ ભારતીય ધર્મ પરંપરામાં છે સાષ્ટાંગ પ્રણામ કરવાની.આ મુદ્રા પણ અદભૂત છે. આ વિધિમાં પુરા શરીરને સંપૂર્ણ સમર્પણ ભાવથી શરીરના અંગોને જમીન પર છોડી દેવામાં આવે છે. આ શરણાગતિની શારીરિક સ્થિતિ છે. આ માત્ર નમસ્કાર એક વિધિ માત્ર નથી. આ અદભૂત વૈજ્ઞાનિક સત્યોથી ભરેલો પ્રયોગ છે જે અનેક રહસ્યોથી ભરેલો છે. જો વ્યક્તિ શરીરના બધા અંગોને ઢીલા છોડી, જમીનને અડાળી દેવામાં આવે અને સમતલ પૃથ્વી પર સૂઈ જવામાં આવે તો રાતના ઊંઘમાં ઉર્જા અને શક્તિ મળે છે, જગતની શક્તિઓ આપણામાં પ્રવેશ કરે છે. શરીર ઉભું હોય છે તો સાથે અહંકાર પણ ઉભો હોય છે. સુઈ જવાથી માત્ર શરીર જ નહિ, અહંકાર પણ સુઈ જાય છે, અહંકારનું વિસર્જન થાય છે. પાવલિતાને પ્રયોગ કર્યા છે. થાકેલા માણસોને પૂનઃ સ્ફૂર્તિમાં લાવવા માટે ગાયની નીચે સૂઈને કરવાની વાત કરી. સૂવા માત્રથી અહંકાર ઢીલો થવા લાગે છે. ફ્રેન્ચ ખોજી પિરામિડ પર અનુસંધાન કર્યું છે. તમે ઉભા હોવ છો તો ચિત્તની આકૃતિ અલગ હોય। બોવિસ એનું નામ છે. દસ વર્ષથી શોધ કરે છે.બિલાડી કે ઉંદર પિરામિડમાં ફંસાઈ જાય છે તો મરી જાય છે ત્યારે સૂકાઈ જાય છે પણ સડતો નથી. પિરામિડની આકૃતિ આટલું કામ કરી શકે જ્યામિટ્રિક આકૃતિનો અદભૂત પ્રભાવ છે. બહારની આકૃતિ આટલું પરિવર્તન લાવી શકે તો આંતરિક આકૃતિનું તો કહેવું જ છું. શરણાગતિ આંતરિક આકૃતિને બદલવાની પ્રાયોગિક વિધિ છે. ચિત્તમાં પણ જ્યામિટ્રિક ફિગર હોય છે. હું શરણમાં આવું છું – આ ભાવ અંતરની આકૃતિ બદલી નાખે છે. જીવનમાં રૂપાંતરણ ઘટિત થાય છે. આપણા અંતરમાં પણ આકૃતિઓ છે, ચેતના પણ ભાવ અનુસાર રૂપ લે છે.
લગભગ વીસ વર્ષ પહેલાની વાત છે. વિજ્ઞાનને હલાવી દીધું છે.દિમિત્રી દૉઝોનોવ નામનો એક ખેડૂત જમીનથી ચાર ફુટ ઉપર ઉઠી જાય છે. દસ મિનિટ સુધી જમીનથી અધર ગુરુત્વાકર્ષણની પરે અટકેલો રહે છે. વૈજ્ઞાનિક સિદ્ધ – રાજ છું – એક – સમર્પણ ભાવ – પરમાત્માના હાથમાં મને છોડું છું. હું સંપૂર્ણ સમર્પિત થઇ જાઉં છું. પોતાને ભૂલી શકું છું અને પરમાત્મા માત્ર છે એવો ભાવ કરું છું. ત્યારે આ પ્રયોગ કામ કરે છે. જમીન પોતાના નિયમો બદલી નાખે તો પ્રકૃતિના કોઈ પણ નિયમો બદલી શકાય છે. જે વ્યક્તિ અરિહંતની શરણ જાય તેની કામવાસનાની પકડ પણ ઢીલી પડી શકે છે.શરીરની માંગ છૂટી જાય. મહાવીર અને બુદ્ધની પદ્માસન અને સિદ્ધાસન આકૃતિ પેરામેડિકલ છે. પિરામિડની આકૃતિ બને છે. આ આકૃતિમાં પ્રકૃતિના નિયમો છૂટી જાય છે અને પરમાત્માના નિયમો કામ કરે છે. શરત માત્ર એટલી કે આપણે પોતાનો અહંકાર વિરાટના ચરણોમાં સમર્પિત કરી શકીએ. શરણાગતિની પોતાની આકૃતિ છે, અહંકારની પોતાની આકૃતિ હોય છે. અહંકારી સદા ભયભીત રહે છે અને શરણાગત સદા ભયમુક્ત રહે છે.
નમસ્કારથી શરુ થાય છે અને શરણાગતિથી પૂર્ણ થાય છે.
ત્રણ વસ્તુઓ લાવે છે શરણાગતિ – એક – ઇનર જ્યામિટ્રિક – આંતરિક ચિત્ત દશાને અને ચિત્તની આકૃતિઓને બદલી નાખે છે. બે – તમને પ્રકૃતિના સાધારણ નિયમોથી બહાર લઇ જાય છે અને દિવ્ય નિયમો સાથે જોડી દે છે. ત્રણ – શરણાગતિ તમારા જીવન દ્વારોને પરમ ઉર્જા તરફ ખોલી નાખે છે. વ્યક્તિ જયારે સમર્પિત થાય છે ત્યારે દિવ્ય ઉર્જા એના તરફ પ્રવાહિત થાય છે. અહંકારી દીન છે જેને પરં ઉર્જા સાથે સંબંધ તોડી નાખ્યા છે. શરણાગતિ કરનાર ભાગ્યશાળી છે કે જેને પરમ ચેતના સાથે પોતાના સંબંધો જોડી દીધા છે.લડો અથવા છોડો – અનંત શ્રોતની આકૃતિઓ છે – અરિહંત, સિદ્ધ, સાધુ જેનાથી આપણે પરિચિત છીએ – મૂળ તત્વ નિરાકાર છે. શરણાગતિમાં શર્તો ન હોય એટલી એની અસર વધારે થશે. જડ વસ્તુઓને નમસ્કાર કરવા કરતા જાગૃત પુરુષોના ચરણોમાં નમસ્કાર કરવામાં વધુ લાભ છે.એમાં અહંકાર વધુ નષ્ઠ થાય છે. કૉઝમિક ઉર્જા સામે સમર્પિત થઇ જાઓ.
