Blogs Details

સંવાદ સાધના: પ્રસ્તાવના - સમણ શ્રુતપ્રજ્ઞજી

Peace of Mind

માણસના જીવનમાં શબ્દોનું ખૂબ મોટું મહત્વ છે. ઘણા લોકો માને છે કે “સારું બોલવું” એ જન્મજાત કળા છે, પરંતુ હકીકતમાં બોલવું પણ એક સ્કીલ છે અને દરેક સ્કીલની જેમ તેને પણ અભ્યાસથી વિકસાવી શકાય છે. જેમ સાયકલ ચલાવવી, કાર ચલાવવી કે સંગીત શીખવું અભ્યાસથી શક્ય બને છે, એમ અસરકારક વાતચીત કરવાની કળા પણ સતત પ્રેક્ટિસથી વિકસે છે.

કમ્યુનિકેશનનો સાચો અર્થ સમજીએ. ઘણા લોકો સમજે છે કે કમ્યુનિકેશન એટલે માત્ર બોલવું પરંતુ વાસ્તવમાં કમ્યુનિકેશન ચાર બાબતોનો સમન્વય છે:

1. બોલવું

2. સાંભળવું

3. સમજવું

4. સમજાવવું

જો કોઈ વ્યક્તિ માત્ર બોલે છે પરંતુ સાંભળતો નથી, તો એ સારો કમ્યુનિકેટર બની શકતો નથી. સાચું કમ્યુનિકેશન એટલે બે વ્યક્તિના બે મન વચ્ચેનો સેતુ.

શબ્દોથી વધુ પ્રભાવ વ્યક્તિત્વનો પડે છે. વાતચીતમાં આપણે જે શબ્દો બોલીએ છીએ તેનો પ્રભાવ માત્ર ૧૦% જેટલો પડે છે. બાકીના ૯૦% પ્રભાવ આપણા:

~ હાવભાવ

~ બોડી લેંગ્વેજ

~ આંખોની ભાષા

~ ઊર્જા

~ અવાજનો ટોન

~ અને આંતરિક ભાવ પર આધારિત હોય છે.

એટલે જ કોઈ વ્યક્તિ ઓછું બોલે છતાં અસરકારક લાગે છે, જ્યારે કોઈ કલાકો બોલે છતાં અસર નથી થતી.

દર  નબળા સંચાર - Poor Communication - ને કારણે કંપનીઓને ઉત્પાદકતાના નુકસાન રૂપે અબજો ડૉલરનું નુકસાન થાય છે અને એક વાત સ્વીકારવી જોઈએ કે આપણી  કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં, આ નુકસાનમાં આપણો  પણ થોડોક ફાળો હોય છે. આપમાંથી કેટલા લોકો એવા કોઈ વ્યક્તિ સાથે કામ કરે છે જે ખૂબ લાંબી, ગૂંચવણભરી અથવા અસ્પષ્ટ વાત કરે છે? આપણે બધા સ્પષ્ટ અને ટૂંકમાં વાત કરવાની ઇચ્છા રાખીએ છીએ. આપણું લક્ષ્ય એ જ હોય છે કે લોકો આપણી વાત સરળતાથી સમજી શકે. પરંતુ સાચો પ્રશ્ન એ છે: શું આપણે ખરેખર જાણીએ છીએ કે સ્પષ્ટ અને સંક્ષિપ્ત રીતે વાત કેવી રીતે કરવી?  કારણ કે ઘણી વાર સમસ્યા આપણા ઇરાદામાં નથી હોતી, સમસ્યા આપણા અભિવ્યક્તિ કરવાની પદ્ધતિમાં હોય છે અને અસરકારક સંવાદની શરૂઆત ત્યારે થાય છે, જ્યારે આપણે માત્ર બોલવાનું નહીં, પરંતુ સ્પષ્ટ રીતે બોલવાનું શીખીએ.

મુખ્ય સંદેશ

 ~ મહાન વક્તા જન્મતા નથી, ઘડાય છે.

 ~ સંવાદ એક કળા નથી માત્ર, તે એક શીખી શકાય તેવી કુશળતા છે.

 ~ શબ્દો, અવાજ, શરીરભાષા અને સ્મિત — આ ચારેયનો સુમેળ જ પ્રભાવશાળી સંવાદનું રહસ્ય છે.

~ યાદ રાખવા જેવું સૂત્ર:

"Good Speakers are made, not born." "સારા વક્તાઓ જન્મતા નથી, સતત અભ્યાસ અને જાગૃત પ્રેક્ટિસથી બને છે."