Yoga Day 2026

Yoga Day 2026

Scholarship 2026

Yoga Day 2026

Pravachan with Brahmakumari

Pravachan@ Rajkot

11

Aug / 2026

Memphis, TN Trip

Memphis, TN

17

Aug / 2026

Chicago, IL

Naperville, IL

08

Sep / 2026

Paryushan Parva 2026

Austin, TX

Empowering Minds, Shaping Futures

The Peace of Mind Foundation was established in 2006 in Rajkot, Gujarat (India), with the mission of promoting inner well-being and holistic living by Saman Shrutpragyaji — a spiritual mentor, educator, author, and meditation teacher.

+ SCHOOL SEMINARS
+ MEDITATION Retreats
+ SCHOLARSHIPS GRANTED

The Foundation is dedicated to empowering individuals and communities through spiritual growth, education, and service. Our mission is to spread inner peace, purposeful lifestyle, balanced living, and holistic well-being.

Students
Campus Life

Our Mission

Transforming lives through self-discovery, learning, and acts of kindness.

Our Vision

Empowering individuals to realize their full potential and make a positive impact.

Our Values

Service by selfless giving and contributing to the greater good.

Transforming Lives, Transforming the World

Real Stories, Real Impact

What I deeply appreciate about Samanji is his refreshing candidness and practical approach to spirituality. As a "pseudo-monk" who embraces modern technology while maintaining monastic principles, he ...

Khushi Jain (Chicago)

While I had an amazing time participating in Project Aastha, I do have a couple of suggestions for future programs. For the next Project Aastha, I recommend incorporating more than just Q&A sessions. ...

Siona Shah (Austin, TX)

My name is Pranay Mohnot, and I had a fulfilling experience in Project Aastha 2024/2025. While I enjoyed interacting with school children through the Q&A sessions, I would’ve appreciated an after-ac...

Pranay Mohnot (Singapore)

Nurturing Mind, Body, and Spirit

Peace of Mind
આ વખતે પર્યુષણ પર્વમાં શું કરીશું?

Aug 13, 2026

આ વખતે પર્યુષણ પર્વમાં શું કરીશું?

સમણ શ્રુતપ્રજ્ઞજી

પર્યુષણ પર્વનો સંદેશ:
પાવન પર્યુષણ પર્વ પ્રારંભ થઇ રહ્યું છે.  આ મહાન આધ્યાત્મિક પર્વનો સંદેશ છે - સ્વરુપને ઓળખો. માણસ બધા માટે સારું નરસું બધું કરે છે, માત્ર પોતાની જાતને એ ભૂલી જાય છે. પોતાને ભૂલનાર માનવી સભાન નથી હોતો, સભાન ન હોય એ ભૂલો કરવાનો જ છે. જાતને શા માટે ઓળખવી? આવો પ્રશ્ન થઇ શકે. જાતને એટલે ઓળખવાની છે કે જે કંઈ મહત્વનું છે એ માનવીની ભીતરમાં છે. દુનિયાનું શ્રેષ્ઠ પ્રદાન એને જ કર્યું છે જે ભીતરના પારખું હતાં. આજે માણસને પોતાને માટે જ સમય નથી. સમય નથી કહેવું પણ યોગ્ય નથી, મૂળમાં પોતાનામાં રુચિ નથી. એ કારણે જ માણસ પાસે બહારનું બધું હોવા છતાં એ અંદરથી દુઃખી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને જન્મની સાથે આ બધું જ્ઞાન વિરાસતમાં મળ્યું છે. પશ્ચિમી જગતે અંદરની દુનિયાને શોધવાની હજુ તો હવે શરૂઆત કરી છે. 

