Blog

વ્યક્તિઓ સાથે નહીં, ઉદેશ્ય સાથે જોડાયેલા રહો .. સમણજી

વ્યક્તિઓ સાથે નહીં, ઉદેશ્ય સાથે જોડાયેલા રહો .. સમણજી

April 14, 2026

આઈન્સ્ટાઈને કહેલું: " તમારું જીવન જો તમે ખુશીથી પસાર કરવા માંગતા હોવ તો એને વ્યક્તિઓ સાથે નહીં, કોઈ ઉદ્દેશ્ય સાથે જોડી રાખજો.
દીકરીઓને વિનંતી છે કે તમારો સમય પાર્લરમાં ઇન્વેસ્ટ કરવાને બદલે પુસ્તકોમાં કરજો. પાર્લરની ચમક બહુ જલ્દી ઝાંખી પડી જશે, પણ પુસ્તકોની ચમક આજીવન રહેશે. કાનમાં ગમતું મ્યુઝિક અને હાથમાં ગમતું પુસ્તક હશે તો આ જીવન તમને ક્યારેય કંટાળાજનક કે એકલવાયું નહીં લાગે.

ટોલ્સટોયે કહેલું છે કે, એક યુવાન પુરુષની સૌથી મોટી જરૂરિયાત એક બુદ્ધિશાળી સ્ત્રીની કંપની છે.

લેડી ગાગાના શબ્દો: કેટલી સ્ત્રીઓ પુરુષોને ચેઝ કરતી હોય છે, કેટલીક પોતાના સપનાઓને.. કંઇ દિશામાં જવું એની દ્વિધામાં હોય તો હું એટલું કહીશ કે કોઈ સવારે ઊઠીને સપનાઓ ક્યારેય તમને એવું નથી કહેવાના કે આઈ ડોન્ટ લવ યુ એની મોર.