પ્રેરણાનાં પગથિયાં (39 લેખકોના જીવંત અનુભવો - પ્રસંગો)
પ્રેરણાનાં પગથિયાં (39 લેખકોના જીવંત અનુભવો - પ્રસંગો)

Details:

નિરાશ, હતાશ, ડર અને ભયના માહોલમાં જીવતા સમાજને નવી ઊર્જા મળે, પ્રેરણા મળે એવું નમૂનેદાર કાર્ય રાજકોટના "પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશ"ને કર્યું છે. પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશને નવા અને અનુભવી લેખકોના જીવનના પ્રેરક-પ્રસંગોનો સંગ્રહ "પ્રેરણાનાં પગથિયાં" પુસ્તકરૂપે પ્રકાશિત કર્યો છે. ડેમી સાઈઝના ૧૨૮ પેજના આ પુસ્તકમાં કુલ ૩૯ વ્યક્તિઓએ પોતાના જ અનુભવો લખ્યા છે. કુલ ૩૯ પ્રેરણાનાં પગથિયાં તમે ચઢો, એટલે કે વાંચો તો તમારામાં આવેલી નિરાશા કે ઉદાસી ચોકક્સ દૂર થાય અને તમને જીવનમાં આશાનું એક કિરણ નજરે પડે. એકદમ સાદી સરળ ભાષા અને અંતરમાંથી પ્રગટેલા સાચુકલા શબ્દો દ્વારા અહીં અનુભવોનું આલેખન થયું છે, જે વાચકોના હ્રદય સોંસરવા ઉતરી જાય એવા છે.

Donation: ₹  150.00