દરેક શિક્ષક દરેક મા-બાપ કરતા ચાલીશગણો કેપેબલ હોય છે. મા-બાપથી એક સંતાન નથી સચવાતું અને શિક્ષક એક ક્લાસના ચાલીશ જેટલા વિદ્યાર્થીઓને સાચવે છે. એમાંય પાછા બધા જુદા-જુદા ભેજાવાળા, દરેકનો અલગ રસ, અલગ રુચિ, દરેકના અલગ સંસ્કારો અને કુસંસ્કારો, દરેકનું બુદ્ધિનું અને એના સમજવાનું સ્તર પણ ભિન્ન-ભિન્ન હોય છે. માં-બાપ તો બાળક આડું હાલે તો એક બે ઠોકી પણ દે, શિક્ષક આવું કરી શકતો નથી. શિક્ષક થવું એ એક વ્યક્તિગત ચોઈસનું પ્રોફેશન છે. આ એવું પ્રોફેશન છે જેમાં કશું આપો છો તો સામેથી કશું મળે પણ છે. વિદ્યાર્થી ક્યાંના ક્યાં પહોંચી જાય તો પણ એ શિક્ષકને યાદ કરે છે. દરેક શિક્ષકના હાથમાં દર વર્ષે ઓછામાં ઓછા ચાલીશ ભાવિ એના હાથમાં હોય છે. એ ધારો તે આ ભવિષ્ય સાથે ઈચ્છે તેવો ઘાટ આપી શકે, એમના વિચારો સાથે એ કામ કરી તેનું ઘડતર કરી શકે છે. શિક્ષક એક અદ્ભૂત પ્રોફેશન છે. સારો શિક્ષક નક્કી કરે કે આ બાળકોમાંથી ઓછામાં ઓછા આઠ-દસના તો હું ભવિષ્ય બનાવીશ જ !
એક સાચો શિક્ષક શું કરી શકે ? એક ખુબ જ પ્રેરણાદાયી પ્રસંગ ક્યાંક વાંચેલો દરેક શિક્ષક માટે આનાથી મોટી કોઈ પ્રેરણા ન હોઈ શકે. એક દિવસ એક શિક્ષિકા બહેને નવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમ જ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇન્તેજારી પણ થઇ કે બહેન શું કરવા માંગે છે? શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિષે બધાને યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને બહુ વાર લાગી. આવા નવતર અને મૌલિક પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય પણ આજ કામમાં પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપરત કરીને વિદાય લીધી.
અઠવાડિયાના અંતે શિક્ષિકા બહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર દરેક વિદ્યાર્થીએ તેના વિષે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળું લિસ્ટ આપ્યું. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદગારો સરી પડ્યા. અરે ! ભગવાન ! બધા મારા વિષે આટલું સરસ વિચારે છે? દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે? આવું તો મેં ક્યારેય સપને પણ વિચારેલું નહીં ! બધા મને આટલું ચાહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી ! આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદગારો વ્યક્ત કરતો ગયો. પોતાનું મહત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈના માનવામાં જ નહોતું આવતું ! એ દિવસ પૂરો થયો. ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને રહેવા લાગ્યા. કોણે કોના વિષે શું લખ્યું હતું તે કોઈ જાણતું ન હતું. એટલે બાકીના વર્ષો દરેક જણે બીજાની લાગણી ન દુભાય તેનો બરાબર ખ્યાલ રાખ્યો. મહીનાઓ વીતી ગયા. આ વાત પણ ભુલાઈ ગઈ.
ઘણા વર્ષો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેટનામની લડાઈમાં માર્યો ગયો. એનું નામ માર્ક હતું. એનું શબ ગામમાં લાવવામાં આવ્યું. દેશને ખાતર ખપી જનાર જવાંમર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા. પેલાં શિક્ષિકા બહેન પણ તેમાં સામેલ હતા. જયારે તેમણે અશ્રુભરી આંખે – “મારા વ્હાલા વિદ્યાર્થી !” એમ કહીને કોફીન ઉપર ફૂલો વેર્યા ત્યારે બાજુમાં ઉભેલ એક અન્ય સૈનિક નજીક આવ્યો. ધીમેથી તેમણે કહ્યું – શું તમે જ માર્કના નવમાં ધોરણના ક્લાસટીચર છો મેડમ? હા, કેમ ? – શિક્ષિકા બહેન ને આશ્ચર્ય થયું. ના, કંઈ નહીં. માર્ક તમારા વિષે હંમેશા ખૂબ જ કહેતો રહેતો. તમને એ હંમેશા અતિ આદરથી યાદ કરતો. ત્યાર પછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડીક ગુસપુસ શરુ થઇ ગઈ.
અંતિમ ક્રિયા પતી ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા. ત્યારે એક સજ્જન પેલાં શિક્ષિકા બહેનની પાસે આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા – નમસ્તે ! તમે જ માર્કના નવમાં ધોરણના કલાસ ટીચર છોને ? જુઓ, માર્ક મરાયો ત્યારે એના ખિસ્સામાંથી અ કાગળ મળેલો. એના પર માર્કે પોતાના હાથે લખેલું છે કે ‘ નવમાં ધોરણના અતિઆદરણીય કલાસ ટીચર તરફથી મળેલી સર્વોત્તમ ભેટ.’ સેલોટેપ વડે ઠેકઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ગડી વળાયેલો હશે એ એની સ્થિતિ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. કાગળ જોઇને શિક્ષિકા બહેન ગળગળા થઇ ગયા. એ પેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે ક્લાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલો.