જાત સાથે કનેક્ટ થવાનું પર્વ:
આપણી પાસે તો આ જ્ઞાન અને ધ્યાન સદીઓથી છે. આપણે આ અમૂલ્ય વારસાને જાણવાનું ચુકી જઈએ તો મૂર્ખ જ કહેવાઈએ ને. જૈન ધર્મએ અને મહાવીર સ્વામીએ આપણને કેટ-કેટલું આપ્યું છે. આ પર્યુષણ પર્વ એ જ સંદેશ આપે છે કે થોડીવાર પોતાની જાત સાથે બેસીએ, જેને લોકો ધ્યાનના નામથી ઓળખે છે. જાત સાથે બેસવાથી જ પોતાને ઓળખી-પારખી શકીશું. પોતાના દોષોને જોઈ શકીશું અને પોતાની અચ્છાઇઓ સાથે રૂબરૂ થઇ શકીશું. આ પર્યુષણ પર્વ બહારથી ડિસ-કનેક્ટ થવાનું અને જાત સાથે કનેક્ટ થવાનું શીખવે છે. જાત સાથે જે કનેક્ટ થાય એ જ જાતને કરેક્ટ કરી શકે. માંહ્યલો જાગે એવી આ પર્વમાં સાધના કરવાની છે. 

આત્મ - નિરીક્ષણ: 

પર્યુષણ પર્વની આરાધનાનો પ્રારંભ થવો જોઈએ આત્મ નિરીક્ષણથી અને પૂર્ણતા થવી જોઈએ ક્ષમાપનાથી. આ પર્વ માણસને જાત સાથે રૂબરૂ થતા શીખવે છે. જાતને જોયા વિના ભીતરી બદલાવ કોઈ સંજોગોમાં આવતો નથી. એટલે જ્ઞાનીઓએ કહ્યું છે: “તારો મોટામાં મોટો દુશ્મન તને જે રીતે નિહાળે એ રીતે તારી જાતનું નિરીક્ષણ કરજે, અને તો જ તું તારી જાતનો મોટામાં મોટો મિત્ર બની શકીશ.” આત્મ નિરીક્ષણ એટલે પોતાના નાનામાં નાના દોષોનું અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલોને જોવી. પોતાના દોષો અને ભૂલો જોવી એ ખૂબ જ અઘરું કામ છે. કેમ કે મારો ઈગો વચ્ચે આડો આવે છે. એ ઈગોને બીજાના દોષો તો દેખાય છે, પણ પોતાની ભૂલો નથી દેખાતી. આત્મ નિરીક્ષણ કર્યા વિના અધ્યાત્મની શરૂઆત થતી નથી. આત્મજ્ઞાનીઓ કહે છે: આંખોમાં આંસુ ન આવે ત્યાં સુધી પોતાની ભૂલો અને દોષો જોયા જ કરજો. પર્યુષણ પર્વમાં જો આવું કરી શકીશું તો એ ભૂખે રહ્યા વિના મોટું તપ કરવા બરાબર છે. આવું તપ કરીને આપણે વધુ ઉજળા અને ભાગ્યવાન બનીશું.

પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય:
આ પંચમકાળના પાંચ કલંક છે. પર્યુષણના કર્તવ્યો સાથે તેને સમજીએ.

