આયંબિલની ઓળી: નવપદજીની આરાધના
Peace of Mind

નવપદજીની આરાધના:

અનંત કરુણાના સ્વામી શ્રી ર્તીથંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરી. એ ધર્મર્તીથની આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા છે. જે જીવની જે-જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગ, શક્તિ એ-એ પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌકોઈને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે નવપદની આરાધના.

જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એ માટે ચૈત્ર અને આસો મહિનામાં નવ-નવ દિવસની આયંબિલની ઓળીનો ઉત્સવ નિયત કરવામાં આવ્યો છે. જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે. ઓળીના આ નવે દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે અને નવ દિવસ રોજ એક-એક પદની આરાધના નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે.

જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપશ્ચર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી એટલે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે.

જૈનો હર્ષોલ્લાસ સાથે આયંબીલ ઓળીમાં નવ – નવ દિવસ સુધી આયંબીલ તપ કરે છે. જેમાં માત્ર એક જ વખત લુખ્‍ખુ – સુક્કુ તેલ અને સબરસ વગરનું ભોજન કરવાનુ હોય છે. આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ પણ આયંબીલ તપને આરોગ્‍ય માટે શ્રેષ્‍ઠ માનવમાં આવે છે. આયંબીલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર અને આસોમાસમાં આવે છે.

શા માટે ચૈત્ર અને આસો મહિનામાં જ?:

આયંબિલની ઓળી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં... જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે... ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ. બીજી આસો મહિનામાં... જે ચોમાસાનો અંત અને શિયાળાની શરૂઆતનો મહિનો છે... આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ. કેમકે તીથંર્કર પરમાત્માએ એમની પ્રજ્ઞામાં જોયું કે, આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત્।, પિત્ત્। અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે, માટે પરમાત્માએ આયંબિલની પ્રેરણા કરી. આ દિવસોમાં જે આયંબિલની આરાધના કરે છે તે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહે છે.

આયંબિલમાં શું ખવાય? અને શું ખવાય?:

દ્યઉં, ચોખા, બાજરી આદિ અનાજ તથા દરેક જાતના કઠોળ ખવાય.

બાફેલાં કઠોળ, સૂકી રોટલી, રોટલા અને ચણા મમરા ખવાય.

મસાલામાં હીંગ, મરી અને નિમક ખાઈ શકાય છે.

દ્યી, તેલ, મીઠાઈ, મસાલા, ફ્રૂટ, શાકભાજી, દહીં, છાશ, દૂધ, ડ્રાયફ્રૂટસ્ જેવા પદાર્થ, જેમાં જીભને સ્વાદ આવે તે ન ખવાય.

પૂર્વે કોણે કરી આ મહાન આરાધના:

* વર્ધમાન તપની અખંડ રીતે ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર શ્રી ચંદ્રકેવળી બન્યા. જેઓ ગઈ ચોવીસીમાં બીજા નિર્વાણી પ્રભુના શાસનમાં મોક્ષે પધાર્યા.તેમનું નામ ૮૦૦ ચોવીસી સુધી અમર રહેશે.
* ભગવાન રઋશભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ.
* સનત્કુમાર ચક્રવર્તીએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળીપૂર્ણ કરીને લોકોત્તર પુણ્ય પ્રાપ્ત કરી ચક્રવર્તી થઇ ત્રીજા દેવલોકે ગયા.
* ભગવાન નેમીનાથના સદુપદેશથી દ્વારિકાનો ઉપદ્રવ ટાળવા ૧૨ વર્ષ સુધી અખંડ આયંબિલ ચાલેલ.
* પાંચ પાંડવોએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળી કરેલ.
* મહાસતી દ્રોપદીએ પદ્મોતર રાજાની આપત્તિમાંથી દૂર થવા માટે છ મહિના પર્યંત છઠણા પારણે આયંબિલ કર્યા હતા.(જ્ઞાતા સૂત્ર)
* મહાસતી દમયંતીએ પૂર્વ ભવમાં ૫૦૪ અખંડ આયંબિલથી તીર્થંકર તપ કરીને ૨૪ ભગવાનના લલાટમાં હીરાના તિલક સ્થાપેલ.
* ચરમ કેવળી જંબુસ્વામીએ પૂર્વ ભવમાં ૧૨ વર્ષ સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* ધન્ના અણગારે જાવજજીવ સુધી સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* સિંહસેન દિવાકર સૂરીએ ૯ વર્ષ સુધી અખંડ આયંબીલ કરેલા.
* વીર પ્રભુની ૪૪ મી પાટે થયેલ જગત્ચંદ્રસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.
* સંતિકર સ્તોત્રના કરતા મુનિસુંદરસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.

