માર્ગાનુસારી: પહેલો ગુણ: ન્યાય સંપન્ન વિભવ:
Peace of Mind

રશિયન વિચારક ગોર્કી અમેરિકા ગયા, ત્યાંના ગાઈડે અમેરિકાના વધુમાં વધુ મનોરંજનના સ્થળો બતાવ્યાં   .. સ્વદેશ જતાં ગાઈડે ગોર્કીને પૂછ્યું, આ બધા સ્થળો જોઈને આપનો અમેરિકા માટેનો અભિપ્રાય શું? પ્રશ્ન સાંભળતા ગોર્કીની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું - ' જે દેશને મનોરંજન માટે આટલાં બધાં સ્થળોની, સાધનોની જરૂર પડતી હશે તે દેશ હકીકતમાં કેટલો દુઃખી હશે !

બહારના સાધનોની પ્રચુરતા એ અંદરની નિર્ધનતાની નિશાની છે. જીવન સંજ્ઞા પ્રધાન કે કષાય પ્રધાન ન હોવું જોઈએ, ગુણ પ્રધાન હોવું જોઈએ. સુંદર ગુણોથી સુંદર ભવ પરંપરા ઉભી થાય છે, ઇહલોક અને પરલોક બંને સુધારે છે, સમ્યક દર્શનને નજીક લાવે છે.

માર્ગાનુસારીના 21 ગુણોમાંનો પહેલો ગુણ છે - ન્યાય સંપન્ન વિભવ:

  • પૈસાથી - વિષય પોષણ અને એનાથી કષાયને ઉત્તેજન મળે છે.
  • પૈસા સાધન છે , સાધ્ય નથી. સાધ્ય બને એટલે ક્રૂરતા અને પાપો શરુ થાય છે.
  • કામવાસના કરતા પણ અર્થ વાસના વધુ ખતરનાક છે. કેમકે આ 24 કલાક માથા પર સવાર રહે છે.
  • લોકોમાં એક ભ્રમ છે - સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે - બધા ગુણો પૈસામાં રહ્યા છે.
  • પૈસા ન હોય ત્યારે અસુરક્ષાનો ભય અને આવ્યા પછી સલામતીનો ભય રહે છે.  
  • પૈસા કમાવામાં અને વાપરવામાં પ્રામાણિક અને નૈતિક રહેવું સુખની નીંદ સૂવા બરાબર છે. 

Add Comment