  1. હિંસા યુગ: કળિયુગનું પહેલું કલંક હિંસા છે. આ યુગ હિંસાનો છે. જો કે હિંસા પહેલા પણ હતી પરંતુ અત્યારે તેને ટેક્નોલોજીના માધ્યમે ખતરનાક રૂપ લીધું છે. પશ્ચિમ તો હવે ગન ક્લચર તરફ જઈ રહ્યું છે. જ્યાં ચારેય બાજુ હિંસાનું વાતાવરણ હોય ત્યાં અહિંસાની પ્રતિષ્ઠા જીવનમાં ક્યાંથી થશે? પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રમાં શ્રાવકો માટે જે પાંચ કર્તવ્ય બતાવ્યા છે, એમાં પહેલું છે - અમારી પ્રવર્તના. અમારી પ્રવર્તના એટલે જીવન વ્યવહારમાં અહિંસાની પ્રતિષ્ઠા. જૈન લોકોમાં એવા સંસ્કારો છે કે એ આઠ દિવસ બને એટલી હિંસાથી દૂર રહેશે. આઠ દિવસ જ કેમ? અહિંસાનું વધુમાં વધુ આચરણ જીવનભર થવું જોઈએ. અમારી પ્રવર્તનાના બળે જ કુમારપાળના ગુજરાતમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના આશીર્વાદથી અહિંસાની પ્રતિષ્ઠા થયેલી.
  2. સ્વાર્થ યુગ: કળિયુગનું બીજું કલંક સ્વાર્થ છે. અહિયાં લગભગ દરેક વ્યક્તિ પોતાના ન્યસ્થ સ્વાર્થના કેન્દ્રમાં જીવે છે. મારું ભલું થવું જોઈએ, મને સુખ સગવડ મળવી જોઈએ, પોતાના સ્વાર્થની પૂરતી માટે માણસને જાનવર થતા થતા વાર નથી લાગતી, જાનવરોમાં પણ ઘણીવાર માનવીયતા દેખાય છે. પોતાના સ્વાર્થ માટે માણસ માનવીય મૂલ્યો, પ્રામાણિકતા અને નૈતિકતાને ભૂલી જાય છે. માણસના મન એટલા સાંકળા થઇ ગયા છે કે તેને બીજાનો વિચાર સુધ્ધા આવતો નથી. પર્વાધિરાજ પર્યુષણ પર્વનું બીજું કર્તવ્ય - જેનું નામ છે: "સાધર્મિક વાત્સ્લય", એ માણસને સ્વાર્થથી ઉપર ઉઠી પરાર્થ અને પરમાર્થ સાધવાની પ્રેરણા આપે છે.
  3. ભોગ યુગ: કળિયુગનું ત્રીજું કલંક છે અનિયંત્રિત ભોગ. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોનો અનિયંત્રિત ભોગ એ આજના યુગની જીવનશૈલી બની ગઈ છે. ખાઓ, પીઓ અને જલસા કરો એ મોર્ડન યુગનું જીવન સૂત્ર છે. આ બધું કર્યા પછી પણ સાચું સુખ અને શાંતિ તો મળતી નથી, ઉલટું અશાંતિ અને દુઃખ વધારવાનો હેતુ બને છે. ભર્તુહરિ કહે છે: ભોગા રોગ ભયં - ભોગમાં રોગનો ભય છુપાયેલો છે. આ કલંકથી મુક્ત થવાનો ઉપાય પર્યુષણ પર્વ બતાવે છે. "અટ્ઠમ તપ" પર્યુષણ પર્વનું ત્રીજું કર્તવ્ય છે. અટ્ઠમ તપ ભોગ પર નિયંત્રણ રાખતા શીખવે છે.

    4. નાસ્તિક યુગ: કળિયુગનું ચોથું કલંક છે: નાસ્તિકતા. નાસ્તિકતા એટલે આત્મા અને કર્મને ન માનવું. આજનો માણસ એટલો છીછરો થઇ ગયો છે કે એને આગળનું કશું વિચારવું જ નથી. આજે હું જે કંઈ કરી રહ્યો છું, એનું પરિણામ મારે જ ભોગવવું પડશે - આ સત્ય નાસ્તિક માણસ સાવ ભૂલી જાય છે. આ દુનિયામાં કર્મ જેવું પણ કંઈક છે અને માણસ જેવું કર્મ કરે છે તેવું ફળ તેને ભોગવવું જ પડે છે. નાસ્તિક માણસ આત્મા, કર્મ અને પુનર્જન્મમાં માનતો નથી, પરિણામે એના પાપોને ખુલ્લો દોર મળી જાય છે. પર્યુષણનું ચોથું કર્તવ્ય છે: ચૈત્ય પરિપાટી. ચૈત્ય એટલે જ્ઞાન, ચૈત્ય એટલે પરમાત્મા, ચૈત્ય એટલે પરમાત્માની ઉપાસના, આત્માની ઉપાસના. પરિપાટી એટલે પરંપરા. પર્યુષણ પર્વ આત્મા અને પરમાત્માની ઉપાસના કરવાનો સંદેશ આપે છે.
  4. ક્લેશ યુગ: આજના યુગનું પાંચમું કલંક છે - ક્લેશ.. ક્લેશ એટલે નાની મોટી વાતમાં ઝગડવું, કારણ વગર રાઇને પહાડ બનાવવો. આજે તમે જુઓ તો ઘર ઘરમાં આ સમસ્યા છે. કોઈ કોઈને સાંભળવા, સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. લગભગ દરેક વ્યક્તિના મગજ ગરમ છે, કારણ વગર દુનિયાભરનો ભાર માથે લઈને ફરે છે. હું જ સાચો એવી મનોવૃત્તિ માણસને અહંકારી બનાવે છે અને અહંકારી માણસ કોઈની વાત સાંભળવા તૈયાર નથી હોતો. પરિણામે કુદરત પતનનો દરવાજો એમના માટે ખુલ્લો કરે છે. આ  કલંકનું સમાધાન છે: ક્ષમાપના. પર્યુષણ પર્વનું પાંચમું કર્તવ્ય છે: ક્ષમાપના. ક્ષમાપના એટલે પોતાની ભૂલ બાળક બનીને ખુલ્લા દિલથી કોઈ પણ જાતનો બચાવ કર્યા વગર નિખાલસતા પૂર્વક સ્વીકારવી. હરિભદ્રસૂરિ કહે છે જે અનુષ્ઠાનમાં મૈત્રી અને ક્ષમા ભાવ નથી એ અનુષ્ઠાન જ નથી. ગળામાં ગાંઠ, દોરામાં ગાંઠ અને શેરડીમાં ગાંઠ હોય ત્યાં શું થાય છે એ કલ્પી શકો છો. એમ જ મનમાં શત્રુતાની ગાંઠ હોય તો બધી કરેલી આરાધના ફોક થઇ જાય છે. કલ્પસૂત્ર એ પણ કહે છે કે તમે ઉપશમ ભાવ નહિ રાખો તો વિરાધક બનો છો. બહારથી ક્લેશ મુક્ત થવા માટે અંદરથી સંક્લેશ મુક્ત થવું પડશે. ભગવાન મહાવીર ફરમાવે છે:

