માર્ગાનુસારીનો છઠ્ઠો ગુણ છે: અજીર્ણે ભોજન ત્યાગ
પૂર્વનું ખાધેલું બરાબર પચ્યું ન હોય ત્યાં સુધી નવું ન ખાવું, જે ભોજન પચે નહિ તે અજીર્ણ થાય છે. અજીર્ણ ભોજન બધા રોગોના મૂળમાં છે. સર્વે રોગા અજીર્ણપ્રભવાઃ - જીવન ટકાવા માટે ખાવાનું હતું એના બદલે ખાવા માટે જ જાણે જીવન ટકાવી રાખ્યું હોય એવું લાગે છે.
માર્ગાનુસારીનો સાતમો ગુણ છે: કાળે સામ્યવાળું ભોજન:
ખાધેલું પચી ગયા પછી પણ ભોજન નિયમિત કાળે કરવું જોઈએ, જેવું અન્ન તેવું મન -
કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કૌરવ પક્ષે મહાપરાક્રમી ભીષ્મ પિતામહ સેનાપતિ તરીકે લડતા હતા, છતાં મન મૂકીને લડતા ન હતા . .. આ જોઈને વ્યથિત દૂર્યોધન સંધ્યાકાળે યુદ્ધ વિરામ પછી સત્યવાદી યુધિષ્ઠિર પાસે ગયા અને આ ફરિયાદ કરી.
દૂર્યોધન ! તેનું કારણ છે કે તેમના પેટમાં જતો આહાર બિલકુલ પવિત્ર છે. એટલે માટે તેઓ અસત્યના પક્ષે રહેવા છતાં સત્યના પક્ષે રહેલા અમારી સેનાનો કચ્ચરઘાણ કાઢતા નથી.
આનો કોઈ ઉપાય? હા, એક છે, એના પેટમાં કોઈ પાપીનું ભોજન જાય તો નિચ્ચિત ભીષ્મ પિતામહની બુદ્ધિ બગડે, પછી તેઓ અમારી ખબર લીધા વિના નહિ રહે,
એવો પાપી કોણ છે? દૂર્યોધન તારા જેવો બીજો કોણ પાપી હશે. તારા ભોજનનો એક કણિયો જ ભીષ્મની બુદ્ધિ બગાડવા પર્યાપ્ત છે. ખરેખર બીજા દિવસે એને એવું જ કર્યું અને ભીષ્મએ પછી પાંડવસેનાનો અભૂતપૂર્વ સામનો કર્યો.
માર્ગાનુસારીનો આઠમો ગુણ છે: માતા - પિતાની પૂજા:
એ ઉપકારી છે.એના આશીર્વાદ લેજો - સાંભળજો
ફૂલો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પાર,
એ રાહબરના રાહ પર,કંટક કદી બનશો નહિ,
એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે.
માર્ગાનુસારીનો નવમો ગુણ છે: પોષ્ય પોષણ :
જેમનું ભારણ પોષણ કરવાનું પોતાનું કર્તવ્ય છે, એવા સંબંધી અને નિરાધાર કાકી, ફાઇને સાચવજો।
માર્ગાનુસારીનો દસમોં ગુણ છે: અતિથિ સાધુ -દીનની પ્રતિપત્તિ
જે સદા ધર્મ કરે છે એવા સાધુ, અતિથિ અને ગરીબ - આ ત્રણેયની યોગ્ય સરભરા કરવી
માર્ગાનુસારીનો અગિયારમો ગુણ છે: જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રપાત્રની સેવા:
પુષ્પશાલ પુત્ર, પુણિયો શ્રાવક,મહાશતક શ્રાવક,સુલસા શ્રાવિકા,ઝાંઝરીયા ઋષિ વગેરે પુણ્યાત્મા એક એક ગુણને વળગી રહ્યા તો એ પામી ગયા,. અને મહામુનિ નંદીષેણ, અરણિક મુનિવર, અષાઢાઅભૂતિ,સિંહગુફાવાસી મુનિવર,જમાલી એકાદ ગુણના પાલનમાં બેદરકાર તો ચુકી ગયા.
એવરી મેન કેન નોટ બી ગ્રેટ મેન બેટ એવરી મેન કેન બી અ ગુડ મેન
સોપારીના શોખીન સૂફી ફકીર - દુકાનેથી સોપારી ખરીદી - ડબ્બીમાં મૂકી,ખોલી તો અંદર એક કીડી - પરિવારથી છૂટી પડી ગઈ લાગે છે - 50 કિલોમીટર ચાલીને કીડીઓની લાઈનમાં એ કીડીને મૂકી દીધી હર્ષના આંસૂ આવી ગયા, એક જીવ બચ્યો - આ કોમળતા.