આવો દ્રષ્ટિકોણને બદલીએ 
Peace of Mind

બહારના વ્યવહારથી આની ખબર નહિ પડે. વ્યવહારના ઉપરી લક્ષણોને ન જુઓ. એ વ્યવહારની પાછળ તેનો હેતુ શું હતો, ભાવ અને સંસ્કાર શું હતા - એ જૂઓ. આપણે બીજાને ખૂબ ઊંડી દ્રષ્ટિએ જોઈએ છીએ અને બીજાને આલોચકની દ્રષ્ટિએ પારખીએ છીએ પણ પોતાને એ રીતે જોતા નથી. જો તમે તમારી જાતને જોઈ શકશો તો તમારો રિસ્પોન્સ બદલાઈ જશે. તમે શું કરો છો અને વિચારો છો એ પણ જુઓ, બીજા શું કરે છે એ જોવું સરળ છે. જોવાની દિશા અંદર તરફ કરો, પોતાની તરફ કરો. બીજાને જોવાથી અને પારખવાથી તમને શું લાભ? તમે એને ચેન્જ  નથી કરી શકવાના ને? આપણે દરેક વખતે બહાર કોઈ ખરાબ કરે એટલે એને બદલવાની કોશિશ કરીએ છીએ. એમાં આપણી શક્તિ ખર્ચ કરીએ છીએ. બીજા મને ખોટી રીતે ટ્રીટ કરે છે એવું જ માનીએ છીએ પણ એમ કેમ નથી વિચારતા કે હું તો મારી જાતને સારી રીતે ટ્રીટ કરું ને ! હું કેમ અપસેટ થઇ ગયો.?

આપણે પોતે જયારે ક્રોધમાં હોઈએ છીએ ત્યારે પોતાની જાતને ચેન્જ કરીએ તો કેવું? એને જે પણ કર્યું તે ભલે કર્યું, મારે શું કરવાનું છે. હું કોણ છું? એ વિચારો અને એ માટે ભીતર ફોકસ કરો.  આપણે આપણી જાતનું શું કર્યું એ મહત્વનું છે. એને સારી રીતે ટ્રીટ ન કર્યું એના કરતા, એમ વિચારીને મેં મારી જાતને વધુ ખરાબ ટ્રીટ કરી. બીજાએ મારી સાથે બરાબર વર્તન નથી કર્યું એનો ક્રોધ, એની ચિંતા, એ પરેશાની મારી જાતને વધુ હેરાન કરે છે. કોઈની સાથે થયેલો કડવો અનુભવ આપણે ભૂલી શકતા નથી. એના કારણે આપણે કારણે લેટ ગો પણ કરી શકતા નથી. પરિણામે આપણે આપણું વર્તમાન બગાડીએ છીએ. બીજાનું જસ્ટિફિકિશેન મત કરો. પોતે પોતાની નજરમાં પોતાના માટે સારા હોઈએ એ વધુ મહત્વનું છે. આવું સોચવાથી આત્માની શક્તિમાં વધારો થાય છે અને આમ ન કરવાથી અને માત્ર બીજા ઉપર દ્રષ્ટિ રાખવાથી આત્મશક્તિ ક્ષીણ થાય છે.

July 10, 2019

 

Add Comment