પર્યુષણ પર્વની આરાધનામાં ઉપવાસ થાય એ સારી બાબત છે. જે લોકો ઉપવાસ ન કરી શકે એ બીજી રીતે પણ અઠ્ઠાઈ તપ કરી શકે. 

આઠ પ્રકારની અઠ્ઠાઈ:

~ આઠ દિવસ મૌનની અઠ્ઠાઈ કરી શકો છો. 
~ આઠ દિવસ ડિજિટલ અઠ્ઠાઈ (E - અઠ્ઠાઈ) કરી શકો છો. 
~ આઠ દિવસ ક્રોધ મુક્તિની અઠ્ઠાઈ કરી શકો છો. 
~ આઠ દિવસ ડેરી પ્રોડેકટની અઠ્ઠાઈ કરી શકો છો. 
~ આઠ દિવસ એક આગમ સંપૂર્ણ વાંચીને સ્વાધ્યાય અઠ્ઠાઈ કરી શકો છો.   
~ આઠ દિવસ પૈસાનો સ્પર્શ નહીં કરીને પરિગ્રહની અઠ્ઠાઈ કરી શકો છો. 
~ આઠ દિવસ ધ્યાનના અભ્યાસ દ્વારા ધ્યાન અઠ્ઠાઈ કરી શકો છો.
~ આઠ દિવસ ખોટું બોલવાનું ત્યાગી સત્ય - આરાધનાની અઠ્ઠાઈ કરી શકો છો.

આ આઠ દિવસના પર્યુષણ માત્ર આઠ દિવસ માટે સારા બનવા માટે નથી. આ પર્વ સમગ્ર જીવનને બદલવાનો ઉપક્રમ બનવો જોઈએ. આ પર્વ બાહ્ય આડંબરનું કે દેખાડો કરવાનું પર્વ નથી, આ પોતાની જાતને સુધારવાનું અને માંજવાનું પર્વ છે. તો, આવી રીતે આ પર્યુષણ પર્વ આત્મ નિરીક્ષણથી શરુ થાય છે અને પાંચ કર્તવ્યો દ્વારા ક્ષમાપના પર પૂર્ણતા પામે છે. આ પર્વમાં સાધન દ્વારા આત્માને ઓળખીએ અને ક્ષમાપના દ્વારા જીવનને ભારમુક્ત બનાવીએ. પર્યુષણ પર્વની આરાધના માટે સૌ સાધકો પ્રત્યે મંગળ કામના ....