બહેન ! માર્કની જ સાથે રહેલો અન્ય એક સૈનિક બોલ્યો. – માર્ક હંમેશા કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી. એ જ સમયે એક અન્ય યુવતી ત્યાં આવી. બોલી. – હા બહેન ! મારા પતિએ પણ એમનો આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે ! અરે મારા પતિએ તો અમારા લગ્નના આલબમમાં સૌથી પ્રથમ પાને આવો જ કાગળ લગાવ્યો છે! અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં જ રાખું છું. મારી જિંદગીની પણ એ એક કિંમતી ભેટ છે ! અન્ય એક યુવકે પોતાના ખિસ્સામાંથી એવો જ એક કાગળ કાઢીને બધાને બતાવ્યો.
વાતાવરણમાં અહોભાવથી ભરેલી શાંતિ છવાઈ ગઈ. આંખમાં આંસુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલાં શિક્ષિકા બહેનને જોઈ રહી. હવે રડવાનો વારો શિક્ષિકા બહેનનો હતો. દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને એ ખૂબ જ રડ્યા. એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે ? બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે. આપણે હંમેશા બીજા અંગે વાત કરતા કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકો એ શબ્દોને મઢાવીને જ રાખવાના ! આપણે આપણા મિત્રો, સ્નેહીઓ તેમ જ સગાવહાલાઓને કહીએ કે આપણે એમને કેટલા ચાહિયે છીએ, આપણા માટે એ લોકો ખૂબ જ મહત્વના છે, આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છીએ, એ લોકોના ક્યાં સદગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન પણ આપે છે એ જો ધ્યાનમાં રાખી શકીએ તો દરેક વ્યક્તિ એક પ્રેરણા છે અને દરેકમાં સારાપણું છુપાયેલું જ હોય છે. માત્ર એને બહાર પ્રગટાવવાની જરૂર હોય છે. શિક્ષણનો અર્થ જ આ છે.
માત્ર ડાળીઓને નહિ. જડને પણ ઠીક કરે :
લગભગ દરેક ડોક્ટર સવારથી સાંજ સુધી પોતાના કામમાં વ્યસ્ત હોય છે. આટલી વ્યસ્તતા શા માટે? બીજા કોઈ પણ ધંધા ઊંચા નીચા થતા હોય છે પણ તબીબી પ્રોફેશનને વરદાન છે કે આ ધંધો ક્યારેય બંધ થવાનો નથી, બીમાર લોકોનું લિસ્ટ ક્યારેય ઘટવાનું નથી. આજે ઉપચારો ખૂબ વધી રહ્યા છે, તબીબી ક્ષેત્રે નીત-નવું અનુસંધાન થઇ રહ્યું છે છતાં બીમારીઓ ઘટવાના બદલે રોજે રોજ વધી રહી છે. દરેક ડોક્ટર એક વાક્ય દર્દીને કહેતા હોય છે કે થોડા સમય પછી રેકર થઇ શકે છે. ફરી મળીશું – આવું કેમ કહે છે? એવા ડોકટર બનવું જોઈએ કે દર્દીને કહી શકે કે હવે આપણે ક્યારેય નહિ મળીએ. દરેક બીમારીઓની જડ મગજમાં હોય છે, ભાવ જગતમાં હોય છે. શરીરનો ઉપચાર કરી લઈએ છીએ પણ વિચારોનું શું? જીવન પદ્ધતિનું શું?, ભાવ જગતની સ્વસ્થતાનું શું? તેને જો સ્વસ્થ નહિ કરીએ તો બીમારીઓ પાછી આવશે. એવા ડોક્ટર બનો કે માત્ર ડાળીઓ જ ન કાપીએ, વૃક્ષના મૂળિયાને પણ ઠીક કરીએ.
ડોક્ટરની માન્યતા સમ્યક બને:
એક વાત એ પણ સમજી લેવી જોઈએ એ દર્દીનો ઉપચાર કરતા પહેલા પોતાને સ્વસ્થ બનાવીએ. બીજાની બીમારી મિટાવવાનો એક જ ઉપાય છે કે એ બીમારીને પહેલા પોતાનામાંથી કાઢી નાખીએ.જે ડોક્ટર પોતે આધ્યાત્મિક અર્થોમાં સ્વસ્થ હોય છે, એ ડોક્ટરના વાયબ્રેશન જ એટલા સ્ટ્રોંગ અને દિવ્ય હશે કે એ દર્દીને પણ સ્વસ્થ કરવામાં મોટું કામ કરશે. દર્દીને પણ માત્ર શરીરથી જ નહિ, મન અને ભાવોથી પણ સ્વસ્થ બનાવવામાં સહયોગી બનશે. જે ડોક્ટર પોતે એવું માને છે કે ટેંશન તો નેચરલ છે, ચિંતા તો નેચરલ છે, બ્લડ પ્રેશર તો નેચરલ છે, સુગર તો નેચરલ છે, તો પછી તેની સારવાર કરવી અત્યંત અઘરી બની જશે. જે ડોકટર પોતે આલ્કોહોલ લે છે, એ જ ડોક્ટર દર્દીને કહેશે કે એક પ્યાલી લે લી તો કોઈ બાત નહિ. એક બોટલ વાઈન તો હાર્ટ માટે ઉત્તમ છે. જે ડોક્ટર પોતે માંસાહારી હોય છે એ જ બીજાને મીટ ખાવાની સલાહ આપશે. વોટએવર વિલ બી ડોક્ટર કન્વિક્શન, ધે વિલ રેડિએટ. જે ડોક્ટર પોતે મીટ ખાતા હશે એ કહેશે ચિકન શૂપ લેના ચાહીએ. જે ડોક્ટરનું બિલીફ હોય છે એ કેટ – કેટલા દર્દીઓ સુધી રેડિયેટ થાય છે. દરેક ડોક્ટર પાસે કેટલી મોટી જવાબદારી હોય છે? તેમની વાત દર્દી આંખ બંધ કરીને સ્વીકાર કરે છે. ‘ડોક્ટર નેક્સ્ટ ટુ ગોડ’ – આવું શા માટે કહ્યું છે? જે ડોક્ટરે કહ્યું બસ તથાસ્તુ ! દર્દી ડોક્ટર પાસે આવે છે ત્યારે ડોક્ટર કયાં વાયબ્રેશન રેડિયેટ કરે છે, એના પર દર્દીના સ્વાસ્થ્યનો આધાર હોય છે. ડોકટરે કહ્યું કે ટેંશન નેચરલ, તો દર્દીનું શું થશે? જયારે વ્યક્તિ નોર્મલ હોય છે ત્યારે શરીરના પેરામીટર કેવા હોય છે? ક્રોધ, ચિંતા વગેરે નેગેટિવ ભાવોની શરીર પર અનૂકુળ અસર થાય છે કે પ્રતિકૂળ? તો પછી આ ભાવો નેચરલ કેવી રીતે હોઈ શકે? ડોક્ટરની સૌ પ્રથમ માન્યતા સમ્યક હોવી જોઈએ.
