Details:
ક્યાં જૂઓ છો અને શું જૂઓ છો તેનું એટલું મહત્વ નથી, જે કંઈ જૂઓ છો એ કેવી રીતે જૂઓ છો એનું મહત્વ છે. શું વિચારો છો, કોના વિષે વિચારો છો એનું પણ એટલું મહત્વ નથી, જે વિચારો છો એ કેવી રીતે વિચારો છો એ મહત્વનું છે. જીવનને બદલવાની જરૂર નથી, જરૂરી છે માત્ર આપણો અભિગમ બદલવાની. આ પુસ્તિકામાં ધન વિષે,ધ્યાન વિષે, પ્રેમ વિષે,જીવન અને મૃત્યુ વિષે,સંબંધો વિષે આપણો અભિગમ અને એપ્રોચ કેવો હોવો જોઈએ એની સમજણ પૂરી પાડવામાં આવી છે. સમણ શ્રુતપ્રજ્ઞજી દ્વારા લિખિત પીસ ઓફ માઈન્ડ ફોઉન્ડેશનું આ 70 મું પ્રકાશન છે.