 

Read More >>

Peace of Mind
અધ્યાત્મના પાંચ સૂત્રો: ​​​​​​​​​​​​​​સમણ શ્રુતપ્રજ્ઞ

Aug 13, 2026

અધ્યાત્મનો અર્થ માત્ર પૂજા, પ્રાર્થના, મંદિર કે ધાર્મિક વિધિ નથી; પરંતુ પોતાની અંદરની મર્યાદાઓથી ઉપર ઉઠીને વધુ જાગૃત, સ્વતંત્ર અને સત્યપૂર્ણ જીવન તરફ જવાની પ્રક્રિયા છે. આધ્યાત્મિક જીવનના પાંચ સૂત્રો સૌને ઉપયોગી થશે. 

૧. પોતાની જવાબદારી સ્વીકારવી:

અધ્યાત્મનો પ્રથમ અને સૌથી મૂળભૂત સૂત્ર છે—દોષારોપણ છોડીને જવાબદારી સ્વીકારવી. મારી પરિસ્થિતિ માટે સમાજ, પરિવાર, નસીબ, કર્મ કે બીજાને સતત જવાબદાર ગણાવતા રહેવું સહેલું છે. પરંતુ જ્યાં સુધી હું મારા જીવનની જવાબદારી બીજાને માનું છું, ત્યાં સુધી હું અંદરથી સ્વતંત્ર બની શકતો નથી. અધ્યાત્મ એટલે પોતાની આદતો, વિચારો, નિર્ણયો અને કર્મોને ઈમાનદારીથી જોવાની અને સમજવાની હિંમત. 

સૂત્ર:

બીજાને બદલવાની નહીં, પોતાની જાતને સમજવાની અને ઘડવાની શરૂઆત કરો.”

૨. અંધ માન્યતાથી મુક્તિ: 

અધ્યાત્મનું બીજો સૂત્ર છે—પ્રશ્ન કરવાની હિંમત. આપણી પરંપરા જૂની છે એટલે એ સાચી હોય એવું જરૂરી નથી. સમાજ માને છે એટલે સત્ય હોય એવું પણ જરૂરી નથી. કોઈ ગુરુ, પુસ્તક કે વ્યક્તિએ કહ્યું છે એટલે તેને આંખ બંધ કરીને સ્વીકારી લેવું એ અધ્યાત્મ નથી. સાચો આધ્યાત્મિક માણસ પૂછે છે - આ ખરેખર સત્ય છે? કે હું માત્ર ભય, પરંપરા અને સામાજિક દબાણને કારણે તેને માની રહ્યો છું?” શિક્ષણનું સાચું કાર્ય પણ માહિતી ભરવાનું નહીં, ચેતનાને જગાડવાનું છે. એ જ રીતે અધ્યાત્મનું કાર્ય પણ નવા વિચારો ભરવાનું નહીં, પરંતુ અંદરના અજ્ઞાનના પડદાને હટાવવાનું છે.

સૂત્ર:

અધ્યાત્મ માન્યતાઓનો સંગ્રહ નથી; સત્યની નિર્ભય શોધ છે.”

૩. સાદગી અને અસલિયત:

આપણે જીવનમાં અનેક મહોરાઓ પહેરીને ફરીએ છીએ - ઘરે એક, સમાજમાં બીજો, કામ પર ત્રીજો અને લોકો શું કહેશે તેના ભયમાં ચોથો. આ સતત નકલી અભિનય માણસને પોતાની અસલ ઓળખથી દૂર લઈ જાય છે. અધ્યાત્મ એટલે આ બનાવટી ચહેરાઓને ધીમે ધીમે ઉતારવા. બીજાને પ્રભાવિત કરવા માટે જીવવાને બદલે પોતાની આંતરિક સચ્ચાઈ પ્રમાણે જીવવું. જીવનમાંથી બિનજરૂરી દેખાવ, સરખામણી, પ્રતિષ્ઠાની ભૂખ, પૈસાથી મળતી ઓળખ અને બીજાની નકલ - આ બધું ઓછું કરવું એ પણ આધ્યાત્મિક સાધના છે. જેમ મૂર્તિકાર પથ્થરમાંથી મૂર્તિ બનાવતો નથી, પરંતુ બિનજરૂરી પથ્થર દૂર કરે છે; તેમ અધ્યાત્મ પણ આપણામાં કંઈ નવું ઉમેરવાનું નથી, પરંતુ અસલ સ્વરૂપને ઢાંકી રહેલું બિનજરૂરી છે તેને દૂર કરવાનું નામ છે.

