શ્રદ્ધાથી સ્વાસ્થ્ય જલ્દી સુધરે છે – સમણ શ્રુતપ્રજ્ઞ
Peace of Mind

માત્ર ડાળીઓને નહિ. જડને પણ ઠીક કરે :

લગભગ દરેક ડોક્ટર સવારથી સાંજ સુધી પોતાના કામમાં વ્યસ્ત હોય છે. આટલી વ્યસ્તતા શા માટે? બીજા કોઈ પણ ધંધા ઊંચા નીચા થતા હોય છે પણ તબીબી પ્રોફેશનને વરદાન છે કે આ ધંધો ક્યારેય બંધ થવાનો નથી, બીમાર લોકોનું લિસ્ટ ક્યારેય ઘટવાનું નથી. આજે ઉપચારો ખૂબ વધી રહ્યા છે, તબીબી ક્ષેત્રે નીત-નવું અનુસંધાન થઇ રહ્યું છે છતાં બીમારીઓ ઘટવાના બદલે રોજે રોજ વધી રહી છે. દરેક ડોક્ટર એક વાક્ય દર્દીને કહેતા હોય છે કે થોડા સમય પછી રેકર થઇ શકે છે. ફરી મળીશું – આવું કેમ કહે છે? એવા ડોકટર બનવું જોઈએ કે દર્દીને કહી શકે કે હવે આપણે ક્યારેય નહિ મળીએ. દરેક બીમારીઓની જડ મગજમાં હોય છે, ભાવ જગતમાં હોય છે. શરીરનો ઉપચાર કરી લઈએ છીએ પણ વિચારોનું શું? જીવન પદ્ધતિનું શું?, ભાવ જગતની સ્વસ્થતાનું શું? તેને જો સ્વસ્થ નહિ કરીએ તો બીમારીઓ પાછી આવશે. એવા ડોક્ટર બનો કે માત્ર ડાળીઓ જ ન કાપીએ, વૃક્ષના મૂળિયાને પણ ઠીક કરીએ.

ડોક્ટરની માન્યતા સમ્યક બને:

એક વાત એ પણ સમજી લેવી જોઈએ એ દર્દીનો ઉપચાર કરતા પહેલા પોતાને સ્વસ્થ બનાવીએ. બીજાની બીમારી મિટાવવાનો એક જ ઉપાય છે કે એ બીમારીને પહેલા પોતાનામાંથી કાઢી નાખીએ.જે ડોક્ટર પોતે આધ્યાત્મિક અર્થોમાં સ્વસ્થ હોય છે, એ ડોક્ટરના વાયબ્રેશન જ એટલા સ્ટ્રોંગ અને દિવ્ય હશે કે એ દર્દીને પણ સ્વસ્થ કરવામાં મોટું કામ કરશે. દર્દીને પણ માત્ર શરીરથી જ નહિ, મન અને ભાવોથી પણ સ્વસ્થ બનાવવામાં સહયોગી બનશે. જે ડોક્ટર પોતે એવું માને છે કે ટેંશન તો નેચરલ છે, ચિંતા તો નેચરલ છે, બ્લડ પ્રેશર તો નેચરલ છે, સુગર તો નેચરલ છે, તો પછી તેની સારવાર કરવી અત્યંત અઘરી બની જશે. જે ડોકટર પોતે આલ્કોહોલ લે છે, એ જ ડોક્ટર દર્દીને કહેશે કે એક પ્યાલી લે લી તો કોઈ બાત નહિ. એક બોટલ વાઈન તો હાર્ટ માટે ઉત્તમ છે. જે ડોક્ટર પોતે માંસાહારી હોય છે એ જ બીજાને મીટ ખાવાની સલાહ આપશે. વોટએવર વિલ બી ડોક્ટર કન્વિક્શન, ધે વિલ રેડિએટ. જે ડોક્ટર પોતે મીટ ખાતા હશે એ કહેશે ચિકન શૂપ લેના ચાહીએ. જે ડોક્ટરનું બિલીફ હોય છે એ કેટ – કેટલા દર્દીઓ સુધી રેડિયેટ થાય છે. દરેક ડોક્ટર પાસે કેટલી મોટી જવાબદારી હોય છે? તેમની વાત દર્દી આંખ બંધ કરીને સ્વીકાર કરે છે. ‘ડોક્ટર નેક્સ્ટ ટુ ગોડ’ – આવું શા માટે કહ્યું છે? જે ડોક્ટરે કહ્યું બસ તથાસ્તુ ! દર્દી ડોક્ટર પાસે આવે છે ત્યારે ડોક્ટર કયાં વાયબ્રેશન રેડિયેટ કરે છે, એના પર દર્દીના સ્વાસ્થ્યનો આધાર હોય છે. ડોકટરે કહ્યું કે ટેંશન નેચરલ, તો દર્દીનું શું થશે? જયારે વ્યક્તિ નોર્મલ હોય છે ત્યારે શરીરના પેરામીટર કેવા હોય છે? ક્રોધ, ચિંતા વગેરે નેગેટિવ ભાવોની શરીર પર અનૂકુળ અસર થાય છે કે પ્રતિકૂળ? તો પછી આ ભાવો નેચરલ કેવી રીતે હોઈ શકે? ડોક્ટરની સૌ પ્રથમ માન્યતા સમ્યક હોવી જોઈએ.

