Blogs Details

વૃદ્ધાવસ્થાનો વૈભવ - સમણ શ્રુતપ્રજ્ઞ

Peace of Mind

 

વૃદ્ધાવસ્થાના 9 વૈભવ છે, જે 70 થી પારની વયના દરેકના જીવનમાં હોવા જ જોઈએ. 

1. સારી સ્મરણ શક્તિ - યાદ રહે એ જરૂરી છે. એના માટે રોજ ભ્રામરી પ્રાણાયામ કરો, દરેક કાર્ય ભાવક્રિયા પૂર્વક કરો અને જે હાથ સક્રિય નથી એ હાથેથી રોજ 10 લાઇન લખવાની ટેવ પાડો. 

2. સારું આરોગ્ય - સ્વસ્થ રહેવા માટે રોજ 20 મિનિટ હળવી કસરત કરો, થોડું ચાલવાનું રાખો અને પ્રફુલ્લિત રહેવાનો સંકલ્પ કરો. 

3. ગહેરી ઊંઘ - રોજ 5-7 કલાકની ગાઢ ઊંઘ લ્યો. રાતના સમયસર સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠી આધ્યાત્મિક જાગૃતિના પ્રયોગો કરો. 

4. શરીરમાં સ્ફૂર્તિ - ઓછું ખાઓ, વારે વારે ન ખાઓ, દરેક ત્રણ કલાક પછી 10 મિનિટની કસરત કરો, પ્રાણયુક્ત ભોજન કરો. 

5. એક બે શોખ - સંગીત, આર્ટ, સ્પોર્ટ્સ - કોઈ એક બે શોખને જીવતા રાખો. 

6. પ્રબળ પુણ્ય - જવાનીમાં પુરુષાર્થ કરો જેથી ઘડપણમાં પુણ્ય સેફ ડીપોજીટ તરીકે સુરક્ષિત રહે. તમારું પુણ્ય હશે તો જ તમારું સન્માન અને તમારો આદર સુરક્ષિત રહેશે. 

7. સાચી સમજણ - કોઈને કારણ વગર સલાહ ન આપવી, દરેક સ્થિતિમાં એડજેસ્ટમેન્ટ કરતાં આવડવું - આ સાચી સમજણ છે. પોતાનો ઇગો કે આગ્રહ ક્યાંય આડો ન આવે એવી આવડત એ સમજણ છે. 

8. આત્માનુભૂતિ - રોજ 20-30 મિનિટ ધ્યાનમાં બેસો અને પોતાની અંદરની દુનિયામાં ઉતરીને પોતાને ઓળખો - કેમકે સાથે એ જ સંપતિ આવશે. 

9. મૃત્યુ મહોત્સવ - દરેકને મરવાનું છે. કોઈનું પણ મૃત્યુ આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનનું કારણ ન બનવું જોઈએ. મૃત્યુને સેલિબ્રેટ કરતાં શીખી જાઓ - કેમકે મૃત્યુ End નથી પણ And છે.