આયુર્યોગ પ્રયોગ : 3 ( શારીરિક વેદના )
Peace of Mind

દર્દ આપવાથી દર્દ મટે છે એ એક્યુપ્રેશરની જાણીતી બાબત છે. પેટમાં ગડબડ, માથાનો દુઃખાવો, ચેસ્ટ પેઈન - આ બધી આજના સમયની કોમન મુશ્કેલીઓ છે. એના માટે શું કરવું?

પ્રાણ યોગ ધ્યાન: રોજ પાંચ મિનિટ શ્વાસ દર્શન સાધના કરવી.

પ્રાણાયામ: જે નાકથી શ્વાસ ચાલતો હોય તેને બંધ કરી, જે નાક બંધ છે એનાથી 11 વખત શ્વાસ લ્યો અને છોડો.

આહાર યોગ: એક કપ દૂધ એક ચમચી ખસખસના દાણા - ઉકાળીને દિવસમાં એકવાર પી જવા ( ત્રણ દિવસ સુધી કરવાથી શરીરનું કોઈ પણ દર્દ કે દુઃખાવો માટે છે. આહારમાં મેંદાવાળી વસ્તુઓ પર અવશ્ય સંયમ રાખવો.

એક્યુપ્રેશર પોઇન્ટ: હથેળીથી લગભગ 2 આંગળી નીચે કાંડા પર ચિત્ર પ્રમાણે 5 - 5 સેકન્ડ 3 થી 5 વાર દબાવવાથી બેચેની, મોશન સિકનેસ, વોમિટિંગ, પેટમાં ગડબડ, માથાનો દુઃખાવો, ચેસ્ટ પેઈન અને હાથના દર્દમાં રાહત થાય છે. 

Add Comment