હીલિંગનું આધ્યાત્મિક વિજ્ઞાન:
આધ્યાત્મિક સ્વાસ્થ્યનો પહેલો અર્થ છે – માન્યતા સમ્યક રાખીએ. પ્રસન્નતા, પ્રેમ, કરુણા, ઈમાનદારી, શાંતિ, આનંદ – આ ભાવો નેચરલ છે. ટેંશન, ચિંતા, ભય, બીમારી , ચીડિયાપણું – આ બધા ભાવો કૃત્રિમ છે – એવું દ્રઢ કરી લઈએ. આધ્યાત્મિક સ્વાસ્થ્યનો બીજો અર્થ છે – એક સ્વસ્થ ડોક્ટર સ્વસ્થ વાયબ્રેશન રેડિયેટ કરે છે. માટે પહેલા ડોક્ટર મન અને ભાવથી સ્વસ્થ રહે એ જરૂરી છે. એક દર્દી વારે વારે પ્રશ્નો પૂછે તો પણ ડોકટર પોતાનું માનસિક સંતુલન જાળવી રાખે.ડોકટર અપસેટ થઇ જશે તો દર્દીનું શું થશે? એનું હીલિંગ કેવી રીતે થશે? હીલિંગ માત્ર દવા લખી દેવાથી કે સર્જરી કરી દેવા માત્રથી નથી થતું. હીલિંગ ડોક્ટરને મળવાથી શરુ થાય છે. ડોક્ટરના મનોભાવ,વાત કરવાની રીત, વિચારોની સ્વસ્થતા, તેનું બોડી – લેંગ્વેજ બધું જ દર્દીને દવા લેવાના પહેલા અસર કરે છે. હવે તો સ્થિતિ વધુ ખરાબ છે. મીડિયામાં એટલા બધા પ્રોગ્રામ અને ઇન્ફોર્મેશન આવવા મંડી છે કે હવે ડોક્ટર પર વિશ્વાસ કરવો પણ અઘરો છે. આ ડિસ એડવાન્ટેજ છે. મને કોઈ તકલીફ છે તો હું હવે સીધો ડોક્ટર પાસે નહિ જાઉં, હું પહેલા તપાસ કરીશ, ઓળખીતા ડોક્ટરને શોધીશ કેમકે આજ-કાલ ડોક્ટર પર ભરોસો કરવો અઘરો છે. એવી સ્થિતિ આવવી જોઈએ કે દર્દી આંખ બંધ કરીને આવવો જોઈએ. દર્દીને આપણા ઉપર શંકા આવે તો ક્યાંક આપણા કર્મોમાં ખામી છે.ડોક્ટરના કર્મો સારા હશે તો દર્દી પોતાની મેળે વિશ્વાસ કરશે. ડોક્ટરે પ્રિસ્ક્રિપશન લખ્યું કે આ ટેસ્ટ કરાવો. દર્દી વિચારશે કે ખબર નહિ આ ટેસ્ટની જરૂર છે કે નહિ.આ આપણા બધા સાથે થઇ રહ્યું છે. હીલિંગ ખતમ થઇ રહી છે. ડોક્ટર પર ડાઉટ, તેની ટ્રીટમેન્ટ પર ડાઉટ, ટેસ્ટ પર ડાઉટ, સર્જરી કરાવી જરૂરી છે કે નહિ એમાં ડાઉટ, ફી પર ડાઉટ,હીલિંગ થશે કેવી રીતે? અરે, ફેથ ઇસ ધ બેઝિક ઇન્ગ્રિડિયન્સ ઓફ ધ હિલિંગ. ઘણા ડોકટરો આ બધી બાબતે જાગૃત પણ હોય છે અને સમાજમાં સારી સેવા પણ આપે છે. જેની વાત આવતા અંકે વિચારીશું.
ડોક્ટરના મનમાં માત્ર આપવાનો ભાવ હોય:
કેટલાક લોકો માત્ર ફેથથી હિલ કરે છે. વિચારો એ લોકો કોણ છે જે માત્ર દર્દીને સ્પર્શ કરે છે અને એ સાજો થઇ જાય છે. શું પાવર હશે એમનામાં? આ કોઈ મેજીક નથી. એ આ પાવર ઉપરથી લઈને નથી આવ્યા. એ પાવર છે એક સ્પષ્ટ વિચાર અને ભાવ કે મારે તેને આપવું છે, લેવું નથી. લેવાનું તો એની મેળે થશે. કોઈ પૈસા આપ્યા વગર થોડું જશે? દરેક ડોક્ટર ફેઇથ હિલર બની શકે છે જો એ દવાની સાથે દુઆનો ભાવ રાખે. એક ભાવના સ્પષ્ટ રાખે કે મારે માત્ર આપવું છે, વધુ પડતું અને ખોટી રીતે લેવાની વૃત્તિ રાખવી એ ડોકટરની ઇમેજ બગાડે છે.. માત્ર લેવાની જ વૃત્તિ હશે તો હીલિંગ બ્લોક થઇ જશે. ધન કમાવું જોઈએ પરંતુ તે ડોક્ટરની અને હોસ્પિટલની પ્રાથમિકતા ન હોવી જોઈએ. ડોક્ટરની એનર્જી ફિલ્ડમાં માત્ર દેવાનો જ ભાવ હશે તો પછી રોગીના મનમાં વિશ્વાસ એની મેળે ઉભો થશે.
