Blogs Details

“સવાલોથી શરૂ થાય છે સાચું જ્ઞાન”

Peace of Mind

April 13, 2026

એક દિવસ સોક્રેટિસ પોતાના શિષ્યો સાથે બેઠા હતા. ચારે તરફ શાંતિ હતી અને બધા તેમની વાતો ધ્યાનથી સાંભળતા હતા. ત્યારે સોક્રેટિસે એક પ્રશ્ન પૂછ્યો: કહો, સાચું જ્ઞાન શું છે? શિષ્યો એક પછી એક જવાબ આપવા લાગ્યા. કોઈએ કહ્યું કે જ્ઞાન પુસ્તકોમાંથી મળે છે, કોઈએ કહ્યું અનુભવમાંથી મળે છે, અને કોઈએ કહ્યું કે જ્ઞાન ગુરુ પાસેથી મળે છે. સોક્રેટિસે સ્મિત કર્યું, પણ કંઈ બોલ્યા નહીં.


થોડીવાર પછી તેમણે નજીક ઊભેલા એક માણસ તરફ ઈશારો કર્યો, જે ઘેટાંઓને હાંકી રહ્યો હતો. સોક્રેટિસે પૂછ્યું: જુઓ, આ ઘેંટાઓ આ માણસના પાછળ કેમ ચાલી રહ્યા છે? એક શિષ્ય બોલ્યો: કારણ કે આ તેમનો માલિક છે. સોક્રેટિસે ફરી પૂછ્યું: જો આ માલિક તેમને ખોટા રસ્તે લઈ જાય તો? આ સાંભળીને બધા શિષ્યો ચૂપ થઈ ગયા.


ત્યારે સોક્રેટિસ બોલ્યા: આ જ તો આપણો સૌથી મોટો પ્રશ્ન છે. આપણે પણ વિચાર્યા વગર કોઈની પાછળ ચાલી પડીએ છીએ — ચાહે તે સમાજ હોય, પરંપરા હોય કે કોઈ નેતા.
સાચું જ્ઞાન તે નથી જે તમે સાંભળો છો. સાચું જ્ઞાન તો તે છે, જેને તમે પોતે વિચારીને, સમજીને અને પારખીને સ્વીકારો છો. ભીડની પાછળ ચાલવું સરળ છે. પોતે વિચારવું મુશ્કેલ છે—પણ સાચું તો એ જ છે. પ્રશ્ન કરવો એ જ સાચી બુદ્ધિની શરૂઆત છે.
~ સમણ શ્રુતપ્રજ્ઞ