ધ્યાનનું સમ્યક દર્શન : સમણ શ્રુતપ્રજ્ઞજી
Peace of Mind

એક માણસ તેના મિત્રો પાસે બેઠો હતો. એ બહુ જ બેચેન અને  પરેશાન હતો અને એવું દેખાતું હતું કે તેની અંદર ઘણું જ દુ:ખ છે, કોક પીડાને તે દબાવી રહ્યો હોય એવું લાગતું હતું. અંતે એક મિત્રએ તેને પૂછ્યું કે: ‘આટલો બધો પરેશાન કેમ છે? શું માથું દુ:ખેછે? શું પેટમાં દર્દ છે?’ તે માણસે કહ્યું: નથી માથુ દુ:ખતું કે નથી પેટમાં દુ:ખતું પરંતુ મને ચપ્પલ ડંખી રહ્યા છે, ચપ્પલ બહુ જ ફીટ છે.’ તે મિત્રે કહ્યું: ‘તો પછી ચપ્પલ કાઢી નાખ અને આટલા ફીટ ચપ્પલ હોય અને આટલા હેરાન કરતાં હોય તો બીજા ઢીલા ચપ્પલ ખરીદી લે.‘

તે માણસે કહ્યું: ‘નહીં, તે ન બની શકે, આમ પણ હું ઘણી જ મુસીબતમાં છું. મારી પત્ની બીમાર છે, અને મારી દીકરીએ ન કરવા યોગ્ય છોકરા સાથે લગ્ન કરી લીધા છે, છોકરો શરાબી છે, જુગારી છે અને મારી હાલત દેવાળું ફૂંકવાની નજીક છે. નહીં, હું આમ પણખૂબ જ દુ:ખમાં છે. તે મિત્રએ કહ્યુ, ‘તું પણ પાગલ છે? આમ પણ દુ:ખી છે તો આ ચપ્પલને તો બદલી નાખ. તે માણસે કહ્યું, ‘આ ચપ્પલથી જ મને એક સુખ મળે છે. ત્યારે તે બહુ જ ચક્તિ થયો અને કહ્યું: ‘એ સુખ કેવું છે?’ તે માણસે કહ્યું: ‘હું આટલીમુશ્કેલીમાં છું, દિવસભર આ ચપ્પલ ડંખે છે, સાંજે જ્યારે આ ચપ્પલ ઘરે જઈને ઉતારું છું તો ઘણી રાહત, ઘણું સુખ મળે છે. બસ, આ એક જ સુખ મારી પાસે છે અને બીજા બધા તો દુ:ખ જ દુ:ખ છે. આ ચપ્પલ હું બદલી ન શકું.’

જેને આપણે સુખ કહીએ છીએ તે ડંખતા ચપ્પલથી વધુ કશું જ નથી. આપણા સુખો થોડી ક્ષણોની રાહતથી વધુ નથી. આપણે જેને સુખ કહીએ છીએ તે કોઈ તનાવથી થોડીવાર માટેની મુક્તિ છે. આ સુખ નકારાત્મક છે, નેગેટિવ છે. આપણે જેને સુખ કહીએ છીએ, ધર્મ તેને સુખ નથી કહેતું અને છે પણ નહીં તે આપણે સારી રીતે જાણીએ છીએ. એક વ્યક્તિથોડીક વાર માટે દારૂ પીવે છે તે માને છે કે તે સુખી છે! એક માણસ થોડીક વાર સેક્સ ભોગવે છે અને માને છે કે તે સુખી છે. એક વ્યક્તિ થોડીક વાર માટે સંગીત સાંભળે છે તો વિચારે છે કે તે સુખી છે! એક વ્યક્તિ બેઠા – બેઠા ગપ્પા મારે છે, હસી મજાક કરે છે,હસે છે અને વિચારે છે કે સુખી છે!

આ બધા સુખો સાંજના ડંખતા ચપ્પલ કાઢીએ તેનાથી જરા પણ જુદા નથી. આને સુખ સાથે કોઈ સંબંધ નથી. સુક એક પોઝિટિવ, એક હકારાત્મક સ્થિતિ છે – નકારાત્મક નહીં, સુખ છીંક જેવી વસ્તુ નથી – કે છીંક આવે અને પાછળ થોડીક રાહત મળી જાય છે!કારણ કે છીંક હેરાન કરતી હતી. સુખ એક નકારાત્મક વસ્તુ નથી કે એક બોજ મનમાંથી જતો રહે છે અને પાછળ સારું લાગે છે. સુખ હકારાત્મક અનુભવ છે, પરંતુ આવા સુખનો અનુભવ થાય કઈ રીતે? ધ્યાન વગર આવા હકારાત્મક સુખનો કોઈને અનુભવ નથીથતો અને જેમ જેમ માણસ સભ્ય અને શિક્ષિત બન્યો છે. તેમ તેમ ધ્યાનથી દૂર જતો રહ્યો છે. આપણું બધું જ શિક્ષણ, આપણી સભ્યતા – માણસને બીજા સાથે કઈ રીતે સંબંધિત થવું તે જ શીખડાવે છે, પરંતુ પોતાની સાથે કઈ રીતે સંબંધિત થવું, તે નથીશીખડાવતી. સમાજને કંઈ મતલબ નથી કે તમે તમારી જાત સાથે સંલગ્ન થાવ કે ન થાઓ. સમાજ ઈચ્છે છે તમે બીજા સાથે સંલગ્ન બનો કુશળતાથી અને તમે કુશળતાથી કામ કરો, વાત ખતમ થઈ ગઈ.