ડોક્ટર માત્ર એક નિર્ણય કરે કે કે મારે આને સાજો કરવો છે, મારે સારી એનર્જી આપવી છે. ડોક્ટરનું અપસેટ થવું ડોક્ટર અને દર્દી બંનેને પ્રભાવિત કરશે. મેડિકલ પ્રોફેશન સૌથી હાઈ રિસ્ક પ્રોફેશન છે. આખો દિવસ દર્દ અને દર્દી સાથે રહેવાનું હોય છે. તનથી પણ અને મનથી પણ દર્દીની નકારાત્મક ઉર્જાની ડોક્ટર પર અસર થાય છે. પરંતુ એવી કોશિશ થવી જોઈએ કે દર્દીનો પ્રભાવ પોતાના પર પડવા ન દઈએ. આમ કરવાથી દર્દી જલ્દી સાજો થશે અને દર્દીઓ એની મેળે વધારે આવશે. સારા ડોક્ટર પાસે બધા દર્દીને જવું ગમે છે. જેને સારું જ કરવું છે ત્યાં તો કોઈ પ્રતિસ્પર્ધા છે જ નહિ. ડોક્ટર જો પ્યાર, કરુણા અને ઉદારતા રેડિયેટ કરશે તો બધા બીમાર ત્યાંજ આવશે ને !
સાચો અને સારો ડોક્ટર કેવો હોય:
તબીબી ક્ષેત્રે ડોક્ટરનું આધ્યાત્મિક રૂપે સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે. આધ્યાત્મિક સ્વાસ્થ્ય ખરાબ તો ઈમોશનલ સ્વાસ્થ્ય ખરાબ અને એ ખરાબ તો મન પણ ખરાબ અને પરિણામે શરીર પણ ખરાબ રહેશે. હોસ્પિટલનું સંપૂર્ણ વાતાવરણ મંદિર જેવું હોવું જોઈએ. દરેક સ્ટાફની વ્યક્તિ જો ખુશ હોય તો ઈલાજ સારી રીતે અને ઝડપી થશે.દરેક હોસ્પિટલ અને ક્લિનિકમાં લખી રાખો – એંગર પ્રોહિબિટેડ – ડેંજરસ ફોર હેલ્થ. જે પણ રોગી આવે બસ પ્યાર, કરુણા અને દેવાનો ભાવ. ધન એની મેળે મળી જશે. ધન લેવાનો ભાવ, પૈસા ખંખેરવાનો ભાવ મનમાં છે તો એ તમારું અને દર્દી બંનેનું નુકશાન કરશે. એક વ્યક્તિ સિનિયર ડોક્ટરને મળવા ગઈ એટલે તરત ડોક્ટરે પૂછ્યું – મેડીક્લેઇમ છે? હસબન્ડ શું કરે છે? આ એક નામી ડોક્ટર છે. પરંતુ તેની એનર્જી પોઝેટીવ નથી. ગમે એટલું એ ડોક્ટરનું નામ હોય પણ ઇન્સાનિયત જરા પણ ન હોય તો હીલિંગ નહિ થાય. કોણ પછી વિશ્વાસ કરશે આવા ડોક્ટર પર ? દર્દીનું દિલ જીતે એ મોટો ડોક્ટર, દર્દીને સારી અને શુભ સલાહ આપે એ ડોક્ટર, દર્દીમાં આત્મ વિશ્વાસ ભરે એ ડોક્ટર, ફરી મારી પાસે આવવું નહિ પડે એવો દિલાસો આપે એ ડોક્ટર, અને દર્દી પાસેથી એની સ્થિતિ જોઈને ચાર્જ કરે એ ડોક્ટર, આવા ડોક્ટરો હંમેશા પોતે ખૂબ દુઆઓ અને આશીર્વાદ કમાય છે. જે ધન કમાય છે એ જરૂરી નથી કે દુઆઓ કમાય, પણ જે દુઆઓ કમાય છે એ ચોક્કસ ધન પણ કમાશે જ.
દર્દી પાસે ફરિસ્તાની માફક જાઓ:
આશીર્વાદ કમાવા માટે શું કરવું? પોતાના મનને શાંત કરો. દર્દીની ભાષામાં વાત કરો. દર્દી ભ્રમિત ન થાય માટે તેની સાથે સ્પષ્ટ રીતે વાત કરો. દર્દી પ્રત્યે પ્રેમ અને કરુણાનો ભાવ રાખો. દર્દી તમારાથી ભયભીત બને એવું વર્તન ક્યારેય ન કરો. દર્દીને હોસ્પિટલમાં બે- ત્રણ મિનિટ મળો અને શાંતિથી તેની સાથે વાત કરો. દર્દી સામે ક્યારેય આડી અવડી વાત ન કરો. કેટલા ભાવ, શ્રદ્ધા અને જિજ્ઞાસાથી દર્દી તમારી રાહ જોઈ રહ્યો છે. તેને સાંભળો અને પ્રેમથી જવાબ આપો. ડોક્ટર ક્યારેય સ્પર્ધાની ભાષામાં ન વિચારે, કોણ કેટલું કમાય છે એ ન જૂએ. એની નજર નિષ્ઠા પૂર્વક એના કામમાં હોય. પોતાની ગુણવત્તા ન ખોવી જોઈએ. આસૂરી સંપત્તિ ઘરમાં ન આવે એનું ધ્યાન રાખો, અન્યથા આ કર્મ આત્મા ભોગવી નહિ શકે. પરિવારમાં પણ અશાંતિ લાવશે. ડોક્ટર એક માત્ર ધ્યેય રાખે કે દર્દીનું દર્દ મિટાવવું છે, તેને સાજો કરવો છે, આશીર્વાદ લેવા છે. મારો પોતાના ફાયદાનો ક્યારેય વિચાર નહિ કરું. જો દર્દીનો કેશ તમારા વશનો ન હોય તો બીજાની પાસે મોકલવાની પ્રેરણા આપો કે ભાઈ તું પેલા ડોક્ટર પાસે જા, એ તને સારી ટ્રીટમેન્ટ આપશે. દર્દી પાસે રૂમમાં એક ફરિસ્તાની માફક જાઓ, કોઈ તોફાન આવ્યું હોય એ રીતે ઝડપી ઝડપી નહિ.