હીલિંગનું આધ્યાત્મિક વિજ્ઞાન:

આધ્યાત્મિક સ્વાસ્થ્યનો પહેલો અર્થ છે – માન્યતા સમ્યક રાખીએ. પ્રસન્નતા, પ્રેમ, કરુણા, ઈમાનદારી, શાંતિ, આનંદ – આ ભાવો નેચરલ છે. ટેંશન, ચિંતા, ભય, બીમારી , ચીડિયાપણું – આ બધા ભાવો કૃત્રિમ છે – એવું દ્રઢ કરી લઈએ. આધ્યાત્મિક સ્વાસ્થ્યનો બીજો અર્થ છે – એક સ્વસ્થ ડોક્ટર સ્વસ્થ વાયબ્રેશન રેડિયેટ કરે છે. માટે પહેલા ડોક્ટર મન અને ભાવથી સ્વસ્થ રહે એ જરૂરી છે. એક દર્દી વારે વારે પ્રશ્નો પૂછે તો પણ ડોકટર પોતાનું માનસિક સંતુલન જાળવી રાખે.ડોકટર અપસેટ થઇ જશે તો દર્દીનું શું થશે? એનું હીલિંગ કેવી રીતે થશે? હીલિંગ માત્ર દવા લખી દેવાથી કે સર્જરી કરી દેવા માત્રથી નથી થતું. હીલિંગ ડોક્ટરને મળવાથી શરુ થાય છે. ડોક્ટરના મનોભાવ,વાત કરવાની રીત, વિચારોની સ્વસ્થતા, તેનું બોડી – લેંગ્વેજ બધું જ દર્દીને દવા લેવાના પહેલા અસર કરે છે. હવે તો સ્થિતિ વધુ ખરાબ છે. મીડિયામાં એટલા બધા પ્રોગ્રામ અને ઇન્ફોર્મેશન આવવા મંડી છે કે હવે ડોક્ટર પર વિશ્વાસ કરવો પણ અઘરો છે. આ ડિસ એડવાન્ટેજ છે. મને કોઈ તકલીફ છે તો હું હવે સીધો ડોક્ટર પાસે નહિ જાઉં, હું પહેલા તપાસ કરીશ, ઓળખીતા ડોક્ટરને શોધીશ કેમકે આજ-કાલ ડોક્ટર પર ભરોસો કરવો અઘરો છે. એવી સ્થિતિ આવવી જોઈએ કે દર્દી આંખ બંધ કરીને આવવો જોઈએ. દર્દીને આપણા ઉપર શંકા આવે તો ક્યાંક આપણા કર્મોમાં ખામી છે.ડોક્ટરના કર્મો સારા હશે તો દર્દી પોતાની મેળે વિશ્વાસ કરશે. ડોક્ટરે પ્રિસ્ક્રિપશન લખ્યું કે આ ટેસ્ટ કરાવો. દર્દી વિચારશે કે ખબર નહિ આ ટેસ્ટની જરૂર છે કે નહિ.આ આપણા બધા સાથે થઇ રહ્યું છે. હીલિંગ ખતમ થઇ રહી છે. ડોક્ટર પર ડાઉટ, તેની ટ્રીટમેન્ટ પર ડાઉટ, ટેસ્ટ પર ડાઉટ, સર્જરી કરાવી જરૂરી છે કે નહિ એમાં ડાઉટ, ફી પર ડાઉટ,હીલિંગ થશે કેવી રીતે? અરે, ફેથ ઇસ ધ બેઝિક ઇન્ગ્રિડિયન્સ ઓફ ધ હિલિંગ. ઘણા ડોકટરો આ બધી બાબતે જાગૃત પણ હોય છે અને સમાજમાં સારી સેવા પણ આપે છે. જેની વાત આવતા અંકે વિચારીશું.

Add Comment