બીજો ગુણ છે - ઉચિત વ્યય: ખર્ચ આવક પ્રમાણે રાખવો. મોટાઈ બતાવવા કે દેખાદેખી કરવા ખર્ચ ન કરો. પૈસાનો અનુચિત વ્યય કરવાથી અનેક અનર્થો સર્જાય છે. પૈસાનો યોગ્ય સદ્ વ્યય કરવાથી અનેક લાભ થાય છે, જેમ કે:
* જીવનમાં શાંતિ રહે છે,
* અન્યાય માર્ગે જવાનું મન થતું નથી,
* કુટુંબ માટે ભવિષ્યની સલામતી રહે છે.
* ધર્મ ક્રિયામાં મન ચોંટે છે.
આજે મોટા ભાગે આ ગુણ પાલનમાં દેવાળું નીકળી ગયું છે. રાતોરાત આમિર થવાના અભરખા, એશોઆરામની જિંદગી જીવવાની લાલસાના કારણે ગામના ઉધાર પૈસા લઇ ધંધો કરવાની વૃત્તિ ખતરનાક છે. નીતિકારોએ કહ્યું છે - મૂડીનો ચોથો ભાગ વેપારમાં રોકો,ચોથો ભાગ વાપરવામાં રોકો,ચોથો ભાગ સુરક્ષિત રાખો - ભવિષ્યમાં જરૂર પડે તો, અને ચોથો ભાગ ધર્મ કાર્યમાં ખર્ચો. એક કહેવત છે - 'જે જાતમાં પહોળો તે પરોપકારમાં સાંકડો એને જે જાતમાં સાંકડો તે પરોપકારમાં પહોળો !! '