પ્રિસ્ક્રિપશન લખવાની નવી રીત:
દર્દીની નજરમાં ડોક્ટર ભગવાન સમાન છે, એની આ શ્રદ્ધા અકબંધ રહે એવું આચરણ ડોક્ટરે એની સાથે કરવું જોઈએ. માત્ર રોગને દબાવે નહિ, પણ એની જડ શું છે એ બતાવે અને પ્રિસ્ક્રિપશનમાં પણ એવું કરવા પર ભાર મૂકે તો દર્દીનું કલ્યાણ થશે. ડોક્ટર જો લખી શકે કે ગુસ્સો કરતા નહિ, ઘરમાં વાતાવરણ શાંત રાખજો, શાકાહારી ભોજન કરજો, માંસ ખાતા હોય તો છોડવાની કોશિશ કરજો. તામસિક માંસાહાર ભયપૂર્ણ છે. પશુના માંસમાં પ્રોટીન હોય છે પણ સાથે ભય, અસંસ્કાર અને ક્રૂરતાના નકારાત્મક પરમાણુ પણ હોય છે જે ભોજન સાથે પેટમાં જાય છે. આમ, ડોક્ટર એક મહાન આધ્યાત્મિક શક્તિઓ ભેગી કરી, પવિત્ર અને સેવા ભાવે દર્દીની સારવાર કરશે તો દર્દી તરફથી, એના પરિવાર તરફથી અને સંપૂર્ણ અસ્તિત્વ તરફથી એમના પર આશીર્વાદની વર્ષા થશે. આવા ડોક્ટરો આજે પણ સમાજમાં છે, નથી એવું નથી. ઘણા ડોક્ટરો દિલથી સેવા આપે છે અને દર્દી પ્રત્યે કરુણાભાવ રાખી એના માટે સ્વાસ્થ્યની કામના કરે છે. સારા ડોક્ટરોનું પ્રમાણ સમાજમાં વધારે છે. ક્યાંક ક્યાંક ખરાબ ઘટનાઓ બને છે, તેના કારણે સમગ્ર તબીબી જગતનું નામ ખરાબ થાય છે. ડોક્ટરને પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિથી પોતાને સંતોષ થવો જોઈએ, એ જ મોટું અને સાચું પ્રમાણ પાત્ર છે.
શિક્ષક હોવું એક પસંદગીનું વ્યક્તિગત પ્રોફેશન છે, પ્રોફેશન કરતાંય એ એક અનોખો રોમાન્સ છે. આ એવો રોમાન્સ છે જેમાં ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો. ઘણા શિક્ષકો શિક્ષણકાર્યની માત્ર ઔપચારિકતા જ પૂરી કરતા હોય છે. એમની માનસિકતા હોય છે કે વિદ્યાર્થીઓને શીખવું હોય તો શીખે, આપણે છું? આપણે માત્ર અભ્યાસક્રમ પૂરો કરાવવાનો છે – આવું વિચારનારા ક્યારેય વિદ્યાર્થીઓના દિલમાં સ્થાન પામી શકતા નથી. શિક્ષક હોવું એ સામાન્ય ઘટના નથી, એના માટે શિક્ષકમાં શિક્ષકત્વ હોવું જરૂરી છે.
શિક્ષક હોવાની પહેલી આચાર સંહિતા છે – વિદ્યાર્થીને મિત્ર સમજો –
ઘણા શિક્ષકોની માનસિકતા હોય છે કે મારે વિદ્યાર્થીઓને સુધારવાના છે, એ બગડેલા છે, એ અજ્ઞાની છે, મારે તેને જ્ઞાન આપવાનું છે. હકીકતમાં આ ખોટી અને ભ્રમ ભરેલી માન્યતા છે. વિદ્યાર્થીઓને સુધારવાના નથી અને ન એમને કોઈ જ્ઞાન આપવાનું છે. વિદ્યાર્થીઓ સ્વયં પ્રતિભાશાળી છે જ, આપણે માત્ર તેને સહયોગ અને મદદ કરવાની છે. તમારે કશું જ શીખવવાની જરૂર નથી, માત્ર એવું વાતાવરણ ઉભું કરો કે એ સ્વયં શીખી શકે. વિદ્યાર્થીઓને પોતાના મિત્ર, નાના ભાઈ-બહેન સમજો અને તો જ તમે તેને સહજભાવે મદદ કરી શકશો. આવા શિક્ષકોને વિદ્યાર્થીઓ ભૂલવા ઈચ્છે તો પણ ક્યારેય ભૂલી શકતા નથી. એમની મેમોરી મગજના કોઈ ખૂણામાં ફિટ થઇ જાય છે જે ક્યારેય વિસ્મૃત થતી નથી. જો કે વિદ્યાર્થીઓ ખરાબ શિક્ષકોને પણ યાદ રાખે છે પણ બન્નેની પાછળ અલગ અલગ મનોભાવ કામ કરતા હોય છે. સારા શિક્ષકોને વર્ષો પછી પણ મળવામાં એક વિશેષ આનંદ થતો હોય છે. એમના પ્રત્યે એક નિઃસ્વાર્થ કૃતજ્ઞતાની લાગણી જાગતી હોય છે. આવા શિક્ષક હોવું એ પોતાના માટે સૌભાગ્યનું બીજ વાવવા બરાબર છે અને એમના થકી જ કોઈ શાળા એક આદર્શ શાળા બની શકે છે.
શિક્ષક હોવાની બીજી આચાર સંહિતા છે – અધ્યયનશીલ હોવું –
આજના સમયમાં શિક્ષક એ જ હોઈ શકે જે રોજે રોજ પોતાની જાતને અપડેટ અને અપગ્રેટ રાખતો હોય. એ માટે શિક્ષકે પોતાના જ્ઞાનની સીમાઓ વિકસાવવા અધ્યયનશીલ રહેવું જોઈએ. મારી દ્રષ્ટિએ શિક્ષક એટલે એક હરતી ફરતી લાઈબ્રેરી. શિક્ષક થવાનો અધિકાર તો તેને છે જે જ્ઞાનનો જીવંત ભંડાર હોય, જે શીખવા અને શીખવવા માટે તત્પર હોય. શિક્ષક લક્ષ્મીનો નહિ પણ સરસ્વતીનો અખંડ ઉપાસક હોય.
