હવે વૅકેશનનો સમય શરુ થઇ ગયો છે, અને કેટલાક માટે વૅકેશન પડવાની તૈયારીમાં છે. આજના બાળકો વૅકેશનની રાહ જોતાં હોય છે. પણ મોસ્ટલી બાળકોને એ ખ્યાલ નથી હોતો કે વેકેશનમાં શું કરવું અને વેકેશન કેવી રીતે ગાળવું? મોટા ભાગે બાળકો મિત્રો સાથે ફરવા જાય છે. મૂવી જોવા જાય છે, ટી.વી. જોવાનું પસંદ કરે છે. આ બધું કરીને પાછાં એ જલ્દી કંટાળી જાય છે. આ બધી વસ્તુ જ એવી છે કે અમુક સમય પછી કંટાળો ઉપજાવે.
વેકેશનનો મૂળ હેતુ છે - રિલેક્સ થવું - મનને આરામ આપવો. એના માટે સાચી રીત છે કે એ સારા પુસ્તકો વાંચે, સારા લોકોને મળે, ક્યાંક જઈને સેવા કરે, પ્રકૃતિની ગોદમાં થોડીવાર તેને માણે, ઘરમાં બેસીને થોડી વાર ધ્યાન કરે, પરિવારના સ્વજનો સાથે સમય પસાર કરી, એમની પાસેથી પણ કંઈક નવું શીખે, જેનો શોખ હોય એ માટે સમય કાઢે અથવા એના ક્લાસ જોઈન કરે અથવા મનગમતી કે જ્ઞાનવર્ધક કોઈ શિબિર યોજાય તો એમાં ભાગ લે. આમ કરવાથી સમયનો સદુપયોગ થશે, કંટાળો નહિ આવે, નવું શીખવાનું મળશે અને સારી રીતે વેકેશન માણ્યાનો આનંદ અનુભવાશે.
સમણ શ્રુતપ્રજ્ઞજી
રાજકોટ
2/4/2019