હેલ્થસેટ: (શરીર એ સાધન છે – સાધ્ય નહીં): સમણ શ્રુતપ્રજ્ઞજી 
Peace of Mind

હેલ્થસેટ: (શરીર એ સાધન છે – સાધ્ય નહીં): સમણ શ્રુતપ્રજ્ઞજી 

શરીર એ ઉપકરણ છે – અને જયારે એ સત્વથી ભરેલું હોય ત્યારે જ આપણે જ્ઞાન, સાધના અને સેવા તરફ આગળ વધી શકીએ. પણ આજના યુવાનોનું શરીર ઘણીવાર પોતાને જ સંકેતો આપે છે – ઊંઘ ઘટી છે, આહાર અયોગ્ય છે, યોગ ભૂલાઈ ગયો છે, અને આખું જીવન તંત્ર અસંતુલિત છે.

જૈનધર્મ અમૂલ્ય પદ્ધતિ આપે છે – સાત્વિક આહાર, ઉપવાસ, રાત્રિભોજન ત્યાગ, સમયસર સૂવું, અને શરીર પ્રત્યે જાગૃતિ કેળવવી. સાચું હેલ્થસેટ એ છે જ્યાં આપણે માત્ર ભોગ કેન્દ્રીત જીવવા માટે નહિ, પરંતુ ઉચ્ચ ગુણવત્તા વાળું જીવન જીવવા માટે શરીરને સ્વસ્થ રાખીએ.

કસરત, યોગ અને શ્વાસ- વ્યાયામ એ માત્ર શરીરને જ શક્તિશાળી બનાવે છે એવું નથી પણ સાથોસાથ આપણી આંતરિક ઉર્જામાં વધારો કરે છે. આ ઉર્જા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેનું સુત્રધાર બની જાય છે. સાચો યુવાન એ છે, જે પોતાનું આરોગ્ય જાળવવાને પોતાનો ધર્મ સમજે. કારણ કે આરોગ્ય વિના કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ – ધ્યાનથી લઈને સેવા સુધી – સંભવ નથી.

આજ પૂરતું નહીં પણ હમેશા માટે – આપણું શરીર એ આપણું મંદિર છે એમ સમજી આરોગ્યના આટલા નિયમો દ્રઢતાથી પાડવા જોઈએ:

હેલ્થ સેટના ઉત્તમ વિકાસ માટેના પગલાં:

 *કસરત (Exercise):*

દરરોજ સવારમાં ઉઠીને પરસેવો આવે એટલી કસરત કરવી જોઈએ.

સાયકલ ચલાવવી, દોડવું, કૂદવું અને યોગાસન કરવાં મુખ્ય કસરતના પ્રકારો છે.

સૂર્યોદય પહેલા કસરત કરવાની ટેવ તમારા આખા દિવસને ઊર્જાવાન બનાવે છે. કસરતથી ડોપામાઇનનો સ્ત્રાવ થાય છે જેનાથી નવી ઊર્જા, આનંદ અને ઉત્તમ વિચારશક્તિ મળે છે.

*વિશ્રામ (Rest):*

દિવસ દરમ્યાન પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. દરરોજ 10:30 વાગ્યા સુધીમાં ઊંઘવાનું શેડ્યુલ રાખવું. સોશિયલ મીડિયા જેવા વ્યસનોથી બચવું અને માનસિક આરામ માટે ધ્યાન કે પ્રસન્નતાપૂર્ણ પ્રવૃત્તિઓ અપનાવવી.

*સાત્વિક આહાર (Healthy Diet):*

ભોજનની પદ્ધતિ સાત્વિક, પૌષ્ટિક અને તાજી હોવી જોઈએ.

~ દર ત્રણ વર્ષે આરોગ્ય પ્રમાણે આહાર પદ્ધતિમાં ફેરફાર કરવો યોગ્ય રહે છે.

~જાપાની પ્રેરણા મુજબ, ૨૦% પેટ ખાલી રાખીને ખાવું દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીર માટે લાભદાયી છે. જેને જૈન ધર્મ ઉણોદરી કહે છે.

પ્રાચીન આયુર્વેદ જણાવે છે: *"તમારું ભોજન જ તમારું ઔષધ છે."*

*યોગ અને ધ્યાન (Yoga & Meditation):*

યોગ બિમારી પછી નહીં, પણ બિમારી પહેલાંથી શરૂ કરો — એ જ સાચી આરોગ્ય જાગૃતિ છે. બિમારી આવ્યા પછી યોગ કરવો એ મજબૂરી છે.

*પરંપરાગત આરોગ્ય નિયમો (Traditional Health Practices):*

~ વહેલા ઊઠવું

~ નિયમિત ઉપવાસ

~ પ્રકૃતિમાં ફરવું

~ તેલ માલિશ

~ એક્યુપંકચર/ એક્યુપ્રેશર

~ પોષક સપ્લિમેન્ટ્સ

Add Comment