ધ્યાન સાધના - વવાણીયા: મોરબી: પહેલો દિવસ: 21 માર્ચ 2025
Peace of Mind

વવાણીયા તા. 21 એપ્રિલ 25

હું તારીખ 21 થી 27 એપ્રિલ 2025 સુધી સૌરાષ્ટ્રની સાધના ભૂમિ વવાણીયામાં છું. અહીંયા મુખ્ય ત્રણ મહાપુરુષો થઈ ગયા - એક: શ્રીમદ રાજચંદ્ર, બે: રામબાઈ માં અને ત્રણ: નીબ કરોલી બાબા. અહીંયા ત્રણે મહાપુરુષના આશ્રમ અત્યંત બાજુ બાજુમાં છે.

વવાણીયા એક તપોભૂમિ છે, સાધના અને જ્ઞાનીઓની ભૂમિ છે. અહીંયા આ મહાપુરુષોએ ખૂબ સાધના કરી, આત્મજ્ઞાન પામ્યા છે. અહીંયા સાધના કરવી જીવનનો એક અમૂલ્ય લહાવો છે.

આજે મારો સાધનાનો પહેલો દિવસ પૂરો થઈ રહ્યો છે. હું રામબાઈ માં આશ્રમમાં રોકાયેલો છું. સેવાભાવી જેસંગભાઈ મારી સાથે છે. સાધનામાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે. રોજ સવારે ૫.૩૦ - ૬.૩૦ ધ્યાન, ૬.૩૦ હું ૭.૩૦ વોકિંગ, ૯ થી ૧૨ અને ૩ થી ૬ મૌન, ૭ થી ૯ ધ્યાન સાધના અલગ અલગ ધ્યાન ભૂમિઓ ઉપર..રોજ સાંજના નીબ કરોલી બાબાના મંદિરમાં જઈને પણ ધ્યાનમાં બેસવાનો લહાવો મળે છે, શ્રીમદ રાજચંદ્રજીને જ્યાં જાતિ સ્મરણ જ્ઞાન થયેલું ત્યાં પણ ધ્યાનમાં બેસવાનો અવસર મળે છે.

રામબાઈ માં આશ્રમમાં ખૂબ જ સારી વ્યવસ્થા છે, સેવકો ખૂબ જ સહયોગી છે. એમના મુખ્ય ટ્રસ્ટી જશુભાઈ રાજકોટમાં રહે છે. સાધના ના પહેલો દિવસ ખૂબ જ આનંદમય રીતે પસાર થયો..

~ સમણજી

Add Comment