સાધના યાત્રા : તિરૂવનમલઈના પ્રથમ દિનની અનુભૂતિ (૧૭ એપ્રિલ, ૨૦૨૫)
Peace of Mind

સાધના યાત્રા | Day :1 

૧૭ થી ૨૩ એપ્રિલ, ૨૦૨૫ શ્રી રમણ મહર્ષિ આશ્રમ, તિરૂવનમલઈ

૧૬ એપ્રિલ, ૨૦૨૫

આજે હું ચેન્નઈમાં શ્રી પદમજી ચોરડિયા સાહેબના નિવાસસ્થાને પહોંચ્યો છું. અભય એરપોર્ટ લેવા આવેલ, એ માટે એમનો આભાર. સાંજે આત્મીય ભાવનાથી ભરેલો સત્સંગ યોજાયો અને બીજા દિવસે સવારે પ્રેમપૂર્વકનો સ્વાદિષ્ટ નાસ્તો લીધી. પદમજી અને સમગ્ર પરિવારનો આદરભર્યો આભાર તેમના સ્નેહ અને આત્મીય સ્વાગત માટે અને આભાર આનંદ ભાઈ ચોરડીયા માટે પણ જેમને આ આયોજન કર્યું.

*૧૭ એપ્રિલ, ૨૦૨૫*

નાસ્તા બાદ અમારી તિરૂવનમલઈ તરફની યાત્રા શરૂ થઈ. આ પવિત્ર સ્થળ ચેન્નઈ અને બેંગલોર બંનેથી લગભગ ૨૦૦ કિમી દૂર આવેલું છે. ત્યાં પહોંચીને પ્રથમ અમે અરુણાચલેશ્વર શિવ-શક્તિ મંદિરમાં દર્શન કર્યા. મંદિરના શાંત અને દિવ્ય વાતાવરણમાં ગહન આંતરિક શાંતિનો અનુભવ થયો.

સાંજના સમયે, અમે પ્રખ્યાત શ્રી રમણ મહર્ષિ આશ્રમમાં ધ્યાન કર્યું – એક હૃદયસ્પર્શી અનુભૂતિ થઈ. આશ્રમમાં એવી મૌનતા વ્યાપેલી છે કે જાણે પોતે રમણ મહર્ષિની દિવ્ય ઉપસ્થિતિ અનુભવી રહ્યા હોઈએ.

આશ્રમમાં રહેવાની પૂર્વ વ્યવસ્થા ન હોવાથી, ગણેશભાઈની વ્યસ્તતાના કારણે એ બુકિંગ કરવાનું ચૂકી ગયા.. કંઈ વાધો નહીં, થોડી તકલીફ પડી પણ એ પણ સાધના જ છે ને!

હું આશ્રમથી માત્ર ૨ મિનિટના અંતરે આવેલા શાંતિમય શ્રી શેષાદ્રી સ્વામીગળ આશ્રમમાં રોકાયો છું. દરરોજ હું રમણ આશ્રમમાં ધ્યાન કરવા જાઉં છું.

આશ્રમનું વાતાવરણ સંપૂર્ણ મૌનમાં ડૂબેલું છે. ત્યાંના કર્મચારીઓ અને સેવકો પણ મૌનમાંથી પોતાની ફરજો બજાવે છે. અહીંની આંતરિક શાંતિ ખૂબ ઊંડી છે.

મને વિશેષ રૂપે આશ્રમમાં નાસ્તો કરવાનો પણ અવસર મળ્યો – કેળાના પાન પર પીરસાયેલ સરળ પરંતુ આધ્યાત્મિકતાથી ભરેલું ઇડલી અને સાંભર. કોઈ ચમચી નહીં – પરંપરાગત રીતે પાંચ આંગળીઓથી જ ભોજન. એક મનને સ્પર્શે એવી અનુભૂતિ!

આશ્રમનું પુસ્તકાલય એ એક અધ્યાત્મિક ખજાનો છે. શ્રી રમણ મહર્ષિ પર આધારિત ઘણા પુસ્તકો જોવા મળ્યા, અને કેટલીક ગુજરાતી આવૃત્તિઓ ખરીદવાની મારો ઈરાદો છે.

---

શ્રી રમણ મહર્ષિ (૧૮૭૯ – ૧૯૫૦) વિશે થોડી માહિતી

શ્રી રમણ મહર્ષિ આધુનિક ભારતના અત્યંત પૂજનીય ઋષિ હતાં, જેઓ આત્મવિચાર (Self-Inquiry – આત્મવિચારणा) વિષેના તેમના ઊંડા શિક્ષણ માટે જાણીતા છે. તેમનો મુખ્ય સંદેશો સરળ પણ જીવન પરિવર્તન કરનાર એવો હતો: "હું કોણ છું?" તેમણે શોધકોએ પોતાના અંદર નજર ફેરવી અને અહંકારની બહાર જતી પોતાની સાચી ઓળખ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે.

રમણ મહર્ષિએ માત્ર ૧૬ વર્ષની વયે આત્મસાક્ષાત્કાર પામ્યા અને તેમના જીવનનો મોટો ભાગ તિરૂવનમલઈના પવિત્ર અરુણાચલ પર્વત પાસે વિતાવ્યો. આજે પણ તેમનો આશ્રમ શાંતિ, જાગૃતિ અને આંતરિક સ્થિરતાનું પાવન સ્થાન છે.

~ Samanji

---

Add Comment