સમાજ તમને એક હિસ્સાથી વધુ કઈ નથી માનતો, તમે સારા દુકાનદાર, સારા નોકર, સારા પતિ, સારી મા, સારી પત્ની હો એટલે બસ વાત પૂરી થઈ ગઈ. તમારી સાથે સમાજને કંઈ લેવા – દેવા નથી. સમાજનું બધું શિક્ષણ ઉપયોગિતા પર છે. સમાજ તમને શિક્ષણએવું દે છે, જેનાથી કંઈક પેદા થતું હોય, આનંદમાંથી કંઈ પણ પેદા થતું દેખાતું નથી. આનંદ કોઈ કોમોડિટી નથી કે બજારમાં વેચાઈ શકે. આનંદ કોઈ એવી ચીજ નથી કે જે રૂપિયામાં મંગાવી શકાય. આનંદ કોઈ એવી ચીજ નથી કે જેને બેન્ક – બેલેન્સમાં જમાકરાય. આનંદ કોઈ એવી ચીજ નથી કે જેની કોઈ બજારમાં કિંમત હોય. તેથી સમાજને આનંદ સાથે કોઈ મતલબ નથી અને મુશ્કેલી એ છે કે આનંદ જ એક એવી ચીજ છે, જે વ્યક્તિ માટે મૂલ્યવાન છે; બાકી કંઈ પણ મૂલ્યવાન નથી, પરંતુ જેમ જેમ મનુષ્ય સભ્યથતો જાય છે. યુટિલિટેરિયન બને છે અને બધી જ વસ્તુની ઉપયોગિતા હોવી જોઈએ એવું માનતો થાય છે.
મારી પાસે લોકો આવે છે અને કહે છે, “ધ્યાનથી શું મળશે? કદાચ તેઓ વિચારતા હશે… “રૂપિયા મળશે, મકાન મળશે, કોઈ પદ મળશે… ધ્યાનથી ન પદ મળશે કે ન રૂપિયા મળશે, નહીં મકાન મળે, ધ્યાનની કોઈ ઉપયોગિતા નથી. પરંતુ જે માણસ ફક્તઉપયોગી વસ્તુની શોધમાં ઘુમે છે તે માણસ ફક્ત મૃત્યુની શોધમાં ફરી રહ્યો છે. જીવનની પણ કોઈ ઉપયોગિતા નથી, જીવનમાં જે પણ મહત્ત્વપૂર્ણ છે તે પરપઝલેસ છે. જીવનમાં જે મહત્ત્વપૂર્ણ છે, તેની બજારમાં કોઈ કિંમત નથી. પ્રેમની કોઈ કિંમત બજારમાં નથી.આનંદની કોઈ કિંમત કિંમત નથી. ધ્યાનની, પરમાત્માની કોઈ કિંમત નથી. પરંતુ જેની જિંદગીમાં અનુપયોગી, નોન-યુટિલિટેરિયનનું મહત્વ નથી, તેની જિંદગી તારાની ચમકની માફક ખોવાઈ જાય છે.

ધ્યાન આપણી જિંદગીમાં એ ડાયમેન્શન, એ આયામની એક શોધ છે, જ્યાં આપણે પ્રયોજન વગર ફક્ત હોવાથી જસ્ટ ટૂ બી – હોવા માત્રથી આનંદિત થઈએ છીએ અને જ્યારે પણ આપણા જીવનમાં ક્યાંયથી પણ સુખનું કોઈ કિરણ ઊતરે છે, તો તે જ ક્ષણ હોય છે,જ્યારે આપણે ખાલી કામ વગર સમુદ્ર તટ પર, કે કોઈ પર્વતની ટોચ પર કે રાતના આકાશના તારાની નીચે કે પછી સવારના ઊગતા સૂર્યની સાથે, કે પછી આકાશમાં ઊડતા પક્ષીઓની પાછળ કે ખીલતા ફૂલોની પાસે, બિલકુલ બેકાર, એકદમ વ્યર્થ ક્ષણમાં હોઈએછીએ, ત્યારે આપણા જીવનમાં સુખની થોડીક ધ્વાનિ ઊતરે છે.

મારા મતે ધ્યાનથી વધુ કિંમતી ચીજ કોઈ નથી અને ધ્યાનથી વધુ બહુમૂલ્ય પણ કોઈ વસ્તુ નથી. અને આશ્ચર્યની વાત એ છે કે આ જે ધ્યાન, પ્રાર્થના કે આપણે જે કંઈ નામ દઈએ, તે લોકો વિચારે છે એટલી કઠીન વાત નથી. મુશ્કેલી અપરિચિતની છે. મુશ્કેલીઅજાણ હોવા સિવાય બીજી કોઈ નથી જેમ કે આપણાં ઘરના આંગણામાં ફૂલ ખીલ્યું હોય અને આપણે બારી ખોલી ન હોય, જેમ કે બહાર સૂરજ ઊગ્યો હોય અને આપણા દ્વાર બંધ હોય. ખજાનો સામે પડ્યો હોય અને આપણે આંખ બંધ કરીને બેઠા હોય – આવીમુશ્કેલી છે. આપણા હાથે જ અપરિચિતતાને કારણે કંઈક ખોયું છે. ધ્યાન દરેક વ્યક્તિની ક્ષમતા છે. ક્ષમતા જ નહીં, દરેક વ્યક્તિનો અધિકાર પણ છે. પરમાત્મા જે દિવસે વ્યક્તિને જન્મ દે છે, ધ્યાનની સાથે જ જન્મ દે છે. ધ્યાન આપણો સ્વભાવ છે તેને આપણેજન્મની સાથે લઈને જન્મીએ છીએ. તેથી ધ્યાન સાથે પરિચિત થવું મુશ્કેલ નથી. દરેક વ્યક્તિ ધ્યાનમાં પ્રવેશી શકે છે.

Add Comment