સૂત્ર:

અધ્યાત્મ એટલે કંઈક બનવું નહીં; જે નથી તેમાંથી મુક્ત થઈને જે છીએ તે બનવું.”

૪. દુઃખથી ભાગવું નહીં, તેને જાગૃતિમાં રૂપાંતરિત કરવું:

આ કદાચ અધ્યાત્મનું સૌથી ઊંડું સૂત્ર છે. સામાન્ય માણસ સુખ શોધે છે અને દુઃખથી ભાગે છે. પરંતુ આધ્યાત્મિક યાત્રા આપણને શીખવે છે કે દુઃખ પણ જાગૃતિનું દ્વાર બની શકે છે. કેટરપિલર માટે કોશેટામાંથી બહાર આવવું પીડાદાયક છે, પરંતુ એ જ પીડા પછી તેને પાંખો મળે છે. આપણા જીવનમાં પણ કેટલીક પીડાઓ આપણને તોડવા માટે નહીં, આપણી જૂની સીમાઓ તોડવા માટે આવે છે. પ્રશ્ન એ નથી કે “મને દુઃખ કેમ મળ્યું?” વધુ મહત્વનો પ્રશ્ન છે - આ દુઃખ મને શું શીખવવા આવ્યું છે?” જ્યારે દુઃખ ફરિયાદમાંથી સમજણ બને છે, ત્યારે તે આધ્યાત્મિક બની જાય છે.

સૂત્ર:

દુઃખને માત્ર સહન ન કરો; પરંતુ તેને સમજણમાં રૂપાંતરિત કરો.”

૫. જીવનમાં પ્રેમ, સત્ય અને જાગૃતિ ઉતારવી:

અધ્યાત્મનો અંતિમ અને સૌથી વ્યવહારુ માપદંડ છે—મારું જીવન કેટલું બદલાયુંમંદિરમાં કેટલો સમય બેઠો, કેટલા મંત્ર કર્યા, કેટલાં પુસ્તકો વાંચ્યાં - એથી વધુ મહત્વનું છે કે હું માણસો સાથે કેવો વ્યવહાર કરું છું.

શું મારા સંબંધોમાં સન્માન છે?
શું મારા કામમાં ઈમાનદારી છે?
શું હું કોઈનું શોષણ કરતો નથી?
શું હું બીજાની સ્વતંત્રતાનો આદર કરું છું?
શું મારી પાસે જે છે તે વહેંચી શકું છું?
શું હું સુખ અને દુઃખ બંનેને સ્વીકારી શકું છું?

અધ્યાત્મ જો વર્તનમાં ન આવે તો તે માત્ર વિચાર છે. જ્યારે સત્ય આપણા વ્યવહારમાં આવે, પ્રેમ આપણા સંબંધોમાં આવે અને જાગૃતિ આપણા દરેક કર્મમાં આવે - ત્યારે અધ્યાત્મ જીવન બને છે.

સૂત્ર:

અધ્યાત્મ માનવાથી નહીં, જીવવાથી આવે છે.”

આ પાંચ સૂત્રોનો સાર

જવાબદારી પ્રશ્ન અસલિયત દુઃખની સમજ જાગૃત જીવન

આ રીતે જોવામાં આવે તો અધ્યાત્મ આરામ મેળવવાની પ્રક્રિયા નથી; પોતાની માની લીધેલી સીમાઓથી ઉપર ઊઠવાની પ્રક્રિયા છે અને જ્યાં સુધી અંદરથી “હું જે છું તેમાં જ સંપૂર્ણ ખુશ છું” એવી જડતા છે, ત્યાં સુધી સાચી શોધ શરૂ થતી નથી. જ્યારે અજ્ઞાનમાં રહેવાનું દુઃખ, સગવડ શોધવાના દુઃખ કરતાં મોટું બની જાય - ત્યારે જ સાચી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે.

Read More >>

Peace of Mind
The Youthfulness of the Soul: The Eternal Message of Paryushan

Jul 22, 2026

The Youthfulness of the Soul: The Eternal Message of Paryushan

By Pujya Saman Shrutpragyaji

Paryushan is not merely the greatest festival of the Jain tradition; it is a sacred journey back to the Self. It invites us to step away from the noise of the external world and enter the silence within. Throughout the year, we meet the world; during the eight days of Paryushan, we are given the opportunity to meet ourselves.