નવપદજીની શાસ્વતી ઓળી એટલે:


*કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમા આયંબીલ કરવું મહા-મંગલકારી છે.
*આયંબિલ એટલે કઠીન કર્મો ક્ષય કરવાનો રામ-બાન ઈલાજ.
*ઓળીમાં ઓછામા ઓછા ત્રણ આયંબિલ કરવા જેથી વિધ્નો દૂર થાય અને શાંતિ મળે.

આ તપ કરવાથી -

1. શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધે છે. શરીરને ડિટોકિસફાય કરે છે. 

2. તમામ દર્દનું ઔષધ તપ માનવામાં આવે છે.

3. તપ એ કર્મ નિર્જરા કરવાનુ ઉત્તમોત્તમ સાધન છે એટલે જ ઉત્તરાધ્‍યયન સૂત્રમાં પ્રભુએ ફરમાવેલ છે કે ક્રોડો ભવના બાંધેલા કર્મો તપથી નિર્જરી અને ખરી જાય છે. 

4. આયંબીલ તપ કરવાથી રસેન્‍દ્રીય ઉપર વિજય મેળવી શકાય છે. કારણ કે પાંચ ઈન્‍દ્રિયમાં રસેન્‍દ્રિયને જીતવી ખૂબ જ કઠીન છે. જીભ બે કામ કરે, ખાવુ અને બોલવુ પરંતુ મોટાભાગે આ જીભ ખાઈને બગાડે છે અને બોલીને પણ બગાડે છે. ફકત પેટને ભાડુ દેવા ખાતર જ ખોરાક ગ્રહણ કરવાનુ લક્ષ રાખવાનુ હોય છે.

5. ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્ઘકાલીન સમય સુધી તપની આરાધના કરેલી હતી. આ આયંબીલ તપની તાકાત એટલી જબરદસ્‍ત છે.

6. આયંબિલ વિધ્નોને હરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. 

આયંબીલની ઓળીમાં નવ દિવસ સુધી નવપદ જેમાં નમો અરિહંતશરણ પદથી લઈને નમો લોએ સવ્‍વસાહૂર્ણ અને જ્ઞાન – દર્શન ચારિત્ર અને તપની આરાધના કરવાની હોય છે. ગ્રંથોમાં આયંબીલ તપનું મહત્‍વ બતાવતા અનેક પ્રેરક દૃષ્‍ટાંતો આવે છે જેમાં શ્રી પાલ અને મયણાનું દૃષ્‍ટાંત સુપ્રચલિત છે કે આયંબીલ તપ કરવાથી શ્રીપાલની કાચા કંચનવર્ણી બની જાય છે. તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલુ છે.

પ્રભુ પરમાત્‍માને જયારે પ્રશ્ન પૂછવામાં આવે કે હે પ્રભો ! આપના ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્‍વીઓમાંથી શ્રેષ્‍ઠ તપસ્‍વી કોણ? ત્‍યારે કરૂણાસાગર જવાબ આપે કે કાંકદીના ધન્‍ના અણગાર કે જે  જાવજજીવ છઠના પારણે છઠ અને પારણમાં પણ આયંબીલ ઉચ્‍છિત આહાર કરતા, એટલે જ સાધુ વંદનામાં સ્‍તુતિ કરતા બોલીએ છીએ કે વીરે વખાણયો…ધન્‍નો… ધન્‍નો અણગાર.

 તપસ્‍વીઓને ખૂબ ખૂબ સુખશાતા – સમાધિ રહે તેનુ શ્રી સંઘે કાળજી રાખવાથી તપસ્‍વીઓ તપમાં આગળ વધતા રહી કર્મોની નિર્જરા કરે છે સાથોસાથ શાસનની આન – બાનને શાનમાં પણ વધારો કરે છે. સળંગ નવ દિવસ સુધી તપ થઈ શકતુ હોય તો તે ઉત્તમ છે પરંતુ જેનાથી કોઈ કારણસર ન થઈ શકતુ હોય તો છૂટક – છૂટક પણ આયંબીલ કરી શકાય છે. જેથી જીવાત્‍મામાં તપના સંસ્‍કાર આવે છે.

ઓળી કરનાર ભાઇ – બહેનોને આવશ્યક સૂચનો:

1. આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહી.
2. આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવવો તથા બની શકે તેટલી `અ-મારી’ પળાવવી.
3. પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન, અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહિ.
4. આયંબિલ કરતી વખતે આહાર ભાવતો હોય કે ના હોય તેના ઉપર રાગદ્વેષ કરવો નહિ. વાપરતા `સુર સુર’ `ચળ ચળ’ શબ્દ નહિં કરતા એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું.
5. ચૌદ નિયમો હંમેશ ધારવા ઉપયોગ રાખવો.
6. પાણી પીધા પછી પ્યાલો તુરત જ લૂછી નાંખવો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉપ્તતિ થાય છે.

Saman Shrutpragyaji

Date: April 4, 2019

Mumbai 

 

 

 

Add Comment