આયંબિલ ઓળી: પૂર્વ સંધ્યાએ સમણ શ્રુતપ્રજ્ઞજીનું પ્રવચન
આયંબિલનું મહત્વ :
વર્ષ દરમિયાન 6 ઓળી આવે છે: 2 ઓળી ચૈત્ર અને આસોની
ચોમાસાની 3 ઓળી - કારતક, ફાગણ અને અષાઢ
પર્યુષણની 1 ઓળી - ભાદરવા મહિનામાં
આયંબિલ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. મૂળ સંસ્કૃત શબ્દ છે - આચામલિકા અથવા આચામલ. એનો અર્થ થાય છે - ફિક્કુ - મોરૂ અને બેસ્વાદવાળું ભોજન. એ આચામલ સંસ્કૃત શબ્દ પરથી 'આયંબિલ' પ્રાકૃત ભાષાનો શબ્દ આવ્યો.
ઓળી એટલે પંક્તિ - શ્રેણી - શ્રુંખલા. આજે પણ અમદાવાદના માણેકચોકમાં કંદોઈ ઓળ, ચાલ્લાં ઓળ પ્રસિદ્ધ છે. એ ઓળ એટલે જ ઓળી.
આ છ ઓળીમાં પર્યુષણ માત્ર ભરત ક્ષેત્રમાં ઉજવાય છે જયારે આયંબિલ મહાવિદેહ ક્ષેત્રમાં પણ ઉજવાય છે. 45 લાખ યોજનના મનુષ્ય ક્ષેત્રમાં એક સાથે કોઈ અનુષ્ઠાન આરાધના થતી હોય તો તે નવપદજીની આરાધના છે. આ આરાધના શાશ્વતી છે - અનાદિ અનંત છે.
આ સમયે જ ઓળી કેમ ? કેમકે આ અયનસંધિના દિવસો છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન વચ્ચેનો આ સંધિ કાળ છે. એ સંધિ કાળનો વિશેષ પ્રભાવ છે.
આજે આપણી પાસે ચોથા આરા જેવી ભક્તિ નથી, ભાવ નથી, સંયમ ણથી, ચારિત્ર નથી, આરાધના નથી પણ છતાં ચોથા આરામાં હતું એવી ત્રણ વસ્તુઓ આજે છે -
1. મંત્ર - નવકાર મંત્ર છે.
2. તીર્થ - શત્રુંજય જેવા શાશ્વત તીર્થ છે.
3. શાશ્વત પર્વ - આયંબિલ જેવું શાશ્વત પર્વ છે.
તીર્થ અને પર્વમાં ફર્ક છે. તીર્થ સ્થાનને બંધાયેલું છે અને પર્વ સમયને બંધાયેલું છે. તીર્થમાં આપણે સામેથી ચાલીને જઈએ છીએ જયારે પર્વ આપણી પાસે સામે ચાલીને આવે છે. અને એટલે તીર્થ સહજ રીતે આપણને ધર્મમય અનેપાપમુક્ત કરે છે. જયારે પર્વમાં ધર્મમય અને પાપમુક્ત બનવા માટે સત્ત્વ ફોરવવું પડે છે. ખૂબ અલ્પ પુરુષાર્થ લખલૂટ કર્મનિર્જરા તીર્થ યાત્રાથી થાય તો ખૂબ અલ્પ સમયે લખલૂટ કર્મનિર્જરા પર્વ આરાધનાથી થાય છે.
આયંબીલથી થતાં લાભો:
1. આત્મશુદ્ધિ: - નવપદની ભાવથી આરાધના કરીએ એટલે આત્મ શુદ્ધિ થાય અને કર્મ નિર્જરા થાય છે. આ તપ સીધું જ રાગ ઉપર ઍટેક કરે છે.
2. અંતરાય ક્ષય: જીવન નિર્વિઘ્ન બને છે. આ માંગલિક તપ કહેવાય છે. જીવનમાં આવતાં કોઈ પણ વિઘ્નો - બાધાઓ આયંબિલના પ્રભાવે ક્ષય થાય છે. ગામમાં પંચ મહાજન દ્વારા પ્રાચીન સમયમાં વ્યવસ્થા હતી - ગામમાં કોઈ એક ઘરે નિરંતર તપ ચાલુ રહેવું જોઈએ. લાલ વસ્ત્રમાં શ્રીફળ લઈને ગુરુ ભગવન્ત મંત્રોચ્ચારથી તેને ભાવિત કરી ક્રમવાર અલગ અલગ ઘરે લઇ જવાતું અને આયંબિલ તપ ચાલુ રહેતું.
3. સ્વસ્થ શરીર: આરોગ્ય સારું રહે છે: શરીરને ડિટોક્સિફાય કરે છે. ત્રિદોષને નિવારે છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, કેન્સર જેવા અસાધ્ય રોગોમાં રાહત આપે છે.
ઉદાહરણો:
1. ભગવાન કૃષ્ણ અને દ્વારિકા નગરીનો દ્વેપાલન ઋષિ દ્રારા નાશ - નેમનાથ ભગવાન આયંબિલની પ્રેરણા આપે છે.
2. માનદેવસૂરિ : જૈન સમાજના કંઠે સદાય ગૂંજતા લઘુશાંતિના રચનાકાર - રાજસ્થાનના નાડોલ ગામનો પ્રસંગ, ગુરુભગવન્ત આચાર્ય પદ આપવાનું નક્કી કરે છે. કાર્યક્રમ ફાઇનલ છે. મંડપ રચાણો છે. સૂરિજી વંદન કરવા નમે છે ત્યાં ગુરુ ભગવન્ત માનદેવસૂરિના ખભા પર સાક્ષાત સરસ્વતી અને લક્ષ્મીજી બિરાજમાન હતા. ગુરુ ચાદર ઓઢાવતા અટકી ગયા, આખોય પ્રસંગ રોચક છે.
3. શ્રીચંદ્ર કેવલી - 800 ચોવીસી સુધી જેમનું નામ ગુંજતું રહેશે.
આધુનિક ઉદાહરણો: ઓળી માટે:
ઓળી એટલે : એક આયંબિલ અને ઉપવાસ, બે આયંબિલ અને ઉપવાસ, ત્રણ આયંબિલ અને ઉપવાસ - આમ 100 આયંબિલ અને ઉપવાસ કરે ત્યારે 100 ઓળી થઇ કહેવાય.
1. હેમવલ્લભસૂરીજી - 48 વર્ષની વય છે. સાડા આઠ હજાર સળંગ આયંબિલ - આયંબિલમાં ગિરનારજીની યાત્રા
2. રવિશેખરસૂરિજી મહારાજ - 62 વર્ષની વય છે. 18 વર્ષથી આયંબિલ
10 વાગે સૂવાનું - 2.30 વાગે ઉઠવાનું
1008 ખમાસમણા આપવાના
301 લોગસ્સનુ ધ્યાન કરવાનું
આયંબિલ ઠામ ચૌવિહાર પૂર્વક
3. સાઘ્વીજી હંસકીર્તિજી મહારાજ - 9 વર્ષે દીક્ષા, 13 વર્ષે ઓળી ચાલુ - હાલે ઉમર - 73 વર્ષ છે. 340 ઓળી પૂરી કરી છે. 50 વર્ષથી ઓળી કરે છે.
4. શ્રાવક : જામનગરમાં રતિકાકા - 209 ઓળી છે.
તા.10/4/2019
કુઆલા લમ્પુર, મલેશિયા