Modern society invests enormous effort in preserving the youth of the body through exercise, nutrition, medicine, and cosmetics. Yet Lord Mahavira reminds us that the body is temporary. It is born, it grows, and one day it inevitably declines. Physical strength, beauty, and youth are gifts of time—and time eventually takes them away.

The soul, however, never grows old. It is eternal, ageless, and immortal. When we discover our true Self, a new consciousness awakens within us, bringing boundless energy, peace, and joy. This is the true youthfulness of the soul. While attachment to the body often nurtures ego, the awakening of the soul blossoms into humility, equanimity, and compassion. Physical power may conquer others, but spiritual power conquers anger, pride, deceit, and greed. Lord Mahavira declared this inner victory to be the highest form of heroism.

Every day of Paryushan asks us one profound question: Am I trying to change the world, or am I ready to transform myself?

Paryushan: A Practice of Inner Transformation:

Paryushan is not simply a religious tradition; it is a living experiment in self-realization. It is not just another date on the calendar but a sacred opportunity to redirect our lives.

Fasting is not merely abstaining from food — it is abstaining from anger, ego, jealousy, attachment, and sensual indulgence. The soul is not awakened by an empty stomach alone but by a lighter, purer mind.

This sacred festival is not an occasion for displaying wealth or feeding the ego through religious rituals. When religion strengthens pride, it ceases to be true religion. Authentic spirituality shifts our identity from possessions to the Divine, from luxury to detachment. Paryushan reminds us that our worth lies not in what we own, but in what we become.

It is a time not for judging others, but for self-observation, self-reflection, and self-awakening. The essential questions of Paryushan are: Who am I? Which passions still bind me? How far have I drifted from my true Self?

The Divine Sound Is Heard Within:

Jain philosophy teaches that the Tirthankaras radiate a Divya Dhvani—the Divine Sound. Yet this divine voice is truly heard only when the mind becomes still, passions dissolve, and the heart is purified. Then, from within, arise the voices of wisdom, truth, and awareness.

The purpose of Paryushan is not merely to listen to sermons but to hear the Divine Sound emerging from our own soul. External voices provide information; the inner Divine Voice brings transformation.

Pratikraman: Returning to the Self:

One of the greatest spiritual practices of Paryushan is Pratikraman. Unfortunately, it often becomes a mechanical ritual. Pratikraman is not simply reciting sacred verses; it is returning to oneself.

It is an honest review of our thoughts, words, and actions:

Whom have I hurt?

Where did anger overpower my speech?

Where did pride arise?

Where did greed or attachment control me?


These sincere reflections mark the beginning of genuine Pratikraman. It is not a ritual of listing mistakes—it is a laboratory for letting go of them.

Samayik: The State of Equanimity:

Similarly, Samayik is far more than sitting quietly for forty-eight minutes. True Samayik is a state where the mind rises above attachment and aversion, where friend and enemy are seen alike, and where success and failure, praise and criticism, gain and loss are accepted with equal serenity.

Samayik is not merely forty-eight minutes on a clock—it is a state of awakened consciousness. If anger remains after Pratikraman or ego survives after Samayik, then rituals may have been performed, but spirituality has not yet been lived.

An Invitation to Inner Revolution:

Paryushan calls us not only to perform religious rituals but to undergo an inner revolution.

Let us not only fast from food—let us also fast from ego.
Let us not only observe Ekasana—let us also steady our restless minds.
Let us not merely ask for forgiveness—let us genuinely live in forgiveness.
Let us not only light lamps in temples—let us also illuminate our souls with Right Vision and Right Knowledge.

When fasting is accompanied by inner peace, Pratikraman by sincere self-reflection, Samayik by true equanimity, and silence by the experience of the Divine Voice within, only then does the real spirit of Paryushan blossom in our lives.

The Final Message of Paryushan:

 "Adornment beautifies the body, but awakening beautifies life. Paryushan is the sacred journey from the body to divinity, from outward distraction to inward awareness, and from ritualistic religion to living consciousness."

— Pujya Saman Shrutpragyaji

Read More >>