ઈચ્છાના પાંચ પ્રકાર
Peace of Mind

ઈચ્છાના પાંચ પ્રકાર

1.  ઇચ્છા પૂરી કરવા જેવી જ નથી. માણસના ખોડીયે રાક્ષસ બનાવે - પ્રતિષ્ઠા ખતમ થાય તો પણ આવા કામની ઇચ્છા કરતા નહિ. 

2. અમુક ઇચ્છા મનમાં પૈદા થાય છે પણ પૂરી કરવા લાયક નથી. 

પૂરી કરવાનું પાપ ન કરતા.  ઇચ્છા ઉભી થાય છે, પણ પૂરી કરવા લાયક નથી. નુકશાન થયું - મનનું સંતુલન ગુમાવ્યું - જીવન ખતમ કરી દઉં - એવું થાય. ખૂન કરવાની ઇચ્છા - રેપ કરવાની - સંયોગ અનુકૂળ પણ હોય છતાં આવી ઇચ્છા પૂરી ન કરતા. દરેક વૃક્ષ પર પાનખર  આવે પણ કોઈ પક્ષી આપઘાત નથી કરતુ  આપઘાત કરનાર કમજોર છે, મજબૂત નહિ, આટલી ગાયો સ્લોટર હાઉસમાં મરવા જાય છે - એને ખબર છે કે હું કપાવાની છું છતાં બચવાની કોશિશ કરે છે. આપણને મનુષ્ય તરીકે શું થયું છે? આવા હલકા વિચારોથી બચજો. એવી રીતે શિષ્ટ પુરુષની નિંદા કરવાનું મન થાય - તો પણ નહિ કરતા. કેટલીક ઈચ્છા પૂરી કરવા જેવી જ નથી - ડીલીટ કરો. સજ્જન તરીકે આ ઇચ્છા કરાય જ નહિ - ભાઈ સાથે કેસ કરું - ક્રિયાનો તો નિષેધ જ છે, ઈચ્છાનો  પણ નિષેધ છે.

3. ઇચ્છા પૂરી ન થાય તો પણ કરવા લાયક છે ( ભાવના )

 દરેક ભગવાનની ઈચ્છા - સવી જીવ કરું શાસન રસી - લાખોમાં  એક તીર્થંકર થાય છે - તો પણ આવી ઇચ્છા કરો. રાણકપુર ગયા? તીર્થ જો જો - આ તાકાત મારામાં ક્યારે આવશે. મંદિરને જોઈને આંખમાં આંસુ, ભગવાન આવી શક્તિ મારામાં ક્યારે આવશે ? 32 સાલનો યુવાન - 1444 સ્થંભ - 84 ભોંયરા - સપનું - ચાર શિલ્પી - એ શિલ્પીને પણ એ જ સ્વપ્ન આવ્યું હતું. એની કોસ્ટ મંદિર બનવું જોઈએ. ખર્ચ કેટલો - ખબર છે? ધરના શાહ કહે છે -  કામ તારું - નામ પરમાત્માનું - દામ મારા - 1444 થાંભલામાંથી ગમે ત્યાં ઉભા રહો - દર્શન થાય. 

પવિત્ર મુનિને જોઈને - આ તાકાત ક્યારે આવે. બીજ વાવી દો જમીનમાં. આ તાકાત ક્યારે આવશે  ક્યારે જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરીશ, ક્યારે થઈશું નિર્ગંથ જો.

4. અમુક ઇચ્છાઓ પૂરી કરવા જેવી છે, પૂરી થઇ શકે છે, પૂરી કરીને રહો 

  - આયંબિલ કરી શકો છો 

 -  રોજ 100 રૂપિયાનું ડોનેશન થઇ શકે છે. 

 - અઠવાડિયામાં એક દિવસ પૂજા 

- રોજ 10 મિનિટ સ્વાધ્યાય 

5. અમુક ઇચ્છા પૂરી થાય તેવી પણ નથી - કરવા જેવી પણ નથી. 

