સુરક્ષા કવચ ( Suraksha Kavach )
સુરક્ષા કવચ ( Suraksha Kavach )

Details:

શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તે શરીરનું સુરક્ષા કવચ છે. વાતાવરણમાં રહેલું ઓઝોન પડ તે પર્યાવરણનું સુરક્ષા કવચ છે. મનના વિચારો પોઝીટીવ અને સક્ષમ હોય તો એ મનનું સુરક્ષા કવચ છે. ભાવો પવિત્ર હોય, નિર્ભય વૃત્તિ હોય અને શરીરની ઉપરના ચક્રો જાગૃત હોય તો એ અસ્તિત્વનું સુરક્ષા કવચ છે. દીક્ષા એ ગુરુ દ્વારા પ્રદાન કરેલું શિષ્યનું સુરક્ષા કવચ છે. બાહ્ય સુરક્ષા કવચ માટે માણસ ખૂબ સજાગ છે. આંતરિક સુરક્ષા વિનાની બાહ્ય સુરક્ષા અને સાવધાની વિશેષ લાભપ્રદ બનતી નથી. 112 પાનાંની આ પુસ્તકમાં કુલ 60 લેખો છે જે સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીએ કોરોના કાળમાં લોકડાઉન સમય દરમિયાન લખેલા છે. પોતાની જાત સાથે રહેવામાં કેમ કંટાળો આવે છે?, જાણવું સહેલું: અમલમાં મૂકવું અઘરું છે, સંવેદનાનું નેટવર્ક, ધીમી રીતે જીવવાની કળા, સૌથી મોટી ગિફ્ટ, ભીતરી સુરક્ષા કવચ, કલ્પવૃક્ષ તારી અંદર છે, માણસ ક્યારે હતાશ થાય છે? વગેરે બધા જ લેખો ખૂબ જ પ્રેરણાદાયી છે. પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત સમણશ્રીનું આ 73મું પુસ્તક આપના હાથમાં આવી રહ્યું છે.  

Donation: ₹  150.00