કચ્છમાં મૌન ધ્યાન સાધના
તા. ૧૪-૧૭, ૨૦૨૬ સુધી કચ્છમાં માંડવી પાસે સ્થિત પૂજ્ય દિનેશ મુનિ મ. સા. પ્રેરિત માનવ મંદિર ખાતે ચાર દિવસ ધ્યાન માટે મૌનમાં બેસવાનું થયું. એમની કૃપાથી જ આ લાભ મળ્યો.. ખૂબ જ રમણીય વાતાવરણ, સુંદર રહેવાની, જમવાની વ્યવસ્થા અને સ્ટાફ પણ ખૂબ જ વિનીત છે. દિવસના ચાર seating ધ્યાનના કરવાનો અવસર મળ્યો. રોજ ૩૦ મિનિટ યોગાસનો અને બંને સમય વોક લેવાની તક મળી. સેવાભાવી જેસંગભાઈ ઈડા રાજકોટથી સમણ શ્રુતપ્રજ્ઞજીની સાથે છે.
પ્રવૃત્તિ બહુલ સંસારમાં નિવૃત્તિનો આનંદ લેવા મળ્યો એને હું મારું સદભાગ્ય માનું છું. સંસારી લોકો તો પ્રવૃત્તિઓમાં ડૂબેલા હોય જ છે, ધાર્મિક લોકો પણ હવે ધાર્મિક પ્રતિસ્પર્ધા અને શિષ્યો વધારવાની હોડમાં ખૂબ બીઝી છે.. એમને પણ શાંતિથી ધ્યાન કરવાનો સમય નથી. એમને આટલા દોડતા જોવું છું, એમાંથી જ મને સ્થિર થવાની પ્રેરણા મળે છે. એમની આંધળી ભાગદોડ મારા માટે વિરામ લેવાના આશીર્વાદ છે.
મેં મારી યાત્રા દરમ્યાન ઘણા સંસારમાં રહેતા લોકોને પણ એમનામાં આધ્યાત્મિક નિષ્ઠાના દર્શન કર્યા છે. કેટલાક સંસારી લોકો નિયમિત પોતાની સાધના કરીને પોતાની જવાબદારીઓનો પ્રામાણિકતાથી નિર્વાહ કરે છે. સાધુનું જીવન તો આત્મજ્ઞાન માટે જ હોવું જોઈએ ને! એ કેમ ધાર્મિક ઉહાપોહમાં ડૂબી ગયા છે. આશ્ચર્ય થાય છે આ જોઇને.. પણ આ થઈ રહ્યું છે એ પણ યોગ્ય જ હશે, એવું જ્ઞાનીઓનું વચન છે, એટલે આપણે એની વ્યથા કરવાની ન હોય. આપણે પણ અત્યાર સુધી એજ માર્ગ પર હતા ને! હવે પરમની કૃપાથી આ દૃષ્ટિ અને સમજણ ઊઘડી છે, એનો આનંદ છે.