  - આખી દુનિયાની સંપત્તિ મારી ક્યારે થઇ - શાલિભદ્રની માફક 99 પેટી ઉતરે તો - અહીં રહેશો કે મેન્ટલ હોસ્પિટલમાં ? 

ઇચ્છાની  નિષ્ફળતા ના ત્રણ કારણો - પરિબળો 

1. પુરુષાર્થ ઓછો પડે 

2. પુણ્ય ઓછું પડે  

3. સામેનાની પાત્રતા ઓછી પડે  - જમાલીની સામે ભગવાન કઈ ન કરી શક્યા,  પાત્રતાને ચેલેન્જ ક્યારેય નહિ કરતા. 

એક સમય હતો જયારે ભૂલ કરતા દીકરો બાપથી ડરતો હતો - આજે એ સમય છે કે પુત્રની  ભૂલ કાઢતા બાપ ડરે છે,  વિદ્યાર્થીની ભૂલ કાઢતા શિક્ષક ડરે છે  - શિષ્યની ભૂલ કાઢતા - ગુરુ ડરે છે. 

કલયુગ  - જિસ સમય દુર્જન જ્યાદા - સજ્જન કમ ઔર સજ્જન કભી ભી દુર્જન બની જાય 

સતયુગ  - જિસ સમય સજ્જન જ્યાદા - દુર્જન કમ ઔર દુર્જન કભી ભી સજ્જન બન જાય 

------------------------------

1. ઇચ્છાની સફળતા - શાંતિ - સાતમી નરક મેં જા સકતા હૈ 

2. ઇચ્છાની નિષ્ફળતા - અશાંતિ - આપઘાત કરી શકે છે 

3. ઇચ્છાની નિર્મળતા એ ક્રાંતિ છે. - મોક્ષ સુધી પહોંચાડી શકે છે.

------------------------------------------

વાસક્ષેપ નખાવો તો - એક દિન બ્રહ્મચર્ય પાલો 

ધંધામાં આશીર્વાદ લ્યો તો  બેઈમાની નહિ કરીએ નક્કી કરો  

ઘરમાં પગલાં કરાવો તો આ ઘરમાં ગુસ્સો નહિ કરીએ - નક્કી કરો  

માંગલિક સાંભળો તો  હવે અમંગળ થાય એવું કામ નહિ કરીએ - નક્કી કરો  

-----------------------------------------------------------

- ઘણા લોકો પ્રાર્થના કરતા જ નહિ હોય 

- ઘણાની પ્રાર્થના બીજાને પરચો મળે એવી હોય  

- ઘણાની પ્રાર્થના - મારી ઇચ્છા સફળ કરી દો એવી હોય 

- ઘણાની પ્રાર્થના બીજાની શુભ ઇચ્છા પૂરી કરો એવી હોય 

- ઘણાની પ્રાર્થના - મારા માટેની તમારી જે ઇચ્છા હોય એ બધી સફળ કરો 

- મારા માટેની ગુરુજી આપણી જે ઇચ્છા હોય એ સફળ થાઓ 

----------------------------------------------------------

1.સામાન્ય ઇચ્છા - પરિવર્તન હો તો અચ્છા 

2. તીવ્ર - બર્નિંગ ઇચ્છા - પરિવર્તન હોના હી ચાહિયે - કરકે હી રહૂંગા। પર્યુષણ સફળ કરવું છે. ટ્રેન માં પાણી - શેઠ તરસ નથી લાગી - ઈન એની કોસ્ટ - સિકંદર - આધા રાજ્ય - પાણી લાઓ - બધા હીરા આપવા પડશે, કિસી કે પાસ પેમેન્ટ લેના હૈ - સામાન્ય ઇચ્છા કે તીવ્ર ઇચ્છા ?

  પેમેન્ટ કે લિયે બર્નિંગ ડિઝાયર - પરિવર્તન કે લિયે કયો નહિ ?

-------------------------------------------------------------------------

ડુ ઓર ડાઇ - ઇચ્છા 

ડુ બીફોર યુ ડાઇ  - બર્નિંગ ડિઝાયર 

Add Comment