Details:
માણસ સવારથી સાંજ સુધી અને જન્મથી મૃત્યુ સુધી એક જ કામ કરતો હોય છે - દોડાદોડ.પૂછો શા માટે? તો કારણ એને પોતાને ખબર નહિ હોય.એનું મન એટલું ચંચળ છે કે એક સાથે અનેક દિશામાં દોડવાની એને ટેવ પડી ગઈ છે.આવા લોકોને કોન્ફ્યુશિયસની એક વાત યાદ રાખી લેવી જોઈએ: 'જે બબ્બે સસલાનો એક સાથે પીછો કરે છે,તેને એક પણ સસલું હાથ નથી આવતું.' જે માણસ અનેક વસ્તુઓ મેળવવા ફાંફાં મારે છે,તેને આખરે કંઈજ હાથ લાગતું નથી. જિંદગીમાં શું ખૂટે છે અને શું જોઈએ છે એનું સ્પષ્ટ ભાન નહિ હોય તો બધુ જ મેળવી લીધા પછી પણ તમે અંદરથી ખાલી જ રહેશો.મારી નજરે માણસના જીવનમાં બધુ જ મેળવી લીધા પછી પણ છ વસ્તુઓ મેળવવાની ચૂકાઈ જાય છે -શરીરની ફિટનેસ,સ્વભાવમાં શાંતિ,પરિવારમાં પ્રેમ,ચિત્તમાં પ્રસન્નતા,દિનચર્યામાં સમયનું આયોજન અને વ્યસ્તતામાં ભૂલાઈ જતુ જીવન. આ છ પ્રકરણો દ્વારા એ છ ખૂટતી કડીઓને જોડાવાની કોશિશ કરી છે.એ છ બાબતોને મેં મેનેજમેન્ટનું નામ આપ્યું છે.જીવનનું મેનેજમેન્ટ કરીને આપણે આ છ ખૂટતી કડીઓની પૂરતી કરી શકીશું એવી શ્રદ્ધા છે.