સાધના માં સ્વાસ્થ્ય નું મૂલ્ય – તા. ૨૪/૩/૨૫
"સ્વસ્થ વ્યક્તિના માથા પરની તેજસ્વી ઊર્જાને કોઈ રોગ સ્પર્શી શકે નહીં."
જે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢતો નથી, તેને બીમારીના ઈલાજ માટે સમય કાઢવો જ પડે છે! બીમારી થતાં પહેલાંજ સ્વાસ્થ્ય જાળવી લઈએ તો દુનિયામાં કેટલો મોટો બદલાવ આવી શકે? આજના યુગમાં સ્વાસ્થ્ય જાળવવા માટે વધારે સક્રિય થવું જરૂરી છે. ટેક્નોલોજી અને મશીનરી વધતાં શારીરિક શ્રમ ઘટી ગયો છે. તેથી હવે ખાસ પ્રયત્નો કરવો જરૂરી છે. દોડવું, સાઈકલ ચલાવવી, દોડતા દોડતા યોગાસન કરવાં, એવો કોઈ ન કોઈ શારીરિક અભ્યાસ દરરોજ ઓછામાં ઓછો ૩૨ મિનિટ સુધી કરવો જરૂરી છે. આવી પ્રવૃત્તિઓથી શરીરના આંતરિક તંત્રો સારા બની રહે છે. આજના વૈજ્ઞાનિક સંશોધનોએ આ પુરવાર કર્યું છે કે ૩૨ મિનિટ સુધી સતત ધબકતી હ્રદયગતિથી થતી પ્રવૃત્તિઓએ શરીરમાં નવા કોષોની ઉત્પત્તિ થાય છે.
આજના ઝડપી અને ડિજિટલ યુગમાં મનોમન શાંત થવું અને ધ્યાન કરવું ખૂબ જ આવશ્યક બન્યું છે. સતત ૩૨ મિનિટ ધ્યાન કરવાથી "ન્યૂરોપીન" અને "સિરોટોનિન" નામના હોર્મોન્સનું સ્તર વધે છે, જેનાથી ચિંતા, ભય ઘટે છે અને યાદશક્તિ વધે છે તથા મન શાંત અને તાજું બને છે. એટલે રોજિંદા જીવનમાં ૩૨ મિનિટનું ધ્યાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી અને ચમત્કારિક સાબિત થયું છે.
જે લોકો નિયમિત સાધના કરે છે તેઓ ઓછા બીમાર પડે છે, દવાઓની જરૂરિયાત ઘટે છે અને જીવનમાં આનંદનો પ્રવાહ યથાવત રહે છે. વિના સાધના ભલે મોટી મોટી સફળતા મળે, પરંતુ સાચો સુખ અને સંતોષ ન મળે. તેથી દરરોજ ઓછામાં ઓછા ૨૦ મિનિટ ધ્યાન કરવું આવશ્યક છે. આ આજના આરોગ્યનો સેતુ સંદેશ છે...
~ Samanji