ગઈ કાલે હું ફ્લોરિડાના ટેમ્પા શહેરથી સાઉથ વેસ્ટ ફલાઈટમાં મેમફીસ આવતો હતો. મારી બાજુની સીટમાં કોઈ અમેરિકન ભાઈ હતા. ખૂબ હસમુખ સ્વભાવના હતા. એણે કૉફીનો ઓર્ડર આપ્યો પણ કહ્યું કે ‘દૂધ ન નાખતા. મેં પૂછ્યું કે આપ વિગન છો?’ મને કે પ્રયત્ન કરું છું. પછી બધી વાત કરતા એણે મને કહ્યું કે ,’ મારી 16 વર્ષની દીકરી વિગન છે.’ મેં કહ્યું કેમ વિગન? તો કે ત્રણ કારણ મારી દીકરી મને આપે છે – આરોગ્યના કારણે, ગાયો સાથેની ક્રુરતાના કારણે અને પર્યાવરણની રક્ષા માટે. મને એ ભાઈ કહે કે, મારી દીકરી મધ પણ નથી વાપરતી. મને પણ નવાઈ લાગી. એ ભાઈએ મને કહ્યું કે, એનો આગ્રહ હોય છે કે એ ઘરમાં અઠવાડિયામાં બે દિવસ એ અમારા બધા માટે ભોજન બનાવે. મેં પૂછ્યું આવું કેમ? તો કે એટલા માટે કે એ બહાને અમે પણ બે દિવસ વિગન ધર્મ પાળીએને એટલે. પછી મેં જૈન ધર્મની વાત કરી અને કહ્યું કે અમે તો કાંદા,બટાકા અને લસણ પણ નથી ખાતા. આ સાંભળી એની આંખો પહોળી થઇ ગઈ. મને કે are you kidding? મેં કહ્યું ના, આ હકીકત છે. અમે લેધર વાળી વસ્તુઓ પણ નથી વાપરતા. મને એ હાથ જોડીને પ્રણામ કરવા લાગ્યા અને કહે – great. હું મારી દીકરીને જઈને તમારી વાત કરીશ. અને છેલ્લે જતા જતા એણે મારી પાસેથી જૈનધર્મની site માંગી અને અમે બંને એકબીજાથી છુટા પડ્યા.
—
Thank you