શિક્ષકની ત્રીજી આચાર સંહિતા છે – આત્મ વિશ્વાસ –
શિક્ષકમાં માત્ર જ્ઞાન હોવું એ પર્યાપ્ત નથી, જ્ઞાનની સાથે શીખવવાની સ્કિલ – કુશળતા પણ હોવી જોઈએ. મેં એવા શિક્ષકો જોયા છે કે જેની પાસે પ્રચુર જ્ઞાન હોય પણ ક્લાસમાં વિદ્યાર્થીઓને સમજાવી ન શકે. વિદ્યાર્થીઓને એમના ક્લાસમાં કંટાળો આવે.એમર્શને કહેલું કે અઘરા વિષયને સરળ બનાવી રસાળ શૈલીમાં સમજાવવાની ક્ષમતા ધરાવે તે શિક્ષક છે. આવા શિક્ષકો પાસે ઘણીવાર જ્ઞાન ઓછું હોય પણ એ વિદ્યાર્થીના ગળે એ રીતે વિષયનો મર્મ ઉતારી દે કે પછી વિદ્યાર્થીને ફરી વાંચવું ન પડે. આ માટે વક્તૃત્વ કળા હોવી શિક્ષક માટે અનિવાર્ય છે. આ માટે શિક્ષકોએ એવા લોકોને સાંભળવા જોઈએ જે પ્રભાવશાળી રીતે પોતાના વિષયોની પ્રસ્તુતિ કરી શકે છે.
શિક્ષકની ચોથી આચાર સંહિતા છે – જીવન અનુભવ –
વિદ્યાર્થીને શીખવવા માટે અને પોતે વધુ સમૃદ્ધ થવા માટે વર્ગખંડની બહાર શિક્ષક શું અનુભવ મેળવે છે એ પણ એટલું જ અગત્યનું છે. એ માટે જરૂરી છે કે શિક્ષક એની ભૂમિકાથી ઉપર ઉઠી મુસાફરી પણ કરે, ઊંચા સ્તરનું સ્પોટ્સ પણ રમે, બીજા પ્રોફેશનનો પણ અનુભવ મેળવે. શિક્ષકનું કામ માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવાનું જ નથી, સાથોસાથ વિદ્યાર્થીઓમાં જ્ઞાન પ્રત્યે ભૂખ ઉઘાડવાનું છે. સાચું જ કહ્યું છે – ‘નબળો શિક્ષક સતત બોલ્યા કરે છે, સારો શિક્ષક માત્ર ભણાવ્યા કરે છે, જયારે ઉત્તમ શિક્ષક એ પ્રેરણા આપે છે. એ પ્રેરણા શ્રોત બનવા માટે આ બધા અનુભવો વિદ્યાર્થીઓને વધુ લાભદાયી થશે. આ બધા અનુભવો શિક્ષકના શિક્ષકત્વમાં પ્રાણ પૂરવા બરાબર છે. આવો શિક્ષક વિદ્યાર્થીને અતિશય પ્રિય હોય છે.
શિક્ષકની પાંચમી આચાર સંહિતા છે – વિદ્યાર્થીને સમજવાની ગટ્સ –
દરેક વિદ્યાર્થીની રુચિ અલગ અલગ હોય છે. એ પ્રમાણે દરેકને અલગ પ્રકારની પ્રેરણાની જરૂર હોય છે. આ બાબત શિક્ષકના બરાબર ધ્યાનમાં હોવી જોઈએ. એ માટે ક્લાસનું વાતાવરણ વધુ મહત્વનું બને છે. શિક્ષક જો એ વાતાવરણ પૂરું નહિ પાડે તો પછી વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર અન્ય લોકોથી પ્રેરણા લેશે – જે એમના માટે અધૂરી અને ખોટી પૂરવાર થાય છે. કેમકે બહારના લોકોને ખબર નથી કે વિદ્યાર્થીની ટેલેન્ટ શું છે? શિક્ષક જો વિદ્યાર્થીની ટેલેન્ટને પહેચાની ન શકે તો એના ક્લાસરૂમમાં હોવાનું શું પ્રયોજન છે? પરિણામે વિદ્યાર્થીઓ શિક્ષક સાથે કનેક્ટ થઇ શકતા નથી. શિક્ષકે આ બાબતે બહુ સજાગ રહેવું જોઈએ અને વિદ્યાર્થીઓનું કનેક્શન ન તૂટે એ જોવું જોઈએ.
શિક્ષકની છઠ્ઠી આચાર સંહિતા છે – વાસ્તવિકતાનો સ્વીકાર –
હા,શિક્ષક એ વિદ્યાર્થીઓ માટે જરૂર હીરો છે પણ ક્યારે? શિક્ષકે યાદ રાખવું જોઈએ કે એ પણ મૂળમાતો એક માણસ છે,અને એ પણ પૂર્ણ નથી, મારામાં પણ કમજોરી છે. વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો ઘણા શિક્ષકોજેમને જવાબ ખબર ન હોય તો કાં તો અપસેટ થઇ જાય અને કાં તો ખોટા જવાબ આપી બેસેછે. આમ કરશો તો વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછવાનું બંધ કરી દેશે. આત્મ વિશ્વાસ હોવો સારી બાબત છે પણ ખોટો જવાબ આપવા માટે આત્મ વિશ્વાસ નહિ, પણ સચ્ચાઈને સ્વીકારવાની હિંમત પણ જોઈએ. પોતાના અજ્ઞાનને પ્રગટ કરવું એ સાહસ માંગી લે છે અને શિક્ષકે આ સાહસ કરવું જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓને કહી શકે કે આ પ્રશ્નનો જવાબ મને ખબર નથી, ચાલો આપણે સાથે મળીને આનો જવાબ શોધીએ.
