અનુચિન્તન: 20: કોરોનાનું આંતરિક સુરક્ષા કવચ
Peace of Mind
નિષ્ણાતો કહે છે કે કોવિડ19 ઘણા સમય સુધી આપણી સાથે જ અને આપણી આજુબાજુ જ રહેવાનો છે. એટલે ખૂબ જ સાવધાની રાખવી પડશે. આની સામે લડવા શું કરવું જોઈએ? એક શિલ્ડનું નિર્માણ કરો. મીડિયાએ લગભગ બાહ્ય શિલ્ડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ પણ જરૂરી છે કેમ કે તે વાયરસને ફેલાતો અટકાવે છે. આમાં શારીરિક દૂરી, 20 સેકન્ડ સાબુથી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો, અને સેનિટાઇઝર લગાતાર વાપરતા રહેવું. પરંતુ આમાં ઘણી વાર ચૂક થવી સંભવ છે. એટલે સાથોસાથ એક બીજું ભીતરી શિલ્ડ બનાવવું જરૂરી છે, જેની લગભગ આપણે અવગણના કરી છે. આ શીલ્ડનું નામ છે - રોગપ્રતિકારક શક્તિ.

રોગપ્રતિકારક શક્તિ એ માઇક્રોસ્કોપિક આર્મી છે, જે આપણા મોઢામાં, નાકમાં, ચામડીમાં, ફેફસાંમાં, અને મળદ્વાર પાસે રહે છે. આ શક્તિને મજબૂત બનાવવી આપણા હાથમાં છે અને આ જ વાયરસ સામે લડવાનો સ્થાઈ ઉપાય છે. કેટલાક ઉપાયો –

1. પ્રાણાયામ કરો: દરેક પ્રાણાયામ ઓછામાં ઓછું 5-5 મિનિટ કરો. દિવસમાં બે વાર પણ કરી શકાય. 

એક - કપાલભાતિ કરો, 
બે - શ્વાસને નાકથી લ્યો અને મોઢાથી છોડો, 
ત્રણ - શ્વાસને અંદર લઇ, અંદર રોકો અને બહાર છોડી,બહાર રોકો - રોકી શકાય એટલું જ રોકો.  

2. ખાલી પેટ ચાર સેટ સૂર્યનમસ્કાર કરો.

3. શરીરના કોઠા પ્રમાણે ઉકાળો પીઓ જેમાં આદુ, ફુદીનો, તુલસી,ગોળ, મરી, હળદર અને ઉપર જરાક ગાયના ઘીના ટીપા નાખી સેવન કરો.

4. દિવસમાં એકવાર કે વધુ બાફ લેવો.

5. જરા ગરમ એવા પાણીમાં અડધું લીંબુ નીચોવીને વારંવાર વાપરવું, 

6. નિયમિત 10 મિનિટ ધ્યાન કે શવાસન કરવું.   

આ ઉપાય સરળ લાગે છે પણ સરળ હોવાનો અર્થ હંમેશા સરળ નથી હોતો. નિયમિત પ્રયોગ કરવા માટે ખૂબ જાગૃત રહેવું પડશે. જયારે આપણે આ બંને રક્ષા કવચનો ઉપયોગ કરીશું તો જાતને બચાવવાની 

સાથે આજુ બાજુ અને સમગ્ર રાષ્ટ્રને બચાવી શકીશું. સૌ પોતાના પ્રામાણિક પ્રયત્નથી આમાં વિજયી બને એવી પ્રાર્થના.   

-સમણ શ્રુતપ્રજ્ઞજી 
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

 

 

 

Add Comment