Zen ગીતા

Product Information

Zen ગીતા

Zen ગીતા એ પૂર્વના ઝેન દર્શન અને ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય—કર્મયોગ—વચ્ચેનો એક અનોખો, આધ્યાત્મિક અને જીવનમૂલ્યોથી ભરપૂર સંગમ છે. ઝેન ચિત્તને વર્તમાનમાં સ્થિર કરીને પૂર્ણ જાગૃતિથી કાર્ય કરવાનું શિક્ષણ આપે છે, જ્યારે ગીતા નિષ્કામ ભાવથી, ફળની આસક્તિ છોડીને કર્મ કરવાનો માર્ગ દર્શાવે છે. બંને પરંપરાનો મર્મ એક જ છે—કૃત્યમાં જાગૃતિ અને અંતરમાં શાંતિ. એ કારણે Zen ગીતા કર્મને માત્ર ફરજ નહીં, પણ આધ્યાત્મિક સાધના સમજે છે.

ગીતાના ત્રીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનના મનમાં ઉપજેલી કર્મ વિષયક ભ્રાંતિઓનું નિવારણ કરે છે અને સ્પષ્ટ કહે છે કે શરીર છે ત્યાં સુધી કર્મ ટાળી શકાતું નથી. સાચો માર્ગ એ છે કે કર્મ કરીએ, પરંતુ તે આપણને બંધનમાં ન નાખે. ઝેનની માઇન્ડફૂલ હાજરી અને ગીતાનો નિષ્કામ કર્મ—આ સુંદર યોગ વાચકને વધુ સંતુલિત અને અર્થસભર રીતે જીવવા પ્રેરિત કરે છે.

આ પુસ્તકનો multi-color લેઆઉટ અને ડિઝાઇન નિષ્કામ ભાવથી ભાર્ગવ ગોજિયાએ તૈયાર કરેલ છે, જેના માટે આભાર કરતાં આશીર્વાદ વધુ યોગ્ય છે.

ભીમસીભાઈ કરમૂરની પ્રેરણા અને પુરુષાર્થના બાળકોના ઉત્સાહપૂર્ણ પ્રતિભાવે મારી લેખનયાત્રામાં ઉર્જા ભરી છે. ચાલો, ગીતાની પવિત્ર કર્મગંગામાં ઝેનનું માઇન્ડફુલ જેકેટ પહેરી ડૂબકી લગાવીએ.

Unit price: ₹40.00
1
Shipping Charge:
₹80
Grand Total:
₹120

Make Payment Via

are

Shipping Details

Payment Details

Allowed formats: JPG, JPEG, PNG
Kindly Note - The orders are taken and entertained only for delivery within country India. We are not catering orders outside India.