શિક્ષકને ક્રોધ પણ આવી શકે છે. શિક્ષક સ્વીકાર કરે કે હા, મને ક્રોધ આવે છે, આજે મારુ મૂડ બરાબર નથી. આમ નિખાલતાથી કમજોરીનો સ્વીકાર કરશો તો વિદ્યાર્થીઓને તમારા પર વધુ ભરોસો બેસશે.
શિક્ષકની સાતમી આચાર સંહિતા છે – જોખમ ઉઠાવતા શીખવવું –
બહાના બનાવીને છટકી જવું બહુ સહેલું છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે બહાના બનાવનાર આરામદાઈ જીવ છે અને આવો જીવ વિશેષ કાંઈ કરી શકતો નથી. જીવનનું નામ વિકાસ છે અને વિકાસ માત્ર જોખમ ઉઠાવવાથી જ થાય છે. દરેક શિક્ષક બાળકોને સતત યાદ કરાવે અને શીખવે કે તારે જોખમ ઉઠાવવાનું છે. શિક્ષક પોતે જોખમ ઉઠાવશે તો જ વિદ્યાર્થીને વધુ બળ મળશે. જે નથી આવડતું તે કરવાની, જે નથી ગમતું તેને ગમતું કરવાની અને જે નથી થઇ શકતું તેને કરવાનો ઉત્સાહ જાગશે ત્યારે દુનિયામાં તમારા માટે અશક્ય કશું જ નહિ રહે. કદાચ અસંભવને કરવામાં સફળતા ન મળે તો પણ અનુભવ તો જરૂર મળશે.
શિક્ષકની સાતમી આચાર સંહિતા છે – મહત્વના વિષયમાં એકાગ્રતા કરતા શીખવે –
ક્લાસમાં કોણ મોડું આવ્યું, વિદ્યાર્થીએ હોમવર્ક કર્યું કે નહિ, વિદ્યાર્થીને માર્ક્સ સારા આવ્યા કે નહિ, પાઠ્યક્રમ પૂરો થયો કે નહિ – આ બધું એક શિક્ષક માટે બહુ અગત્યનું નથી, આ કામ મેનેજમેન્ટનું છે કે કાઉન્સલરનું છે, કે હેડ માસ્ટરનું છે. શિક્ષકનું કામ છે બાળકોને જેમાં રસ છે અને જેમાં તેને ઉત્સાહ છે અથવા જે બાળકો માટે સૌથી મહત્વનું છે એમાં એકાગ્ર કરતા શીખવે અને એ પ્રમાણે માર્ગદર્શન અને પ્રેરણા આપે. જો શિક્ષક બીજું વાતોમાં અટવાઈ જશે અને એમાં સમય અને શક્તિ ખર્ચ કરશે તે એના જોવો કોઈ કમજોર શિક્ષક નથી. સમજુ શિક્ષક તેના વિષયમાં પૂરો પૂરો સભાન અને જાગૃત રહે છે. સારો શિક્ષક આચાર્ય શ્રી શું વિચારશે તેની પણ ચિંતા ન કરે. આવા શિક્ષકો ઘણી વાર નિયમો તૂટે તો પણ તેની પરવા નહિ કરે, એમનું એક માત્ર ધ્યેય રહેશે કે વિદ્યાર્થીમાં ઉત્સાહ અને સહભાગિતા કેમ વધે? આવા શિક્ષકોનો કલાસ રૂમ કદાચ લઘર – વઘર અને ઘોંઘાટ યુક્ત હશે તો પણ તેનું પરિણામ સારું આવશે. કેમકે આવા ક્લાસમાં જ વિદ્યાર્થી જિજ્ઞાસુ બને છે, એનામાં કુતૂહલ વૃત્તિ જાગે છે,એનામાં હાજર જવાબીનો ગુણ વિકશે છે, એનામાં આત્મ વિશ્વાસ જાગે છે.
copy right by Peace of Mind Foundation = Rajkot
Jain Dharma
Reflections on the Inspirational
Teachings and Practices of Mahavira Swami
————–
Introduction
Self-dependence and self-responsibility on the spiritual journey coupled with the most profound reverence for the welfare of all living entities are central to the religion of Jains. It is this very tradition originating in India and followed by adherents of Jainism the world over that is also greatly admired globally by many non-Jains alike, not least because of its promotion of, and commitment to, non-violence and the advocacy of peace, equanimity and harmony.
The teachings and practices of this ancient tradition propagated by Mahavira Swami, who was born in the sixth century BCE in the same region and time as the Buddha, are as pertinent today as they were over 2,500 years ago. And it is these very teachings and practices, particularly in the context of spiritual self-sufficiency and observance of non-violence which this book explores and presents. Inspired by the unique voice of Mahavira Swami, this book, in fact, is both instructive and of practical relevance for all Jains, particularly in terms of understanding and applying the lessons he taught; but, as a study of the doctrines Mahavira Swami espoused and championed, it is equally of special value for any reader wishing to comprehend the major defining features of Jainism.
Jain Dharma is a long awaited title, one which followers of the religion have often sought in vain but who can now fully enjoy and use in their day-to-day spiritual lives. All too frequently other volumes dedicated to the study of Jainism available in libraries and book shops are inaccessible to religious practitioners themselves, as these texts are mostly authored by scholars and designed essentially for academic use. Alternatively, other books on the religion written from the perspective of Jainism are not always found to be sufficiently comprehensive in a way that practitioners can easily digest. It is for these reasons – a necessary attempt to bridge this gap – that this present work has been constructed.
Throughout the book a sincere attempt is made at all times faithfully to disclose the essence of what Mahavira Swami taught and promulgated, with careful attention given to how he boldly and courageously paved the way for ending the suffering of all sentient beings, ensuring the emancipation of all souls. Moving away from the mainstream traditions dominant during his day in order to create a path that held no bar to any individual and indeed embraced everyone, Mahavira Swami understandably attracted many enthusiastic followers – both ascetic and lay – followers who quickly formed themselves into a distinct and vibrant community. It is also because the transformational message he preached, one which Mahavira Swami himself directly embodied, that the tradition he forged continues to have enormous appeal today, and it is this very message as well as its application that Jain Dharma celebrates. As such, the book is at once an important new resource on Jainism and essential reading for all its practitioners.
– Saman Shrutpragya
– Dr. Graham Dwayer